Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
આવશ્યક-૪: પ્રાથન
.
|
૪૩ |
મર્યાદાથી અધિક સમય પ્રમાદથી સૂઈ રહેવું, ઘણા અથવા સુંવાળા ગાદી તકિયા વાપરવા, પજ્યા વિના પડખાં ફેરવવા અને તે દ્વારા કીડી, કુંથવા વગેરે સૂક્ષ્મ જીવોની હિંસા થવી, ઉઘાડા મોઢે બગાસા ખાવા, સ્વપ્નમાં દૃષ્ટિની વિપરીતતાથી કુચેષ્ટા કરવી, સ્વપ્નમાં ખાવા-પીવાની કે કામભોગની ઇચ્છા કરવી વગેરે નિદ્રાજન્ય દોષોનું પ્રતિક્રમણ પ્રથમ શ્રમણ સૂત્રથી થાય છે. (ડ) બીજું શ્રમણ સૂત્ર–ગોચરીચર્યા સૂત્ર :- સાધુ ભિક્ષાચારી દ્વારા પ્રાક-અચેત અને નિર્દોષ આહાર મેળવે છે અને તેને અનાસક્ત ભાવે ભોગવીને પોતાનો નિર્વાહ કરે છે. જેમ ગાય ઉપર ઉપરથી ઘાસ ચરીને પોતાનો જીવન નિર્વાહ કરે છે તેમ ગૃહસ્થને ભાર ન લાગે તે રીતે અનેક ઘરમાંથી થોડો-થોડો આહાર ગ્રહણ કરીને દેહ નિર્વાહ કરવો, તે ગોચરી છે.
અહિંસા મહાવ્રતની રક્ષા માટે ગોચરી સંબંધી અનેકનિયમોપનિયમોનું કથન છે, પરંતુ પ્રમાદવશ ભિક્ષાચરીના ૪૨, ૪૦ અથવા ૯૬ દોષોમાંથી કોઈ દોષોનું સેવન થઈ ગયું હોય, તો તેની આલોચના આ સૂત્ર દ્વારા થાય છે.
આ સૂત્રમાં સંખ્યાના નિર્દેશ વિના અનેક દોષોનું સંકલન છે, જેમ કે– ઘરના બંધ દ્વાર ખોલવા, કૂતરા, વાછરડા કે બાળકનું ઉલ્લંઘન કરીને કે તેનો સંઘટ્ટો(સ્પર્શ) કરીને ઘરમાં પ્રવેશ કરવો, શંકાશીલ આહાર, પૂર્વકર્મ કે પશ્ચાત કર્મ દોષયુક્ત આહાર, ભિખારીની જેમ માંગી માંગીને આહાર લેવો વગેરે દોષો અજાણતા લાગ્યા હોય, તેની શુદ્ધિ પ્રતિક્રમણ દ્વારા થાય છે. ઇરાદાપૂર્વક જાણી જોઈને દોષોનું સેવન થયું હોય તો તેની શુદ્ધિ પ્રતિક્રમણ ઉપરાંત તપ આદિ ગુરુ પ્રદત્ત પ્રાયશ્ચિતના સ્વીકારથી થાય છે. (૭) ત્રીજુ શ્રમણત્ર-કાલ પ્રતિલેખનના સૂત્ર :- સંયમ સમાચારીની શુદ્ધિ માટે સાધુએ વારે વાત્ત સમાયરો યથાસમયે યથાયોગ્ય પ્રવૃત્તિ કરવી જોઈએ. દિવસ અને રાત્રિના પહેલા અને ચોથા પ્રહરમાં સ્વાધ્યાય, બીજા પ્રહરમાં ધ્યાન, સૂર્યોદય પછી અને સુર્યાસ્ત પહેલા પોતાના ભંડોપકરણોનું વિધિપૂર્વક પ્રતિલેખન કરવાનું હોય છે. આ આવશ્યક કર્તવ્યોમાં અલના થઈ હોય અથવા પ્રતિલેખનની ક્રિયા અવિધિથી કે ઉપયોગ વિના થઈ હોય, તો તજન્ય દોષોનું પ્રતિક્રમણ આ સૂત્રથી થાય છે. (૮) ચોથું શ્રમણભૂત્ર- અસંયમ આદિ સૂત્ર :- આ સૂત્રમાં શ્રમણાચાર સંબંધિત અનેક વિષયોનું સંકલન છે. તેમાં એકથી તેત્રીસ બોલની અપેક્ષાએ વિષય વર્ણન છે. તેમાંથી કેટલાક બોલ ય-જાણવા યોગ્ય, કેટલાક બોલ હેય-ત્યાગ કરવા યોગ્ય અને કેટલાક બોલ ઉપાદેય-આરાધના કરવા યોગ્ય છે. (૧) જય-જાણવા યોગ્ય બોલ - છ વેશ્યા, જીવના ચૌદ ભેદ, પંદર પરમાધામી દેવો, સૂયગડાંગ સૂત્રના અધ્યયન, જ્ઞાતા સૂત્રના અધ્યયન, ત્રણ છેદ સૂત્રના ઉદ્દેશકો, બાવીસ પરીષહો, ૨૪ દેવ, ૩૧ સિદ્ધના ગુણો વગેરે બોલ જાણવા યોગ્ય છે. (૨) હેય-ત્યાગ કરવા યોગ્ય બોલ :- અસંયમ, બંધન, દંડ, શલ્ય, ગર્વ, વિરાધના, કષાય, સંજ્ઞા, વિકથા, ક્રિયા, કામ ગુણ, ભય, મદ, અબ્રહ્મ, સબલ દોષ, અસમાધિ સ્થાન, પાપ સૂત્ર, મહામોહ સ્થાન, તેત્રીસ આશાતના વગેરે બોલ ત્યાગ કરવા યોગ્ય છે. (૩) ઉપાદેય–ગ્રહણ કરવા યોગ્ય બોલ - સમિતિ, ગુપ્તિ, મહાવ્રત, બ્રહ્મચર્યની વાડ, યતિધર્મ, પડિમા, ભાવના, અણગાર ગુણ, આચાર પ્રકલ્પ અને યોગ સંગ્રહ વગેરે બોલ ગ્રહણ કરવા યોગ્ય છે. ઉપરોક્ત બોલમાં જાણવા યોગ્ય બોલને જાણ્યા ન હોય, ત્યાગ કરવા યોગ્ય બોલનો ત્યાગ કર્યો ન હોય, ગ્રહણ કરવા યોગ્ય બોલને ગ્રહણ કર્યા ન હોય, તો તજ્જન્ય અતિચારોનું પ્રતિક્રમણ ચોથા શ્રમણ સૂત્ર દ્વારા થાય છે.