Book Title: Amrut Yognu Prapti Mokshni
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 13
________________ પ્રકાશકીય નિવેદન ગૃહિણી શ્રાવિકા ડૉ. રશ્મિ ભેદાના પીએચ.ડી.ના મહાનિબંધ “મોક્ષપ્રાપ્તિનો માર્ગ : યોગ'નું ગ્રંથરૂપે પ્રકાશન કરતાં આ સંસ્થા ગર્વ અનુભવે છે. આ વિષયના વિશાળ ફલકને આ ગ્રંથમાં અભ્યાસપૂર્ણ રીતે સમાવી લેવામાં આવ્યું છે. વ્યવસાયી પ્રકાશન સંસ્થાઓ આવા જ્ઞાનસમૃદ્ધ ગ્રંથોનું પ્રકાશન ન કરે એ સ્વાભાવિક છે, કારણ કે એમના વેપાર માટે આ ખોટનું કામ છે, પરંતુ વર્ષોના પરિશીલન અને પુરુષાર્થથી તૈયાર કરેલા આવા જ્ઞાનગ્રંથો માત્ર યુનિવર્સિટીના ગ્રંથાલયમાં જ પડ્યા રહે અને જિજ્ઞાસુ જગતને એનું દર્શન અને અધ્યયન કરવાની તક ન મળે એ જ્ઞાનની આશાતના છે. ધાર્મિક અને સામાજિક સંસ્થાઓએ આવા અભ્યાસગ્રંથનું પ્રકાશન કરવું એ એમની ફરજ છે. આવાં શુભ કાર્યોથી આવી સંસ્થા પોતાની કર્તવ્યનિષ્ઠાનો આનંદ પ્રાપ્ત કરી શકે છે. આ સંસ્થા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ કરૂણાનાં અનેક કાર્યોની સાથોસાથ બૌદ્ધિક અને વૈચારિક રચનાત્મક કાર્યોમાં પણ પ્રવૃત્ત છે. “પ્રબુદ્ધ જીવન”, “પર્યુષણ વ્યાખ્યાનમાળા’ અને પુસ્તક પ્રકાશન એનું પ્રમાણ છે. આ સંસ્થાની આવી અનેક પ્રવૃત્તિઓને જૈન તેમજ ઇતર સમાજે આવકારી અને વધાવી પણ છે. આ સંસ્થાના દીપચંદ ત્રિભોવનદાસ શાહ પુસ્તક પ્રકાશન નિધિ દ્વારા આ ગ્રંથ સરસ્વતી જિજ્ઞાસુઓના હસ્તકમળમાં મૂકતાં અમે આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ. આશા છે કે જ્ઞાનજિજ્ઞાસુ જગત અમારા આ શારદાકર્મને આવકારશે અને અનુમોદના કરી જ્ઞાનલાભની પ્રાપ્તિ કરશે. ૐ અર્હમ્ નમઃ | મા શારદા નમઃ | તા. ૨૫-૧૨-૨૦૧૧ મુંબઈ ધનવંત શાહ મંત્રી, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ XII

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 347