Book Title: Abhinava Bhagawat Part 2 Author(s): Santbal Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad View full book textPage 6
________________ બાલજી અન્ય દર્શનનાં શાસ્ત્ર અને પુરાણપુરુષને પણ સમ્યફ શાસ્ત્ર અને સમ્યફ પુરુષરૂપે પ્રરૂપી શ્રી હેમચંદ્રાચાર્ય પાડેલી કેડીને સર્વધર્મ–ઉપાસનારૂપી સ્વાદમુદ્રાથી રાજમાર્ગ જેવી રળિયામણી બનાવે છે, જેના પર હિંદુ, વૈષ્ણવ, જૈન, કે સત્યશોધક સર્વે સહજ તાથી અને સરળતાથી તીર્થયાત્રા કરી શકે છે. સાથોસાથ પરમ પુરુષનાં અવતારી કાર્ય, વિશિષ્ટતા, વૈવિધ્ય, ઐચિય અને વૈરાગ્યસભર પરિવર્તન ને ક્રાંત પ્રયોગો અને પુરુષાર્થને સમ્યક્ દષ્ટિથી મૂલવી શકે છે. શલાકાપુરુષના શીલમાં રહેલા ચમકારા અને ચમકારે પાછળ રહેલે પાવને પુરુષાર્થ અને સદ્ગણે સિદ્ધ કરનારી સિદ્ધિ ને મહત્ત્વ આપી ચમત્કાર-પરસ્તીને સ્થાને ચારિત્ર-પરસ્તીને પ્રતિઠિત કરી સ્વયંને શીલેકર્ષથી પ્રેરણા મેળવી શકે છે. એ દૃષ્ટિએ સંતબાલે રજૂ કરેલ શ્રીકૃષ્ણચરિત્ર ભાવિકની ભવ્યતા ખિલવવામાં ભારે ઉપયોગી નીવડવાનો સંભવ છે. એથી જ એના મહત્વના મુદ્દાને પ્રાફકથનમાં પર્શ કરવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણનું સ્વરૂપ ભગવાનને સમજવામાં સદ્દગુરુ શ્રી નાનચંદ્રજી મહારાજે જે સમ્યફ નેત્ર આપ્યો તે નેત્રથી નીરખીને સંતબાલજીએ શ્રીકૃષ્ણનું ભાગવતી સ્વરૂપ આલેખ્યું છે. કવિવર્ય નાનચંદ્રજી મહારાજ કહે છે : જૈન-જૈનેતરના ભગવાન બે નથી. ખુદા અને ઈશ્વર એ માત્ર ભાષાભેદ છે; સ્વરૂપ ભેદ નથી. એ સત્ય-ભગવાન તે સર્વવ્યાપક અને સર્વત્ર છે; આખું વિશ્વ એનું પિતાનું જ છે. જે સત છે. જે વાસ્તવિક છે, જે સ્વાભાવિક છે તેને કોઈ બનાવતું નથી; સત્ય એ સત્ય જ છે. એ શાશ્વત, સર્વવ્યાપક, સર્વ-શક્તિમાન સત્યને મહાવિરે “સનું મળ્યું – સત્ય એ જ ભગવાન છે' તેમ કાલ છે. સત્ય ભગવાનને પગલે ચાલી જેઓ સત્યમય બન્યા છે તે બધા જ ભગવાન છે. બુદ્ધ, મહાવીર, જિન, હરિ, બ્રહ્મા, ખુદા, ક્રાઇસ્ટ,Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 325