________________
અબ્રહ્મચર્ય
७१
એવાં તેમના અંગે લક્ષણ અને વ્યંજન ગુણે કરીને ચુક્ત છે; પ્રશસ્ત બત્રીસ લક્ષણ ધારણ કરનારા છે; હંસના જે, કૌંચ પક્ષીના જે, દુંદુલિના જે, સિંહના જે, મેઘના જે, મનુષ્યના સમૂહના સ્વર જે તેમને સ્વર છે; સુવરયુક્ત તેમનો વિનિ છે; વજાઇષભનારાચ સંહનોને ધારણ કરનારા છે; સમચતુરંસ સંથાને કરી સંસ્થિત છે; કાન્તિમાન તથા ઉઘાતવંત તેમના અંગે પાંગ છે; રેગરહિત તેમના શરીરની ત્વચા છે, કંક પક્ષીના જેવી તેમની (નિર્લિપ) ગુદા છે; પારેવાની પેઠે તેમને આહાર પચે છે (કાંકરા પણ પચી જાય) શકુનિ પક્ષીના જેવા તેમની ગુદાનાં પાસાં છે, જે મતવિસર્જન કરતાં ખરડાય નહિ; પઘકમળ અને નીલકમળ સરખો તેમના શ્વાસને ગંધ છે; સુગંધી વદન છે; મનોહર તેમના શરીરમાંના વાયુને વેગ છે; ગૌરવર્ણીય, સતેજ અને કાળે તેમના શરીરને અનુરૂપ કુક્ષી પ્રદેશ-ઉદર પ્રદેશ છે; અમૃતરસ સરખાં ફળને આહાર કરનારા છે; ત્રણ ગાઉ ઉંચા તેમનાં શરીર છે; ત્રણ પોપમની તેમની સ્થિતિ છે; ત્રણ પાપમનું ઉત્કૃષ્ટ તેમનું આયુષ્ય છે; તેવા એ જુગલીયા પણ કામગથી અતૃપ્ત રહ્યા થકા મરણધર્મને પામે છે.
(હવે જુગલીયાની સ્ત્રીનું વર્ણન કરે છે.) તેમની સ્ત્રી (જુગલણી) પણ સૌમ્યાકૃતિવાળી અને સુનિષ્પન્ન સવગે કરી સુંદર હોય છે; પ્રધાન સ્ત્રીઓના ગુણે કરીને યુક્ત હોય છે; અતિ કમનીય, વિશિષ્ટ પ્રમાણયુક્ત, સુંવાળા, સુકુમાર, કાચબાના આકારના સુંદર ચરણે તેમને હોય