Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૭૦
આભિરી વંચક વણિક્ ની માફ્ક. તે દૃષ્ટાંત આ પ્રમાણે છે .
P
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
કોઈ એક નગરમાં એક વણિક્ દુકાન - હાટડી રાખીને વ્યવહાર વેપાર કરતો હતો. કોઈ એક આભીરણ સરળ સ્વભાવની હતી તે બે રૂપિયા લઈને કર્યાસ નિમિત્તે તેની દુકાને આવી. ત્યારે કર્પાસ સમર્થ હતો. તેથી વણિકે એક રૂપિયાનો બે વખત તોલીને કર્પાસ આપ્યો. તેણીએ બે વખત છે, તેમ સમજીને બંને રૂપિયા આપી દીધા. તેણી પોટલી બાંધીને ચાલી ગઈ.
પણ વણિકે વિચાર્યું કે આ રૂપિયો તો મને ફોગટમાં મળેલ છે. તો હું આનો ઉપભોગ કરું. તેણે તે રૂપિયાના ઘી અને ગોળ ખરીદીને ઘેર મોકલ્યા. તેની પત્નીને કહેવડાવ્યું કે ઘેવર બનાવજે. તેણીએ ઘેવર બનાવ્યા. જમાઈ તેના મિત્ર સાથે આવ્યો. તેને ઘેવર પીરસ્યા. તે ખાઈને ચાલ્યો ગયો. વણિક્ સ્નાનાદિથી પરવારીને ભોજનાર્થે આવ્યો. તેની પત્નીએ તેનો રોજિંદુ ભોજન પીરસ્યુ. વણિકે પૂછ્યું - કેમ ઘેવર ન બનાવ્યા? તેણી બોલી - બનાવેલા હતા. જમાઈ તેના મિત્ર સાથે આવેલો, તે ખાઈ
ગયા.
.
વેપારી વિચારવા લાગ્યો - જુઓ, મારે આ કેવું થયું? તે વિચારી આભિરણને છેતરીને મેં બીજાના નિમિત્તે મારા આત્માને પાપ વડે જોડ્યો. તે આમ વિચારતો શરીર ચિંતાર્થે નીકળ્યો, ઉનાળો તપતો હતો. તે મધ્યાહ્ન વેળાએ શરીર ચિંતા નિવારી એક વૃક્ષની નીચે વિશ્રામ કરતો હતો. તેટલામાં કોઈ સાધુને ભિક્ષા નિમિત્તે જતાં જોયા. તેણે સાધુને કહ્યું - ભગવન્! આ વૃક્ષની છાયામાં મારી સાથે અહીં વિશ્રામ કરો.
સાધુ બોલ્યા - ના, મારે જલ્દીથી મારા કાર્યને માટે જવું જોઈએ. વણિકે પૂછ્યું • ભગવન્ ! શું કોઈ પણ પરકાર્યને માટે પણ જાય છે ? સાધુએ કહ્યું, જેમ તું જ પત્ની આદિના નિમિત્તે ક્લેશ પામે છે, તે પરકાર્ય જ છે. તે એક જ વચનથી બૌધ પામીને બોલ્યો - ભગવન્! તમે ક્યાં રહો છો? તેણે કહ્યું - ઉધાનમાં. પછી તે વણિક્ સાધુનું કાર્ય પુરુ થયું હશે તેમ જાણીને તેની પાસે ગયો. ધર્મ સાંભળીને બોલ્યો - હું સ્વજનને પૂછીને આવું છું. તમે મને પ્રવ્રજ્યા ગ્રહણ કરાવો.
વણિક્ પોતાને ઘેર ગયો. બંધુ, પત્ની આદિને બોલ્યો - જેમ દુકાનમાં વેપાર કરતા તુચ્છ લાભ થાય, તેથી હું દિશાવાણિજ્ય કરીશ. બે સાર્થવાહ હતા. તેમાં એક મૂલ્ય ભાંડ આપીને સુખેથી ઇષ્ટપુરને પ્રાપ્ત કરે છે, તેમાં ઉપાર્જિત કંઈ ગ્રહણ કરતાં નથી. બીજો ભાંડનું કંઈ મૂલ્ય આપતો નથી. પૂર્વોપાર્જિત પણ બનાવી લે છે. તો હું કોની સાથે જઉં?
Jain Education International
સ્વજનોએ કહ્યું - પહેલાં સાથે જાઓ. તે તેમનાથી સમનુજ્ઞાત થઈ સ્વજનો સહિત ઉધાનમાં ગયો. તેઓએ પૂછ્યું - સાર્થવાહ ક્યાં છે? તેણે કહ્યું - પરલોકમાં સાર્થવાહ આ સાધુ છે, તે અશોક છાયામાં બેસીને પોતાના ભાંડ વડે વ્યાપાર કરે છે. એમની સાથે હું નિર્વાણ નગરે જઈશ. એમ કહીને પ્રપજિત થયો.
જેમ આ વણિક સ્વજન પાસે સ્વતત્ત્વને વિચારીને પ્રવ્રજ્યા પ્રતિ આદરવાળો
For Private & Personal Use Only
www.jainelibrary.org