Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185 Author(s): Anandsagarsuri, Hemsagarsuri Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust View full book textPage 7
________________ બુદ્ધિ યુગમાં ઘણા તેવા સમર્થ શારા તૈયાર થઈ શકે અને પરંપરાગમસ્કૃતને અવિચ્છિન્ન પ્રવાહ વહેતો રહે. વર્તમાનમાં આપણા ઉપકારી પૂર્વના મહાપુરુષો આપણા માટે શ્રતને મહાવીરસે મૂકી ગયા છે, જેને નિરંતર અપ્રમાદપણે અભ્યાસ કરવામાં આવે તે ત્રણ જિદગીમાં પણ શ્રતાભ્યાસ અપૂર્ણ રહે એમ કહેવામાં અતિશયેક્તિ ન ગણાય. આવા કપરા કાળમાં શાસનના સદભાગ્યે શાસનપ્રભાવક બહુશ્રુત આગમ દ્ધારક આચાર્યશ્રી આનન્દસાગરસૂરીશ્વરજી મહારાજાએ અનેકાનેક શાસનસેવાનાં તીર્થરક્ષાનાં કાર્યો ઉપરાંત પરંપરાગમ ટકાવવા માટે પિતાના જીવન દરમ્યાન મહાપુરુષાર્થો અને સુસાહસે કરેલા છે. હસ્તલિખિત પ્રતે વાંચવાની કળા આજે લુપ્તપ્રાય થતી જણાય છે. તેવી પ્રાચીન પ્રતે વાંચી, ટીકાઓ સાથે મૂળ આગમે સુસંગત કરી અત્યારના કાળના શ્રમને સુવાચ્ય બને તે રીતે શક્ય અર્વાચીન પદ્ધતિથી સુંદર રીતે સંપાદન કરાવ્યાં. સાધુ-સાધ્વી સમુદાને ગંભીર ગ્રંથેની વાચનાઓ આપી. ભાવિ પેઢીમાં કઈ અપલા૫ ન કરે, સૂત્ર ન ઓળવે, તે માટે આરસપાષાણમાં અને તામ્રપત્રોમાં સંશોધનપૂર્વક કરાવી આગમશાસ્ત્રોને અખંડિત-સુરક્ષિત કર્યા. વળી તેમના અસાધારણ તલસ્પર્શી ઊંડા આગમાદિ શાસ્ત્રોના જ્ઞાનની વ્યાખ્યાન દ્વારા ચતુર્વિધ શ્રી સંઘને પ્રભાવના કરી. તે સમયના શ્રેતાઓ તેમની અમેઘવાણી શ્રવણ કરી ઘણું શાસ્ત્રરહસ્ય પામી ગયા. પરંતુ ભાવી પેઢીને પણ તેમની વૈરાગ્ય વાણીને લાભ મળે તેવા શુભાશયથી બાળવયમાં જ્યારે શ્રવણ કરતા હતા ત્યારે તેમન, બેલેલા શબ્દ શબ્દના હું અવતરણ કરતે હતે. ઘણું વર્ષો વીત્યા બાદ તેમની વાણીને અક્ષર-લિપિ દેહ આપી પુસ્તકમાં પ્રતિષ્ઠા કરાવી. શરુમાં મારા અવતરણે સિદ્ધચક્ર પાક્ષિક-માસિકમાં છપાતાં હતાં. પરંતુ તેમાં તે ગણતરીના જ વ્યાખ્યાને છપાવી શકાય. એટલે મેં પેન્સીલથી લખેલાં વ્યાખ્યાને શાહીથી પ્રેસકેપી કરાવી સુધારી મઠારી પેરેગ્રાફ, હેડીંગ વગેરેની ગોઠવણી કરી વાચકને સુગમ પડે તેમ તૈયાર કરાવ્યાં. આનંદસુધાસિંધુ, આગમ દ્વારક દેશના સંગ્રહ, પર્વવ્યાખ્યાન સંગ્રહ, ભગવતી સૂત્રના ૮ મા શતકનાPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 444