Book Title: America Jata Pahela
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 21
________________ Transportation અને અમેરિકા અમેરિકામાં પાકા રસ્તાઓ અને હાઇવેઝની કુલ લંબાઈ ૪૦ લાખ માઈલ છે. રસ્તાઓ જેટલા સારા અને સીધા હોય એટલી ઍક્સીડન્ટ્સની શક્યતા વધી જાય છે. હવામાન ખરાબ હોય, ત્યારે હાઇવેઝ પર સ્લો ડ્રાઇવિંગ કરવું એવો ત્યાંનો કાયદો છે, પણ ઘણાં લોકો એ કાયદાનો ભંગ કરીને ફાસ્ટ ચલાવે છે. આવી ગાડીનો જ્યારે ઍક્સીડન્ટ થાય, ત્યારે પાછળ આવતી ગાડીઓ પણ એકની પાછળ એક ઠોકાતી જાય છે અને મોટો અકસ્માતકાંડ સર્જાય છે. થોડા સમય પહેલા આવા એક અકસ્માતમાં ૯૪ કાર અથડાઈ હતી. ૧૮ અમેરિકાની સૌથી લોકપ્રિય રેલ્વે કંપની છે એમટ્રેક. પણ એની ય રેલસેવા ઘણી વાર ભારતીય રેલ્વેને સારી કહેવડાવે એટલી રેઢિયાળ બની જતી હોય. કોઈ કારણસર વ્યવહાર ખોરવાયો, તો પછી કલાકોના કલાકો સુધી તમે અટવાઈ જાઓ એવી કફોડી સ્થિતિ સર્જાતી હોય છે. લાંબાં અંતરની ટ્રેનોમાં ઘણી વાર આવું બને છે. આવા સમયે રેલ અધિકારીઓ ટ્રેન અટકવાનું કારણ, આશરે કેટલું મોડું થશે વગેરે માહિતી આપતા હોય છે. અમેરિકાનું હવામાન વારંવાર બગડતું રહે છે. તેથી જ્યારે ત્યાં થન્ડર સ્ટોર્મ/હરીકેન/ટોર્નેડો (વાવાઝોડું કે ચક્રવાતી તોફાન) થાય ત્યારે વિમાની ઉડ્ડયનો ઠપ્પ થઈ જાય છે. ઉતારુઓની હાલત કફોડી બની જાય છે. વિમાન જ્યાંથી આવવાનું હોય એ શહેરમાં ભારે વરસાદ કે તોફાનને કારણે વિમાનીસેવા અટકી પડી હોય, તો તેની અસર આજુબાજુનાં રાજ્યોના ઍરપૉર્ટ્સને પણ થાય છે. મોટી ઍરલાઇન્સની જેમ નાની ઍરલાઇન્સો ઝડપથી વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરી શકતી નથી. એટલે સસ્તી ટિકિટવાળા ઉતારુઓ કલાકો સુધી રઝળી પડે. આજે પહોંચનાર કાલે ય પહોંચે. ઍરલાઇન્સવાળા તેમને હોટલ-ઉતારો અને ભોજન આપે એટલું આશ્વાસન ખરું, પણ મોડા પડવાથી જે જે કામો બગડ્યાં ને નુકસાન થયું તેનું શું ? એનો જવાબ ઉતારુઓએ જાતે શોધી લેવાનો રહે. અમેરિકા જતાં પહેલાં ૨૧

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64