Book Title: Agam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Author(s): Vanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
નથી તો પણ સમવાયાંગમાં જે પાઠ પ્રાપ્ત છે તેના આધાર પર તેઓએ આ વર્ણન કરેલ
છે.
આ સહજ જિજ્ઞાસા થઈ શકે છે કે નંદી સૂત્રમાં સમવાયાંગનો જે પરિચય આપેલ છે. શું તે પરિચયથી વર્તમાનમાં સમુપલબ્ધ સમવાયાંગ પૃથક-અલગ છે? અથવા વર્તમાનમાં જે સમવાયાંગ છે તે દેવદ્ધિગણિની વાચનાનું નથી? જો હોય તો બન્ને વિવરણોમાં અંતર(તફાવત) કેમ છે? સમાધાન એ છે કે નંદીમાં સમવાયાંગનું જે વિવરણ છે તેમાં છેલ્લું વર્ણન દ્વાદશાંગીનું છે. પરંતુ વર્તમાનમાં જે સમવાયાંગ છે તેમાં દ્વાદશાંગીથી આગળ અનેક વિષયોનું પ્રતિપાદન કરેલ છે. તેથી આ અનુમાન થઈ શકે છે કે નંદી સૂત્રની રચના પછી સમવાયાંગ સૂત્રના તે વિષયોનું સંપાદન થયેલ છે.
સમવાયાંગના પરિવર્ધિત આકારને લઈને કેટલાક બુદ્ધિશાળીઓએ બે અનુમાન કરેલ છે. એ બન્ને અનુમાન કેટલે સુધી સત્ય-તથ્ય પર આધારિત છે તે નિશ્ચિત રૂપથી ન કહી શકાય. મારી દૃષ્ટિથી જો સમવાયાંગ અલગ વાચનાનું હોત તો આ સંબંધમાં પ્રાચીન સાહિત્યમાં ક્યાંક ને ક્યાંક કંઈક અનુશ્રુતિઓ અવશ્ય પ્રાપ્ત થાત. પરંતુ સમવાયાંગના સંબંધમાં ક્યાંય પણ અનુશ્રુતિ મળતી નથી. ઉદાહરણના રૂપમાં જ્યોતિષકપંડ ગ્રંથ માથુરી વાચનાનો છે, પરંતુ સમવાયાંગના સંબંધમાં એવું કંઈ પણ નથી. તેથી જાણકારોનું પ્રથમ અનુમાન માત્ર અનુમાન જ છે, તેની પાછળ વાસ્તવિકતાનો અભાવ છે. બીજા અનુમાનના સંબંધમાં પણ આ નમ્ર નિવેદન છે કે ભગવતી સૂત્રમાં કુલકરો અને તીર્થકરો આદિના પૂર્ણ વિવરણના સંબંધમાં સમવાયાંગના અંતિમ ભાગમાં અવલોકન કરવાનો સંકેત કરેલ છે. એવી રીતે સ્થાનાંગમાં પણ બલદેવ અને વાસુદેવના પૂર્ણ વિવરણ માટે સમવાયાંગના અંતિમ ભાગનું અવલોકન કરવા માટે સૂચન કરેલ છે. આ વિચાર ચર્ચાથી એ સ્પષ્ટ છે કે સમવાયાંગમાં જે પરિશિષ્ટ વિભાગ છે તે વિભાગ દેવર્ધ્વિગણિ ક્ષમા શ્રમણે સમવાયાંગમાં જોડેલ છે અને ભગવતી વગેરે બધાં શાસ્ત્રોમાં સંક્ષિપ્ત, વિસ્તાર વગેરેનું સંપાદન પણ તેઓની પ્રમુખતામાં જ કરેલા છે.
આ અન્વેષકો માટે અન્વેષણીય છે કે નંદી અને સમવાયાંગ આ બન્ને આગમોના સંકલનકર્તા દેવર્ધ્વિગણિ ક્ષમા શ્રમણ છે તો પછી બન્ને આગમોમાં તેઓએ જે વિવરણ આપેલ છે તેમાં એકરૂપતા કેમ ન રાખી? બે પ્રકારનું વિવરણ કેમ આપ્યું? સમાધાન
37