________________
૫૦૨
અધ્યાત્મ સાર,
ભાવાર્થ-જેનું રૂપ દશ્યને અદશ્ય છે, હૃદયથી ગ્રાહ્ય છે, વાણીને પણ અગોચર છે, અને સ્વપ્રકાશ છે તેની મૂર્તતા શી રીતે હેય? ૩૮
વિશેષાર્થ—જે મૂર્ત હય, તે દશ્ય વસ્તુને દશ્ય થાય છે, તે હદયને ગ્રાહ્ય થતું નથી. વાણીને ગોચર હોય છે, અને પર પ્રકાશ હોય છે, અને જે અમૂર્ત હોય, તે તેથી ઉલટું હોય છે. આત્માનું સ્વરૂપ તેવું છે. આ જગતૂના દશ્ય પદાર્થોને તે દશ્ય થતું નથી. તે વાણીના વિષયમાં આવી શકતું નથી. તે હૃદયથી ગ્રાહ્ય, અને સ્વપ્રકાશ છે. તેવા આત્માને મૂર્તતા કદિ પણ ઘટતી નથી. ૩૮
આત્મા કેવો છે?
आत्मा सत्यश्चिदानंदः सूक्ष्मात्सूक्ष्मः परात्परः। કૃત્તિ પૂર્ણ તથા રો રવિ 1 0 0
ભાવાર્થ–આત્મા મર્તપણને સ્પર્શ કરે તે પણ તે સયા છે ચિદાનંદ રૂપ છે, સૂફમથી પણ સૂક્ષ્મ, અને પરથી પણ પર છે. તેમ બીજા દર્શનીઓએ પણ કહેલું છે. ૩૯
વિશેષાર્થ આત્મા શરીરાદિ મૂર્ત વસ્તુને સ્પર્શ કરતે દેખાય છે, પણ તે સત્ય છે, તે ચિદાનંદ છે, એટલે ચૈતન્ય રૂપ અને આનંદ રૂપ છે. તે સૂફમથી પણ સૂમ છે, અને પરથી પર છે, એટલે અણુથો પણ અણુ છે, અને ઉત્કૃષ્ટથી પણ ઉત્કૃષ્ટ છે. આ આત્મા મૂર્ત થઈ શક્તા નથી. ૩૯