________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષિત, કાસ, હિકા, શ્વાસ અને સ્વરભગ ૬૧૧
ગળી વાળવી. એ ગોળી એ કેકી અથવા બબ્બે મધ અગર પાણી સાથે આપવાથી ભૂખી ખાંસી, અમૂંઝણ, દમ અને પેટના વાયુને તથા તાવને પણ મટાડે છે. પરંતુ એ ગેબી પિત્તપ્રકૃતિવાળાને આપવાથી તેને ચકકર આવે છે, સાંધા ઢીલા થઈ ગયા હોય એમ જણાય છે અને જીવ ગભરાય છે. તેવી અવસ્થામાં એક શેર દૂધ લઈ તેમાં સાકર નાખી ચાર તોલા ઘી નાખી, ઉકાળીને પાવાથી આ ઉપદ્રવ શાંત થઈ જાય છે. મતલબ કે, આ ગોળી દરેક માણસને ઝટ ઝટ આપવાની નથી.
જે રેગીને ઉરઃક્ષત થયો હેય, છાતીએ ચાંદી પડી હોય, મેઢેથી પરુ પડતું હોય અને તે પરુ પુષ્કળ ગંધાતું હોય, એવી અવસ્થામાં ખર્પરભસ્મ અને માસિકભમ અ અર્થે વાલ મેળવી ઘીમાં ચટાડવી અને તેના ઉપર કંટકાર્યાવલેહ વા તાલે લઈ ચાર તેલા પાણીમાં ચાળી, તેને જરા ગરમ કરી ઉપરથી પાવે. એવી રીતે દિવસમાં બે વખત આપવાથી જે રોગી શ્રદ્ધાપૂર્વક ત્રણથી છ માસ સુધી સેવન કરી તેલ, મરચું, હિંગ અને આમલીની પરેજી પાળે તે ભયંકર ઉરઃક્ષત પણ મટે છે.
જે રેગીને માત્ર ખાંસીની સાથે લેહીના બળખા પડતા હોય, તે ખરિભસ્મ વાલ અર્ધો, દિવસમાં ત્રણ વાર ઘી સાથે ચાટવાથી બેચાર દિવસમાં લેહીના બળખા બંધ થઈ જાય છે અને વધુ સેવન કરવાથી ઉરઃક્ષતને મટાડે છે. જે રોગીને ખાંસીની સાથે છાતીના મધ્યભાગમાં દુખાવે હોય તે મૃગશંગ વાલ અર્થો ઘી સાથે દિવસમાં ત્રણ વાર ચટાડવાથી એકજ દિવસમાં આરામ દેખાય છે. પણ જે છાતીમાં તથા પાંસળાંમાં બેક ઠેકાણે શૂળ મારતું હોય, તે મુશંગ વાલ અર્ધા તથા સાબરભમ વાલ અર્થે મેળવીને મધ અને ઘી સાથે દિવસમાં ત્રણ વાર આપવાથી ત્રણચાર દિવસમાં આરામ થઈ જાય છે. જે રોગીને ધાતુક્ષયની શરૂ
For Private and Personal Use Only