________________
પ્રવચન ૪૦ મું સમકિતી કે મિથ્યાત્વીને આત્મા હોય, છદ્મસ્થ કે કેવળીને આત્મા હોય પણ સ્વરૂપે અનંત જ્ઞાન-દર્શન–વીર્ય સ્વરૂપ છે. આ માન્યતા મગજમાં રાખો તે, આગળ ઘૂંચાશે નહીં. અરિહંત પણ આ પણ આત્મા જેવા, ગુરૂઓ આપણે આત્મા જેવા છે, તેમને પૂજ્ય શા માટે ગણીએ છીએ? એમના આત્મામાં કેવળ વધારે ને આપણામાં ઓછું છે એમ નથી. ઝવેરાતનું શીખવાવાળો નાનો છોકરો મોટા ઝવેરીની તહેનાતમાં રહે. નાનો છોકરો ઝવેરીના કુળમાં જન્મેલે તેને છોકરે છે છતાં, પિતાને ઝવેરાતનું શિક્ષણ મળ્યું નથી, ત્યાં સુધી ઝવેરીની તહેનાતમાં રહેવાની જરૂર, તેમ તીર્થંકર અને ગુરુઓ ઝવેરી સરખા છે. જ્યાં સુધી શીખે નહીં ત્યાં સુધી ઝવેરીની તહેનાતમાં રહેવું પડે, તેમ આપણે પણ અનંતજ્ઞાનવાળા ને તે આપણે પ્રગટ કરવાના છે, તેમણે ગુણો પ્રગટ કર્યા છે, માટે તેમની તહેનાતમાં શીખવા રહેવું પડે. ઝવેરીને ત્યાં યાવત્ છોકરાની ગાંડ વાવાળા થઈને શીખવા રહે છે, તેમ સંપૂર્ણ સ્વરૂપે પ્રગટ કરવા રહેલે કહ્યું કાર્ય ન કરવું તે હોય જ નહીં. શરીર સુકવવું, ઇદ્રિનું પોષણ ન કરવું તે ન કરવું, ઝવેરીની તહેનાત બરાબર સાચવ્યા વગર કસબ નહીં મળે, તે અહીં સર્વજ્ઞ, સર્વદર્શનીની તહેનાતમાં રહી સેવામાં–ખીજમતને ખામી લગાડીએ તે જ્ઞાનાદિક ગુણ મેળવી નહીં શકીએ.
એક વાત ધ્યાનમાં રાખવાની, તહેનાતમાં બરોબર રહેનારો છતાં ઝવેરાત ઉપર લક્ષ્ય ન હોય તે શીખવે નહીં. ઘાટી, ભટ, ભય છે. ઝવેરાતના લક્ષ્ય વગર ઝવેરીને ત્યાં પાણીના લેટા ભરે, ગાદીઓ પાથરે, બધું કરે, તે તેનું નામ ભટ, ઘાટ, ભયે, તેમ જિનેશ્વરની કે સદગુરુની સેવા કરીએ, સેવા બરોબર ઉઠાવીએ છતાં, આત્માના વિકાસ તરફ લક્ષ્ય ન હોય તો, જિનેશ્વરના ભટ, ભૈયા ને ઘાટી જેવા છે. જિનેશ્વરની સેવા કરતાં ગુરુની આરાધના કરતાં આપણું લક્ષ્ય કયાં? પાણીને લાટો ભરવા જાય તે પણ કયારે લેટો ભરી જઉં ને ઝવેરાત દેખું. કરે બધી ખીજમત છતાં લક્ષ ઝવેરાત ઉપર, તેમ દેવની સેવા ગુરુની પૂજામાં લક્ષ્ય ક્યાં હોય ? આત્મસ્વરૂપ પ્રગટ કરવા તરફ જ લક્ષ્ય હાય. ધર્મ કરણી કરતાં આપણું લક્ષ્ય કીસબ શીખવા તરફ હોય. કો કસબ ? મોતીને તેજાબમાં નાખવાનો કસબ નહીં ગણાય. અહીં તે
૨૪