________________
અબ્રહ્મચર્ય
ચર. (૬૮) ચક્રવાકનું જોડું. (૬) ચામર. (૭૦) ખેટક (એક પ્રકારનું આયુધો. (૭૧) સતાર. (૭૨) સુંદર વીંજણે. (૭૩) લક્ષ્મીને અભિષેક. (૭૪) પૃથ્વી, (૫) ખડ્ઝ. (૭) અંકુશ, (૭૭) નિર્મળ કળશ. (૭૮) ભંગાર (એક પ્રકારનું વાસણ). (૭૯) શરાવલાને સંપુટ. ઈત્યાદિ જુદાં જુદાં પ્રશસ્ત પુરૂષલક્ષણોને ધારણ કરનારા એ ચક્રવર્તી હોય છે. બત્રીસ હજાર રાજાએ તેમની પાછળ પાછળ ચાલતા હોય. છે. ચેસઠ હજાર સુંદર યુવતીઓના તે નયનાભિરાય છેઆંખોને ઠારનાર છે. તે સ્ત્રીઓની કાન્તિ લાલ છે, કમળના ગર્ભ સરખે તેમને ગૌર દેહ છે, કરંટ પુષ્પની માળા ગળે ધારણ કરે છે, ચંપાનાં ફૂલ અને કસોટીના પત્થર ઉપર તપાવેલા સેનાની રેખા કરી હોય તેના જેવો તેમના શરીરને વર્ણ છે, સર્વ અવયવો સુઘટિત હોવાથી તેમનાં અંશ સુંદર હોય છે. મેંઘા અને મોટાં નગરમાં ઉપજતા વિવિધ રંગરાગ એ ચવતીએ ભગવે છે. મૃગચર્મને કેળવીને બનાવેલાં અને વૃક્ષની છાલનું સૂતર બનાવી તેમાંથી વણેલાં વસ્ત્રો પહેરે છે. ચીન દેશમાં નીપજેલાં રેશમનાં પટકુળ ધારણ કરે છે. કમર પર કટિસૂત્ર પહેરીને અંગને શણગારે છે. વળી તેઓ અંગને મધુર સુગધ કસ્તુરી ઈત્યાદિના ચૂણેથી સુવાસિત કરે છે. મસ્તક ઉપર સુંદરસુગંધી પુષ્પને શણગાર કરે છે. નિપુણ કારીગરોએ તૈયાર કરેલા અલંકાર જેવા કે સુખદાયિની માળા, કંકણું, બાહુઅંધ, બેરખા, ઈત્યાદિ શરીરે ધારણ કરે છે, કંઠેમાં એકાવલિ હાર પહેરીને છાતીને શોભાવે છે, બેઉ પાસે લટકતા