Book Title: Agam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 20
________________ મૂલ-૩ પ્રકાર કહેવાથી ચાર પ્રકાર તો તેમાં સમાવિષ્ટ જ છે. માટે છ ભેદૈનિક્ષેપ કહે છે - - મૂલ-૪ : જેમ કુલકમાં ચોથો ભાગ અવશ્ય સંભવે, તેમ છ ભેદે નિક્ષેપ થકી ચાર ભેદે નિક્ષેપ અવશ્ય સંભવે છે, તેથી છ ભેદે નિક્ષેષ કહું છું. • વિવેચન-૪ : ૨૧ ચાર સેતિકાના એક કુલકમાં તેના ચોથા ભાગરૂપ સેતિકા અવશ્ય વિધમાન હોય, તેમ છ ભેદના નિક્ષેપમાં ચાર ભેદે નિક્ષેપ અવશ્ય સંભવે, તેથી તે છ નિક્ષેપની પ્રરૂપણા કરું છું. પ્રતિજ્ઞાને નિર્વહતા કહે છે – • મૂલ-૫ ઃ નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ છ ભેટે પિંડે છે. • વિવેચન-૫ : નામપિંડ, સ્થાપનાપિંડ, દ્રવ્ય વિષયક પિંડ તે દ્રવ્યપિંડ, ક્ષેત્રનો પિંડ અને ભાવ પિંડ. એમ છ ભેદે પિંડનો નિક્ષેપ થાય છે. તેમાં નામપિંડની વ્યાખ્યા કરવા અને સ્થાપના પિંડનો સંબંધ કરવાને કહે છે – • મૂલ-૬ ઃ પિંડ એવું નામ તે ગૌણ કે સિદ્ધાંતોક્ત કે બંને વડે કરેલું હોય કે ન હોય તેને નામ પિંડ કહે છે. હવે હું સ્થાપના પિંડને કહીશ. • વિવેચન-૬ : ‘પિંડ’ એવા અક્ષરની શ્રેણિરૂપ તે ‘નામપિંડ’. નામ એવો તે પિંડ. ‘નામ’ ચાર પ્રકારે – ગૌણ, સમરાજ, ઉભયજ, અનુભયજ. (૧) ગૌણ-ગુણથી આવેલ. તેમાં ગુણ-શબ્દની વ્યુત્પત્તિ રૂપ પદાર્થ-જેમકે સ્વત ધાતુ દીપ્તિ અર્થે છે, તેથી ખ્વનન એટલે દીપન. - ૪ - પદાર્થને વિશે પ્રવર્તતા જે જે શબ્દો, તેની વ્યુત્પત્તિના કારણરૂપ જે દ્રવ્ય, ગુણ કે ક્રિયા તે ગુણ કહેવાય છે. તેમાં શ્રૃંગી, દંતી આદિ શબ્દોમાં વ્યુત્પત્તિના કારણરૂપ દ્રવ્ય છે. જાતરૂપ, સુવર્ણ આદિમાં વ્યુત્પત્તિ નિમિત્ત ગુણ છે. તપન, શ્રમણ, દીપ આદિમાં વ્યુત્પતિ નિમિત ક્રિયા છે. જાતિ નામની વ્યુત્પત્તિનું નિમિત્ત ન થાય પણ પ્રવૃત્તિનું નિમિત્ત થાય છે. જેમકે શબ્દનું પ્રવૃત્તિ નિમિત્ત ‘ગોજાતિ' છે. - ૪ - ૪ - પરંતુ જે જાતિવાચી શબ્દો વ્યુત્પત્તિ રહિત છે અને યથાકથંચિત્ જાતિવાળાને વિશે રૂઢિ પામેલા હોય તે શબ્દોમાં વ્યુત્પત્તિનું નિમિત્ત જ નથી. તો પછી તેવા શબ્દોમાં જાતિ સંબંધિ વ્યુત્પત્તિ નિમિત્તનો પ્રસંગ જ ક્યાંથી હોય ? ન હોય. તેતી તે જાતિ ગુણના ગ્રહણ વડે ગ્રહણ કરી શકાતી નથી. ઈત્યાદિ - ૪ - ૪ - સમયજ - અર્થ રહિત હોય અને સિદ્ધાંતમાં જ પ્રસિદ્ધ હોય તે સમયજ કહેવાય. જેમ ઓદનનું પ્રાકૃતિકા નામ સિદ્ધાંતમાં પ્રસિદ્ધ છે. ઉભાજ - ગુણ વડે પણ પ્રસિદ્ધ અને સમયમાં પણ પ્રસિદ્ધ હોય તે ઉભયજ પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ કહેવાય. જેમ ધર્મધ્વજનું ‘રજોહરણ’ નામ છે. આ નામ સિદ્ધાંત પ્રસિદ્ધ પણ છે અને અર્થયુક્ત પણ છે. તે આ રીતે – જેના વડે બાહ્ય અને અત્યંતર રજ હરાય, તે રજોહરણ. બાહ્યરજને દૂર કરે તે પ્રસિદ્ધ છે, આત્યંતર રજને દૂર કરનાર સંચમયોગો છે તેઓનું મરણ ધર્મલિંગ રજોહરણ છે. કારણને વિશે કાર્યના ઉપચારથી તે રજોહરણ કહેવાય. ૨૨ અનુભયજ - જેમકે શૂરતા, ક્રૂરતા આદિ ગુણરૂપ કાર્ય અસંભવ છે. તેથી સિંહરૂપ કારણમાં તે કાર્યના ઉપચારનો અભાવ છે. એવા કોઈ પુરુષનું સિંહ એવું નામ પાડ્યું. એ રીતે દેવદત્ત. એ જ રીતે ‘પિંડ' એ અક્ષરોના સમૂહરૂપ નામ પણ ગૌણાદિ ભેદે ચાર પ્રકારે છે. સજાતીય કે વિજાતીય ઘણાં કઠિન દ્રવ્યોનો સમૂહ કરવાથી ‘પિંડ' એવું નામ પ્રવર્તે, તે ગૌણ કહેવાય. વળી સિદ્ધાંતની ભાષાથી પાણીને વિશે પિંડ નામનો પ્રયોગ કરવાથી તે સમયન કહેવાય. - X - જેમકે - આચારાંગ સૂત્રમાં કહેલ છે કે – તે સાધુ કે સાધ્વી પિંડ લેવા ગૃહસ્થને ઘેર પ્રવેશી પાણીને જુએ તે આ પ્રમાણે તલનું પાણી, તુષનું પાણી આદિ, અહીં પાણી પણ પિંડ કહ્યું. ૩પયન - જેમકે સાધુ-સાધ્વી ગૃહસ્થને ત્યાંથી ગોળનો પિંડ કે સાથવાનો પિંડ પ્રાપ્ત કરે, તે ‘પિંડ’ શબ્દ ઉભયજ કહેવાય. કેમકે તે સમયમાં પ્રસિદ્ધ છે અને અન્વર્યયુક્ત પણ છે. અનુભવન - કોઈ માણસનું પિંડ એવું નામ કરે, પણ શરીરના અવયવ સમૂહને ન વિવક્ષે તે. ગાથાનો અક્ષરાર્થ કહે છે – જે પિંડ એવું નામ તે “ગૌણ” છે. સમય કૃત્ - તે સમયમાં પ્રસિદ્ધ, તદુખવસ્તૃત - ગુણ અને સમય બંનેથી યુક્ત. અનુભવન - અન્વ રહિત અને સમયમાં અપ્રસિદ્ધ. આ ચારે ભેદોને તીર્થંકરાદિ નામપિંડ કહે છે, હવે હું સ્થાપના પિંડ કહીશ. • મૂલ-૭ :- [ભા] ગુણ વડે બનેલ હોય તે જ ગૌણ નામ છે, એમ અર્થવિદો યથાર્થ કહે છે, તે ગૌણનામ-ક્ષપણ, જ્વલન, તપન, પ્રદીપ આદિ છે. • વિવેચન-૭ : ગુણ વડે એટલે પરાધીન વ્યુત્પત્તિના નિમિત્તરૂપ દ્રવ્યાદિ વડે જે બનેલું હોય તે ગૌણ નામ કહેવાય. જેના ગુણ વડે બનેલું હોય, તેના ગુણથી કે વસ્તુને વિશે આવેલું નામ તે ગૌણ કહેવાય છે, ગૌણ નામને અર્થવિદો યથાર્થ કહે છે. તે ગૌણ નામ ત્રણ પ્રકારે છે – દ્રવ્ય નિમિત્ત, ગુણ નિમિત્ત અને ક્રિયા નિમિત્ત. ત્રણેની વ્યાખ્યા પૂર્વે કરેલી છે. તેમાં પિંડ એવું જે નામ તે ક્રિયાનિમિત્ત છે, જેમકે - ૪ - કર્મને ખપાવે તે ક્ષપણ, આ ગૌણ નામ ક્રિયાનિમિત્ત છે. એ જ પ્રમાણે બાકીના દૃષ્ટાંતો જાણવા. જેમકે બળે તે જ્વલન - અગ્નિ, તપે તે તપન - સૂર્ય,

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100