Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
શ્રી આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ છઠ્ઠો શ્રાવકની પ્રતિજ્ઞા કેટલી ?
શ્રાવકની દયા સવા વસાની છે. એનો પ્રતિજ્ઞા કેટલી ?, “ ત્રસ જીવને, નિરપરાધીને, નિરપેક્ષપણે ન મારૂં'
૧૭૨
સાપ પણુ મનુષ્ય કે જનાવરને શેાધી શેાધીને મારવાનું કામ કરતા નથી. કાઈ અથડામણમાં આવે તે તેને તે ડંખે છે. શ્રાવકની પ્રતિજ્ઞામાં પણ એ જ નિયમ કે પોતાના કૌટુંબિક, વ્યાવહારિક, માર્થિક, શારીરિક પ્રવૃત્તિમાં જે આડે ન આવે, આડે આવવાના ગુન્હા ન કરે, તેને મારવે નહિ, અર્થાત્ તેવા ત્રસ જીવને મારવે નહિ. સ્થાવર તે આડે આવવાનેા જ નથી, તેથી પ્રતિજ્ઞામાત્ર ત્રસને અંગે જ છે, સ્થાવરની પ્રતિજ્ઞા તે શ્રાવક માટે શકય જ કયાં છે ?, હવે ત્રસ જીવ કદી અપરાધી બને, અને શ્રાવક ન મારે તે વાત જુદી, પણ પ્રાંતિજ્ઞા તેવી નહિ. અરે ! વમાનમાં કેઈ જીવ અપરાધ ન કરતો હોય, એવા જીવના સબંધમાં પણ ભૂતકાલના અપરાધ માલુમ પડે, અર ભાવેષ્યમાં તે અપરાધ કરશે; એમ માલુમ પડે તે પણ પ્રતિજ્ઞા બંધનકર્તા નહિ. વળી પાતાનાં કામકાજો ચાલુ હાય તેમાં ત્રસ જીવા મરે એની પણુ પ્રતિજ્ઞા નહિ. વિચારો ! મૂડીભર ત્રસ જીવેાના અંગે પ્રતિજ્ઞામાં પણ કેટલી છૂટછાટની પોલ ?, એકેન્દ્રિય મારે તેના કરતાં એઇન્દ્રિયની વિરાધનાનુ ઘણું પાપ છે. એમ ઉત્તરશત્તર પાપ વધારે હાઈ, ત્રસ જીવેની વિરાધનાનો ત્યાગ પણ મોટા છે; અનતા એકેન્દ્રિય જીવાની જ્ઞાનશક્તિ કરતાં એક બે ઇન્દ્રિયની જ્ઞાનશક્તિ વધારે છે; એ રીતે પંચેન્દ્રિય પત સમજવાનુ છે. ત્રસને ન મારવાની પ્રતિજ્ઞામાં પણ પ્રતિજ્ઞા કરનારે ઘણું કર્યુ છે.
.
પ્રતિજ્ઞાની મર્યાદા.
સ્થાવર જીવામાં પણ શ્રાવક નિરર્થીક હિ ંસા કરતા નથી. પ્રતિજ્ઞા માત્ર સવા વસાની દયા ( વિરાધના ત્યાગ) પુરતી છે, પણ દયા તા સવ જીવ પ્રત્યે હૃદયમાં છે. પ્રજ્ઞા ત્રસ જીવે પુરતી છે, અને એકેન્દ્રિય જીવાની બધી છૂટી છે, અને ત્રસની બાધા છે; એમ બને ?, દિવસે ન ખાવુ અને રાત્રે જમવું, અનાજ ન ખાવુ અને માંસ જ ખાવુ, પાણી ન પીવું. અને દારૂ જ પીવે; આવી પ્રતિજ્ઞા હેાય ?, ન જ હાય.