Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
ઉત્તરાધ્યયન મૂલસબ-સટીક અનુવાદ/૧ તેઓને કાળ પ્રમાણે ઇષ્ટ હોય તેવો આહાર કે આજીવિકા આપતી ન હતી. તેથી તે બધાં નાસી ગયા. કમત્તિ પરિહાનિથી વૈભવથી પરિહાની થઈ.
- વણિક આવ્યો. આ પ્રમાણે વૈભવની પરિહાનિ આદિ જોઈને તે સ્ત્રીને ઘરમાંથી કાઢી મૂકી.
ત્યાર પછી બીજી સ્ત્રીને પુષ્કળ શુલ્ક આપીને તેણી સાથે વિવાહ કર્યો. ત્યારે તેના સ્વજનોએ કહ્યું કે, જે પોતાને રક્ષે છે, તે પરિણિત રહી શકશે. તેણીએ તે વાત સ્વીકારી. વણિક સાથે વિવાહ કરીને તેણી રહી, પછી વણિક વાણિજ્યને માટે ગયો. તેણી પણ દાસ, નોકર, કર્મકાદિને આદેશ આપીને કામ કરાવતી હતી. તેઓને પૂર્વાર્ણ આદિ કાળે ભોજન આપતી હતી. મીઠી વાણી વડે ઉત્સાહિત કરતી હતી. તેમને વેતન પણ કાળને બગાડ્યા વિના આપતી હતી. તેણી પોતાના શરીરની શુશ્રુષારત પણ ન હતી. એ પ્રમાણે પોતાનાને રક્ષણ કરતી, પતિની રાહ જુએ છે. જ્યારે વણિક આવ્યો ત્યારે આ પ્રમાણે જોઈને સંતુષ્ટ થયો. તેણીને સર્વસ્વામિની બનાવી.
આ પ્રમાણે અહીં અપ્રમાદ ગુણને માટે અને પ્રમાદ દોષને માટે થાય છે. - xપ્રમાદનું મૂળ રાગ-દ્વેષ છે, તેથી સોપાય તેનો પરિહાર કહે છે -
• સૂત્ર - ૧૨૬, ૧૭ -
વારંવાર મોહમણો ઉપર વિજય પામવામાં સનીલ, સંયમમાં વિચરણ કરતા શ્રમણને અનેક પ્રકારના પ્રતિકૂળ સ્પર્શ પરેશાન કરે છે. પરંતુ સાધુ તેમાં મનથી પણ તેષ ન કરે.. અનુકૂળ સ્પર્શ ઘણાં લોભામણા હોય છે. પરંતુ સાધુ તથાપકારના વિષયોમાં મન ન લગાડે. ક્રોધથી પોતાને બચાવે, માન અને માયા ન સેવે, લોભનો ત્યાગ કરે.
• વિવેચન - ૧૨૬, ૧૨૭ -
વારંવાર આ સતત પ્રવૃત્તિ ઉપલક્ષણ છે. મોહ પામે છે - જાણવા છતાં પણ પ્રાણીને આકુલ કરે છે, પ્રવતવિ છે, અન્યથા કરે છે તે મોહ, તેના ગુણો, તે મોહગુણો - તેના ઉપકારી શબ્દાદિ, તેનો અભિભવ કરે છે. અર્થાત અવિચ્છેદથી તેના જયમાં પ્રવર્તે અથવા કથંચિત મોહનીયના અત્યંત ઉદયથી એકદા તેના વડે પરાજિત થવા છતાં, ફરી ફરી તેના જય પ્રતિ પ્રવર્તમાન, પણ તેથી જ વિમુક્ત સંયમ ઉધોગ-ઉધમી ન થાય.
અનેકવિધ કઠોર વિષમ સંસ્થાનાદિ ભેદ રૂપ - આનું સ્વરૂપ હોવાથી અનેક રૂપા શ્રમણો વિચરે છે. ફાસ - પોતપોતાની ઇંદ્રિયોના ગૃહમાણપણાથી સ્પર્શે છે, માટે સ્પર્શી - શબ્દ આદિ તેના ગ્રહણ કરવાપણાથી સંબંધ કરે છે. અસમંજસ - અનનુકૂળ જ અથવા સ્પર્શન વિષયક - સ્પર્શો સ્પર્શે છે, સ્પર્શનું ઉપાદાન તેના દુર્જયત્વ વ્યાપિત્વથી છે.
તે સ્પશમાં મુનિ, મનથી ઉપલક્ષણત્વથી વાચા ને કાયા વડે, અથવા મનથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org