Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust

View full book text
Previous | Next

Page 12
________________ [ આત્મતત્વવિચાર - એક પ્રકારનું કર્મ બંધાય, પણ જુદાં જુદાં કર્મો કેવી રીતે અધ્યાય ? ? આ પ્રશ્ન ઠીક છે. સમજવા જેવું છે. અહી આત્માને જે ઉપયોગ છે, અધ્યવસાય છે, તે વિવિધ કર્મોની અસરવાળે છે, માટે તેનાથી જુદાં જુદાં કર્મો બંધાય. જ્યારે એ ઉપગ તદ્દન શુદ્ધ થઈ જાય, ત્યારે માત્ર એક જ કમને બંધ થાય અને તે શાતા વેદનીયને. કર્મ તરત ઉદયમાં ન આવે આત્માએ કર્મબંધ વખતે જે સ્થિતિ બાંધી, તે સ્થિતિવાળું કર્મ તરત ઉદયમાં ન આવે, પણ તેને અવસર આવે ત્યારે ઉદયમાં આવે અને તેને વિપાક એટલે તેનું ફળ આપે. અવસર ન આવે ત્યાં સુધી તે કર્મ સત્તામાં પડયું રહે, એટલે કે આત્માને એંટીને રહે. જ્યારે તે કર્મ ભેગવાય ત્યારે જ તે આત્માથી છૂટું પડે. - આત્માને આઠે કર્મને ઉદય હોય છે. . એટલું યાદ રાખે કે આત્મા સમયે સમયે સાત કર્મો બાંધે છે, આઠ કર્મો, સત્તામાં હોય છે અને આઠ કર્મોને ઉદય હોય છે. અહીં તમને પ્રશ્ન થશે કે “એકી સાથે આઠ કર્મો ઉદયમાં આવી પિતાનું ફળ કેવી રીતે આપી શકે?* એટલે તેનું સમાધાન કરીશું. - દરેક સમયે જ્ઞાનાવરણીય કર્મને ઉદય ચાલુ છે, જે જ્ઞાનાવરણીય કર્મને ઉદય ચાલુ ન હોય તે આપણને કેવળજ્ઞાન હોય, પણ આપણને કેવળજ્ઞાન નથી, એટલે જ્ઞાનાવરણીય કર્મને ઉદય છે, એ નકકી. જ્ઞાનાવરણીય કર્મના આ કર્મને ઉદય] ક્ષયોપશમભાવ પણ ચાલુ છે, તેથી જ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, મતિઅજ્ઞાન તથા શ્રુતજ્ઞાન સંભવે છે. અવધિજ્ઞાન તથા મનઃપર્યાવજ્ઞાન પણ જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમભાવને લીધે જ હોય છે. | દરેક સમયે દર્શનાવરણીય કર્મનો ઉદય પણ ચાલુ છે, કારણ કે આપણને કેવળદર્શન નથી. દર્શનાવરણીય કર્મમાં પણ ક્ષપશમભાવ ચાલુ હોય છે, તેથી ચક્ષુદર્શન, અચક્ષુદર્શન આદિ હોય છે. - દરેક સમયે વેદનીય કમનો ઉદય પણ ચાલુ છે, કારણ કે આત્મા શાતા-અશાતાને નિરંતર અનુભવ કરે છે. દરેક સમયે મેહનીય કર્મને ઉદય પણ ચાલુ છે, કારણ કે આપણે આત્મા વીતરાગ દશાને પામેલ નથી. મેહનીય કર્મમાં પણ ક્ષપશમભાવ હોય છે, કારણ કે કષાયો ક્યારેક વધે છે અને ક્યારેક ઘટે છે. મેહનીય કર્મના ઉદયને લીધે આત્મા રાગી, દ્વેષી, ક્રોધી, માની, સ્પટી, લેભી વગેરે બને છે અને હાસ્ય, રતિ, અરતિ એ બધું ચાલુ હોય છે. આયુષ્ય કર્મને ઉદય પણ દરેક સમયે ચાલુ છે, કારણ કે દેવ, મનુષ્ય, તિર્યંચ કે નરકમાંથી એક આયુષ્ય અવશ્ય ઉદયમાં હોય છે. કુર નામકર્મને ઉદય પણ દરેક સમયે ચાલુ છે, કારણ કે શરીર, જાતિ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સ્વર, ઉપઘાત, પુરાઘાત એ બધું આપણને હોય છે.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 257