Book Title: America Jata Pahela
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 34
________________ Aloneness અને અમેરિકા વતનમાં છાપાંવાળોય કેમ છો ? કહી જાય છે. દૂધવાળોય આત્મીય બની જાય છે. નોકર ઘરના સભ્યનું સ્થાન લઈ શકે છે. ટપાલીય ‘ઓળખીતો’ હોય છે. વિના કારણ પણ વાતચીત કરતાં પ્રેમાળ માનવીઓ એ ભારતનું સ્વર્ગ છે. અમેરિકામાં એની કલ્પના પણ ન થઈ શકે. અહીં તો ખપ પૂરતું કામ અને બધું સૂમસામ. યાદ આવે કોલરિજ Alone Alone on a lonely sea. આખા ઘરમાં એકલી સ્ત્રી જ રહેતી હોય કે એકલો પુરુષ જ રહેતો હોય એવા એક સભ્યના પરિવારો અમેરિકામાં મોટી સંખ્યામાં છે. એમના સુખ-દુઃખમાં સહભાગી થનાર તો કોઈ નથી જ, એમની વ્યથા સાંભળનાર પણ કોઈ નથી. અમેરિકાના રસ્તાઓ પર જોઈએ તો કેટલાંય સ્ત્રી-પુરુષો કાર ડ્રાઇવ કરતાં એકલાં બડબડતાં હોય છે. આને જાત સાથેનો સંવાદ જરૂર કહી શકાય, પણ ઉપનિષદો જેને ‘આત્મસંવાદ' કહે છે એ તો આ નથી જ. 30 પોતાના પ્રશ્નો પોતે જ સૂલઝાવવાના હોવાથી ત્યાંનો માણસ એકલતા અનુભવે છે. એકના એક વિચારો એના મગજમાં સતત ઘુમરાયા કરે તો એ ડિપ્રેશનમાં સરી પડે છે. માનસિક બીમારીઓ એના પર કબજો મેળવી લે છે. આ પરિસ્થિતિ લાંબો સમય રહે તો તે માણસ સિઝોફ્રેનીઆનો ભોગ બને છે. ક્યારેક હિંસક બને છે. હાથમાં પિસ્તોલ આવી જાય તો આડેધડ અર્થહીન હત્યાઓ કરતાં પણ તે અચકાતો નથી. કુટુંબ અને સમાજ વગર બે જ વ્યક્તિ સુખેથી જીવી શકે - એક યોગી અને બીજો પાગલ. અમેરિકાનો માણસ ખૂબ દુઃખી છે, કારણ કે એ એકલો છે. Mathew Arnold કબૂલાત કરે છે We mortal millions, live alone. અમેરિકા જતાં પહેલાં ૩૪ 我

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64