Book Title: Adhyatma Sara Bhashantar
Author(s): Gambhirvijay
Publisher: Narottamdas Bhanji

View full book text
Previous | Next

Page 464
________________ અધ્યાત્મસાર ભાષાંતર, સપ્તમ કરીને પરમ મુનિઓની એટલે સર્વને વિષે પ્રધાન અને ઉક્ત ગવાળા સાધુઓની અથવા જિનેશ્વરની ભક્તિવડે એટલે તેમની ઉપરના બહુમાનવડે તેમના માર્ગને એટલે ઉપદેશ વિગેરે રૂપ પગલાંને અમે અનુસરીએ છીએ. ૨૮. अल्पापि याऽत्र यतना निभा सा शुभानुबन्धकरी। अज्ञानविषव्ययकृद्विवेचनं चात्मभावानाम् ॥ ३० ॥ મૂલાર્થ–આ ઈચ્છાગમાં કિંચિત પણ દંભરહિત જે યતના તે શુભ અનુબંધને કરનારી છે. તથા આત્માના પરિણામનું જે વિવેચન તે અજ્ઞાનરૂપી વિષને નાશ કરનારું છે. ૩૦. 1 ટીકાર્ય–આ ઈચ્છાગને વિષે રહેલા અમારે થોડી પણ જે એટલે આગળ કહેવામાં આવશે એવી અને માયાવીપણુથી રહિત એવી યતના એટલે ગુણને વિષે આગ્રહ અથવા પ્રીતિ અથવા પ્રયત્ન તદ્રપ યતના શુભ અનુબંધ કરનારી છે, એટલે મોક્ષને સાધનાર એવા સુકૃતનો અનુબંધ કરનારી-પરંપરાએ મેક્ષને અનુસરનારી છે. તથા આત્માના–જીવના જે ભાવે એટલે પરિણામ વિગેરે વર્તનાના પ્રકારે તેમનું વિવેચન એટલે યથાર્થપણે વિવેચન કરીને કરાતે નિશ્ચય, તે અજ્ઞાન એટલે વિપરીત બોધ અથવા અધરૂપી વિષને નાશ કરનાર છે. ૩૦. વળી બીજું પણ સાંભળે सिद्धान्ततदङ्गानां शास्त्राणामस्तु परिचयः शक्त्या। परमालंबनभूतो दर्शनपक्षोऽयमस्माकम् ॥ ३१ ॥ મૂલાળું–શક્તિ પ્રમાણે સિદ્ધાન્ત અને તેનાં અંગો રૂપ શાસ્ત્રોને પરિચય છે. આ અમારે પરમ આલંબનરૂપ દર્શનને પક્ષ છે. ૩૧. ટીકાઈ–શક્તિ પ્રમાણે એટલે પિતાના સામર્થ્યને અનુસારે સિદ્ધાંત એટલે બાર અંગે અને તેના અંગો એટલે નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ વિગેરે શાસ્ત્રો અર્થાત્ સૂત્રો અનુસારે બહુશ્રુત મુનિએ રચેલાં સંમતિતર્ક તત્વાર્થ અને અનેકાંતજયપતાકા વિગેરે ગ્રંથે-તેને પરિચય એટલે જાણેલાને ફરીથી જાણવું તે અને અજ્ઞાત સંસર્ગ એટલે નહીં જાણેલાને જાણવું તે અમને હે. આ અમારો પરમ આલંબનરૂપ એટલે સંસારસાગરમાં પડતાને પરમ ઉત્કૃષ્ટ આધારભૂત દર્શનપક્ષ એટલે સમ્યકત્વને આશ્રય છે. ૩૧. Aho ! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486