________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરસ્પર અસંગત લાગશે પણ જરા વિચાર કરનારને તેમાં રહેલે વિધિ તે વિધાભાસ તુલ્ય જણાશે. કારણ કે તેજ આનંદઘનજી મહારાજ નમિનાથસ્તવનમાં ચુર્ણ નિયુક્તિ, ભાષા, ટીકા, અનુભવ, પરંપરા અનુભવ આ સાત બાબતે માનવાને બેધ આપે છે. માટે અપેક્ષાએ જેનધર્મનાં વચનો છે અ૯પજ્ઞાન તેજ અતિ હાનીનું કારણ છે.
હવે અધ્યાત્મ જ્ઞાન અને અધ્યાત્મ ચારિત્રમાં શે ભેદ છે તે વિચારીએ.
જ્ઞાન અને વિરતિમાં ભેદ છે. અધ્યાત્મજ્ઞાન અને અનુભવ જ્ઞાન એ જુદી વસ્તુઓ છે જ્યાં સુધી જ્ઞાન પ્રમાણે વર્તન ન રાખવામાં આવે ત્યાં સુધી તે અધ્યાત્મ જ્ઞાન છે. અનુભવની ખુમારીમાં લખેલાં વાક્ય અનુભવીજ સમજી શકે. શુષ્કજ્ઞાની પણ અનુભવ વગરના પુરૂષોના સમજવામાં તે આવતાં નથી. તેઓ ઘણીવાર અર્થને અનર્થ કરે છે. જેવી દષ્ટિ હોય તેવું તેને ભાસે છે. એક કીડ નાની છતાં સૂક્ષમદર્શકની મદદથી જોનારને ભેંસ જેટલી મોટી લાગે છે. ગગનમંડળમાં અધવચ કુવા, માંહી હે અમીકાવાસા સુગરા હોય સે ભરભર પીવે, નગરા જાયે પ્યાસા.
આ આનંદઘનજી મહારાજના પદને અર્થ થેડાજ સમજતા હશે. જેવું બહ્માંડ તેવું પિંડ. આ મનુષ્ય શરીર ચૌદ રાજલેકના આકારે છે. તેની મધ્યભાગમાં નાભિકમળ મંડળમાં આઠ રૂચક પ્રદેશ છે, જે સિદ્ધ સમાન છે. તેનું ધ્યાન કરવું. તે ધ્યાન કરવાથી આત્મિક આનંદને અનુભવ થશે. આવી બાબત બતાવનાર જ્ઞાની ગુરૂઓ છે. માટે જેને સદ્દગુરૂ માથે છે, તે માણસ તે અમૃતના પ્યાલા ભરી ભરીને પી શકે, પણ જે ગુરૂ રહિત છે, તે તર જાય છે. બહિરાત્મદષ્ટિથી અધ્યાત્મજ્ઞાનવાળાના જ્ઞાનનું પરિમાણ કરવું એ મોટી ભુલ છે. જે નચના ભેદ બરાબર સમજવામાં આવે તે જરા માત્ર પણ ભે.
For Private And Personal Use Only