Book Title: Agam Deep 10 Panhaavagaranam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 38
________________ 27 આશ્રવ, અધ્યયન-૫ |ભોગવ્યા સિવાય ન છૂટા તેવું કર્મ છે. [૨૫-૨૯ોએ પ્રમાણે આસવો કર્મરુપી રજથી જીવને મલિન કરે છે અને સમયે સમયે જીવને ચાર ગતિના કારણ રુપ સંસારમાં રખડાવે છે. તે અનંત અધર્મયુક્ત અને અતિપુણ્ય જીવો ધર્મને સાંભળતા નથી અને સાંભળીને પ્રમાદ કરે છે, તેઓ સર્વ ગતિમાં ભટકે છે. બહુ પ્રકારે ઉપદેશ પામ્યા છતાં મિથ્યાદ્રષ્ટિ અને બુદ્ધિહીન અને નિકાચિત કર્મથી બંધાયેલા મનુષ્યો ધર્મને સાંભળ્યા છતાં આચરે નહિ. સર્વ દુઃખોનો અંત લાવનાર, ગુણમાં મધુર એવા જિનવચન રુપી ઔષધ આપ્યા છતાં જેઓ તે પીવાને ઈચ્છતા નથી તેઓ શું કરી શકવાના છે ? જેઓ પાંચ આસ્રવ છાંડીને પાંચ સંવરને ભાવપૂર્વક પામે છે, તે કર્મપી રજથી મુક્ત થઈને સિદ્ધિને પામે છે. [ અધ્યયનઃપ-આસદ્ધાર-પનીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ! | આAવાર-ગુર્જરછાયાપૂર્ણ | જ સંવરદ્વાર ન (અધ્યયન-સંવરહારઃ 1) [30] હે જંબૂ! સર્વ દુઃખોના ક્ષયને માટે જે રીતે ભગવંતે કહ્યા છે તે રીતે હું પાંચ સંવરદ્વારને અર્થાત્ આશ્રયનિરોધ દ્વારોને અનુક્રમે કહીશ. [૩૧]પહેલું અહિંસા, બીજું સત્ય, ત્રીજું દત્તાનુગ્રહણ (આજ્ઞા આપેલી વસ્તુજ લેવી) ચોથું બ્રહ્મચર્ય અને પાંચમું અપરિગ્રહત્વ. [૩૨]પાંચ સંવર દ્વારોમાં પહેલું અહિંસા (સંવરદ્વાર) ત્રસ અને સ્થાવર જીવોને કલ્યાણકારી એવી આ અહિંસાને ભાવના સહિત તેના ગુણોના પરિચયપૂર્વક કહીશ. [33] સુવ્રતધારી જંબૂ! જે સંવરો કહેવાયા છે તે સંવર આ પ્રકારે મહાવત રૂપ છે લોકહિતને માટે શ્રેષ્ઠ વ્રત સ્વરૂપ છે. શ્રતમાં તેને સાગર સમાન કહ્યા છે. તપસંયમ-મહાવ્રત રૂપ છે. શ્રેષ્ઠ શીલ-ગુણરૂપ પણ છે, સત્ય અને આર્જવતા રૂપ છે. ચાર ગતિનું વર્જન થાય છે. સર્વે જિનેશ્વરોએ તે ઉપદેશેલ છે. કર્મ રજના વિદારક છે. સેંકડો ભવોનો નાશક છે. સેંકડો દુઃખોનો સંવરવડે મોક્ષ-છુટકારો થાય છે સેંકડો સુખોનો પ્રવર્તક છે. કાપુરુષો વડે ધારણ કરવાને અરાક્ય અને પુરુષો વડે સેવન-આચરણ કરવા યોગ્ય છે. નિવણ ગમન કે સ્વર્ગની પ્રાપ્તિ કરાવનાર છે. તેવા પ્રકારના આ પાંચ સંવર દ્વારો છે. તેમાં પહેલું “અહિંસા" છે. આ અહિંસા દેવ મનુષ્ય અને અસુર લોક ને માટે દ્વીપ સમાન છે. જીવોને માટે રક્ષણ-શરણ-ગતિ-પ્રતિષ્ઠા રૂપ છે. આ અહિંસાના નિવણ. નિવૃત્તિ, સમાધિ, શાંતિ કિતિ. રતી, વિરતી, મૃતાંગ, તૃપ્તિ, દયા, વિમુક્તિ શાન્તિ સમ્યફ આરાધના, મહતી, બોધી, ધૃતિ, સમૃદ્ધિ, ઋદ્ધિ, વૃદ્ધિ, ચિતિ, પુષ્ટિ, નંદા, ભદ્રા, વિશુદ્ધિ, લબ્ધિ. વિશિષ્ટ દ્રષ્ટિ કલ્યાણ, મંગલ, પ્રમોદ, વિભૂતી, રક્ષા, સિદ્ધિ-આવાસ. અનાસવ, કેવલીનું સ્થાન, શિવ, સમિતિ, શીલ, સંયમ, શીલગૃહ, સંવર, ગુખી, અધ્યવસાય, ઉશ્રય, યજ્ઞ આયતન,જયણા,અપ્રમાદ,આશ્વાસ,વિશ્વાસ, અભય,સર્વ જીવોની લક્ષ્મીનાઅનાઘાત, ચોક્ષા, પવિત્ર, શુચિ, પૂજા, વિમલા, પ્રકાશરૂપ નિર્મલતર વગેરે સાઈઠ નામો કહ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53