Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
Th( 5.
પરમાણના પિંડમાંથી અમે ટોપાનો ભાગ બનાવીએ છીએ, કારણકે સર્વ સદ્દગુણો એક સંપીપણું સાધી, વિવિધ પ્રકારે વિખરાયેલા દુર્ગુણોને ધૈર્યના બાણથી વીંધી નાખે છે. ઉત્તમોત્તમ મસ્તકના ભાગનું સંરક્ષણ કરે છે. ત્રિવિધ તાપના ઉડતાંતિખારાઓને બુઝાવી નાખે છે, પ્રજાળી દે છે માટે સૌથી શ્રેષ્ઠ સામાયિક યોગ્ય ધર્મધ્યાન-શુક્લધ્યાનમાંથી પ્રાપ્ત થયેલા ઉજળા પરમાણને જ અમે ગ્રહણ કરી આ ભાગ બનાવીએ છીએ, તેથી તેમાં નામ અંકિત કરીએ છીએ સામાયિક. (૨) કવચનો બીજો ભાગ ગ્રીવા તેમજ ભુજાનો – તેની સામગ્રી માટે શાંતરસના પરમાણુ ગ્રહણ કરીએ છીએ. એકલા એકાંત શાંતરસના પરમાણુથી નિર્મિત થયેલી કાયા ફક્ત તીર્થંકરોની જ હોય છે માટે અમે બધી સખીઓ ચઉવીસંથો બોલી અર્થાત્ ચોવીસ તીર્થંકરની સ્તુતિ એકલય તાલબદ્ધ સ્વરથી બોલી, ભક્તિરૂપી ભાગીરથીમાં અવગાહન કરી, પ્રભુનો જન્મ મહોત્સવ, વૃદ્ધિ, સંવત્સરદાન, દીક્ષા કલ્યાણક, આગલાભવમાં સંયમ તપથી કરેલી આરાધનાથી સર્વજીવ કહું શાસનરસીની ભાવના, વાસનાને વાત્સલ્યમાં પલટાવતા, વિષમ ભાવ સામે સમભાવ રાખતા, કૂરની સામે કોમળતા દાખવતા, પરીષહ દેનારને પ્રસન્નતા અર્પતા, ક્રોધાંધ પર ક્ષમા વરસાવતા, સહનશીલતાના ગુણો ધરાવતા, સામર્થ્યયોગ દ્વારા કર્મક્ષય કરતાં દોષોને, દફનાવતા, પ્રતિક્રિયાના ત્યાગી, વિશ્વના રાગી-વૈરાગી બની વીતરાગતા તરફ ઝૂકતા, પ્રભુના મોક્ષ સુધીના દ્રશ્યો નિહાળતા-નિહાળતાં, સિદ્ધદશામાં પહોંચતા અને આ શાંતરસના પરમાણુના પિંડરૂપ કાયાને છોડી જતાં પરમ અહિંસાના અવતારને વંદન કરી તે પુદગલોની ઉર્જા ગ્રહણ કરી ભક્તિ ભરેલા હૃદયે ગ્રીવા તથા ભૂજા ઢંકાઈ જાય તેવા આકારનો આ બીજો ભાગ બનાવીએ છીએ, તેથી તેમાં ચઉવીસંથો નામ અંકિત કરીએ છીએ. (૩) કવચનો ત્રીજો ભાગ વક્ષસ્થળ :– વક્ષ:સ્થળ અને પીઠના આકારવાળા આ કવચનો આકાર પણ તેવો જ છે. તેની સામગ્રી અહંકારને ઓગાળતાં, વિનયને ભજતાં, માનને મોડી, હાથ જોડી, ઉત્કટ આસને બેસી, દેવાધિદેવ અરિહંતને પ્રશ્ન પૂછી, ત્રિપદી તત્ત્વને જાણી, સંપૂર્ણ શ્રુતજ્ઞાનને પ્રાપ્ત કરતાં, ત્રણ યોગની એકતા સાધી દ્વાદશાંગીની રચના કરતાં, અનેકને ધર્મ માર્ગે ચઢાવતાં, પંચાચારમાં સ્થિર કરતાં, ઉપાસનાના ઉપાસક બનાવતા, ચતુર્વિધ સંઘનું સંરક્ષણ-સંવર્ધન કરતાં, દેવાધિદેવથી લઈને રત્નાધિકની અલ્પમાત્ર કિલામના ન કરતા, ખામેમિ નામના તત્ત્વની ઉર્જાના ઉજ્જવળ પરમાણુઓને વાસિત કરતા, અવિનય, આશાતનાને જડમૂળમાંથી ઉખેડી નાખતાં આચાર્યાદિ પરમેષ્ઠિઓ, નીચગોત્રનો નાશ કરી ઉચ્ચગોત્ર, આદેય આદિ નામ કર્મના સદ્દભાગી બનતા પચીસ આવશ્યક ક્રિયાઓના નામ પ્રમાણે મુદ્રા રચતા, અહોભાવથી ઝૂકતા,
(38