Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૧૯૭ મું હોય જેના જુદા જુદા પ્રયત્નોથી જુદા જુદા પુદ્ગલે પરિણમે? જીવના જે પ્રયત્નથી પુગલનું પરિણામન થાય છે, તેને પ્રગ પરિણામ કહેવામાં આવે છે. પ્રવેગ પરિણતના ભેદ કેટલા? મોટા પંવિા ! ઉન્નત્તા પ્રયોગથી પરિણતના થયેલાના પાંચ પ્રકાર છે. પુદ્ગલાસ્તિકાય એક જાતિ છે. પરમાણુથી માંડીને અચિત્ત મહાત્કંધ સુધી પુદ્ગલની એક જાતિ છે. પ્રતિમા તથા પથ્થર સરખાં કહેનારને માતા તથા સ્ત્રી
સરખાં ખરાં કે ? મુગટ તથા કલશ બંનેમાં સેનું તે સરખું જ છે. પણ રાજાના શિરપર મુગટને બદલે કલશ મૂકાય? પુરૂષને ધોતી અને બદલે ચૂંદડીની ભેટ આપો તે પરિણામ શું આવે?, પુરૂષને કંકણ બલયુ અપાય?, દ્રવ્ય તે છે, દ્રવ્ય ભલે સમાન પણ ફરક આકારને છે. મુગટને અને કલશને આકાર છે. મુગટને આકાર જુદો છે, કલશને આકાર જુદો છે. મુગટ, ધતીઉં એ આકાર પુરૂષને લાયક છે. કલશ, ચૂંદડી, ચૂડો એ આકાર સ્ત્રીઓને લાયક છે. આકારને નહિ માનનારાઓએ અત્રે વિચારી લેવું, ભગવાનની પ્રતિમાને પથ્થર કહેનારાએ વિચારવું ઘટે કે માતા તથા સ્ત્રી બન્ને સ્ત્રીત્વથી સમાન છે, છતાં મા તે મા અને સ્ત્રી તે સ્ત્રી. પ્રતિમા પથ્થર સમાન તે પછી માતા તે સ્ત્રી, સ્ત્રી તે માતા, તેઓના મતે ખરીને! આકાર ભેદે પદાર્થો જુદા પડે છે. વર્ણ, રસ, ગંધ, પરિણામ ભેદે પદાર્થો જુદા માનવા પડે. પ્રગ-પરિણત પુદ્ગલે એક જ પ્રકારના નથી. શ્રી મહાવીર દેવ તેના પાંચ પ્રકાર ફરમાવે છે.
શંકાકાર એકલા વર્ણથી પાંચ પ્રકાર થાયઃ રસ, ગંધના ભેદે નહિ? જુદા જુદા વર્ણાદિ સંસ્થાનવાળા ભેદ છે છતાં તમે પાંચ જ પ્રકાર કેમ કહે છે?
અત્રે જે પાંચ ભેદ કહેવામાં આવ્યા છે તે વર્ગણાદિની અપેક્ષાએ કહેવામાં આવ્યા નથી, પરંતુ પરિણુમાવનાર જીવની અપેક્ષાઓ. સમજ્યા ! ઘર બધા સરખા પરનું આ ઘર અમુકનું, આ ઘર તમુકનું માલિક દ્વારા એ ભેદ છે. જગતના કેટલાક પદાર્થોની વિશિષ્ટતા માલિક દ્વારા જણાવવામાં આવે છે. પરિણમાવનાર છના ભેદે એ જ પાંચ ભેદ, સમજવા. એકેન્દ્રિયાદિ પાંચ જાતિ એ પાંચ ભેદ. મનુષ્ય ભલે અંધ