Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Sanmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર
ધન્ય અણગારની દાઢી પણ પહેલાં માંસ અને રક્તથી પરિપૂર્ણ હતી. તે તપશ્ચર્યાને કારણે કૃશ થઈ ગઈ હતી. જે હોઠ પહેલાં બિમ્બફળની સમાન લાલ વર્ણના હતા તે તપના કારણે સુકાઈને બિલકુલ ફિક્કા થઈ ગયા હતા. તપશ્ચર્યાને કારણે તેની જીભ પણ સુકાઈને વટવૃક્ષનાં પાંદડાં સમાન અથવા પલાશનાં પાંદડાં સમાન નીરસ અને લૂખી થઈ ગઈ હતી.
४०
ઉક્ત વિવેચનથી સ્પષ્ટ થાય છે કે ધન્ય અણગારનું તપઅનુષ્ઠાન આત્મશુદ્ધિને માટે જ હતું. શરીરના મોહથી તે સર્વથા મુક્ત થઈ ગયા હતા. આ પ્રકારનું ઉત્કૃષ્ટ તપ જ આત્મશુદ્ધિનું સામર્થ્ય દાખવી શકે છે અને તેનાથી કર્મોની નિર્જરા પણ થઈ શકે છે. તેમાં વિશેષ લક્ષમાં લેવા યોગ્ય એ છે કે સમ્યક્તપ પણ સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન પૂર્વક જ થઈ શકે છે. સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શનના અભાવમાં કરવામાં આવેલું તપ બાલ તપ છે. કદાચ તેને દેવગતિ પ્રાપ્ત થઈ જાય પરંતુ તેને આરાધક જેવી ઉચ્ચ દેવગતિ પ્રાપ્ત થતી નથી. તેમજ તેને સર્વ કર્મોથી મુક્ત સર્વોત્તમ લોકોત્તર પદની પ્રાપ્તિ પણ થતી નથી.
ना आज जने भस्त :
२३ धण्णस्स णं अणगारस्स णासाए इमेयारूवे तवरूव लावण्णे होत्थासे जहाणामए अंबपेसिया इ वा अंबाडगपेसिया इ वा, माउलिंगपेसिया इ वा तरुणिया छिण्णा, सुक्का समाणी मिलायमाणी चिट्ठति, एवामेव जाव णो चेव णं मंस सोणियत्ताए ।
धण्णस्स णं अणगारस्स अच्छीणं इमेयारूवे तवरूव लावण्णे होत्थासे जहाणामए वीणाछिद्दे इ वा, वद्धीसगछिद्दे इ वा, पभाइयतारिगा इ वा ए वामेव जाव णो चेव णं मंस सोणियत्ताए ।
धण्णस्स णं अणगारस्स कण्णाणं इमेयारूवे तवरूव लावण्णे होत्थासे जहाणामए मूलाछल्लिया इ वा, वालुंकछल्लिया इ वा कारेल्लयछल्लिया इ वा, एवामेव जाव णो चेव णं मंस सोणियत्ताए ।
धण्णस्स णं अणगारस्स सीसस्स इमेयारूवे तवरूव लावण्णे होत्थासे जहाणामए तरुणगलाउए इ वा, तरुणगएलालुए इ वा, सिण्हालए इ वा तरुणए छिण्णे, आयवे दिण्णे, सुक्के समाणे मिलायमाणे चिट्ठइ, एवामेव धण्णस्स अणगारस्स सीसं सुक्कं लुक्खं णिम्मंसं अट्ठि - चम्म- छिरत्ताए णो चेव णं मंसं सोणियत्ताए ।
पण्णायइ,