Book Title: Agam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Author(s): Vanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
છત્રીસથી ચાલીસ સમવાય
૧૭૯
ભાવાર્થ – નમિ અરિહંતના પરિમિત ક્ષેત્રને જાણનાર અવધિજ્ઞાની મુનિઓ ઓગણચાલીસ સો (૩૯૦૦) હતા. સમય ક્ષેત્ર (અઢીઢીપ)માં કુલ ૩૯ પર્વત છે, જેમ કે— ત્રીસ વર્ષધર પર્વત, પાંચ મંદર પર્વત (મેરુ) અને ચાર ઈક્ષુકાર પર્વત. બીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી, આ પાંચ પૃથ્વીઓના મળીને ઓગણચાલીસ લાખ (૨૫લાખ+૧૦લાખ+લાખ+પાંચ ઓછા એક લાખ+૫ = ૩૯ લાખ ) નરકાવાસ છે.
વિવેચન :
જંબુદ્રીપમાં ચુલ્લહિમતવંત, મહાહિંમતવંત, નિષધ, નીલ,રુક્મિ અને શિખરી, આ છ વર્ષધર પર્વત છે, ધાતકીખંડ અને અર્ધપુષ્કરદ્વીપમાં બાર-બાર વર્ષધર પર્વત છે. આ રીતે અઢીદ્વીપમાં કુલ ૬+૧૨+૧૨-૩૦ વર્ષધર પર્વત છે. જંબુદ્રીપમાં એક મેરુ પર્વત, ધાતકીખંડ અને અર્ધપુષ્કરદ્વીપમાં બે—બે મેરુ પર્વત છે. આ રીતે કુલ પાંચ મેરુ પર્વત થાય છે. બે ઈક્ષુકાર પર્વત ધાતકીખંડના પૂર્વ-પશ્ચિમ, બે વિભાગ કરે છે અને બે ઈક્ષુકાર પર્વત પુષ્કરાÁદ્વીપના પૂર્વ-પશ્ચિમ વિભાગ કરે છે. આ રીતે અઢીદ્વીપમાં કુલ ચાર ઈક્ષુકાર પર્વત છે. આ રીતે અઢીદ્વીપક્ષેત્રમાં કુલ ૩૦+૫+૪=૩૯ પર્વતો છે. અહીં ૩૯મું સમવાય હોવાથી અન્ય નાના પર્વતોની ગણના કરી નથી.
१० णाणावरणिज्जस्स मोहणिज्जस्स गोत्तस्स आउयस्स एयासि णं चउन्हं कम्मपगडीणं एगूणचत्तालीसं उत्तरपगडीओ पण्णत्ताओ ।
ભાવાર્થ :- જ્ઞાનાવરણીય, મોહનીય, ગોત્ર અને આયુકર્મ, આ ચાર કર્મ પ્રકૃતિઓની ઓગણચાલીસ (૫+૨૮+૨+૪ -૩૯) ઉત્તર પ્રકૃતિઓ છે.
ચાલીસમું સમવાય ઃ
| ११ अरहओ णं अरिट्ठणेमिस्स चत्तालीसं अज्जिया साहस्सीओ होत्था । मंदरचूलिया णं चत्तालीसं जोयणाई उड्डुं उच्चत्तेणं पण्णत्ता । संती अहा चत्तालीसं धणूइं उड्डुं उच्चत्तेणं होत्था ।
ભાવાર્થ :- અરિષ્ટનેમિ અરિહંતના સંઘમાં ચાલીસ હજાર સાધ્વીઓ હતા. મંદર –મેરુ પર્વતની ચૂલિકા ચાલીસ યોજન ઊંચી છે. શાંતિ અરિહંત ચાલીસ ધનુષ્ય ઊંચા હતાં.
१२ भूयाणंदस्स णं णागकुमारस्स णागरणो चत्तालीसं भवणावास सयसहस्सा पण्णत्ता । खुड्डियाए णं विमाणपविभत्तीए तइए वग्गे चत्तालीसं उद्देसणकाला पण्णत्ता ।