Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
(
[ આત્મતત્ત્વવિચાર ચર્ચા જાગી. આવી રીતે ચર્ચા જામતી રહે અને પ્રશ્નો પૂછાતા જાય, ત્યારે જ અનેકવિધ ભ્રમેનું નિવારણ થાય. અને સત્યને પ્રકાશ સાંપડે. પરંતુ ગુરુ પાસે આવતા રહે અને તેમનાં પડખાં સેવતા રહો, તો જ આ પ્રકારને લાભ મળે. જોકલાજે ગુરુનાં દર્શને આવે અને જલ્દી જલ્દી વંદન કરીને ચાલતા થાઓ, એમાં આવો લાભ શી રીતે મળે? આગળના શ્રાવકે તવની વાતમાં ખૂબ રસ લેતા અને ગુરુને ઝીણવટભર્યા પ્રશ્નો પૂછતા. ગુરુને એ પ્રશ્નોના ઉત્તર આપતાં આનંદ થતો. શ્રાવકે જ્ઞાનપીપાસુ હોય, તત્વના રસિયા હોય, તો ગુરુને આનંદ કેમ ન થાય?
અમે પેલા મહાશયને કહ્યું: ‘આત્મ જ્ઞાનલક્ષણવાળે છે અને તેથી વસ્તુને જાણી શકે છે, એ વાત સાચી, પણ પ્રારંભમાં તે નિગદમાં હોય છે, ત્યારે ઘોર અજ્ઞાનથી છવાયેલું હોય છે. તેને અક્ષરના અનંતમાં ભાગ જેટલું જ જ્ઞાન ખુલ્લું હોય છે, તેથી તે કઈ પણ પ્રકારનો વિચાર કરી શકે એવી સ્થિતિમાં હોતું નથી. પછી અકામનિર્જરાના
ગે કર્મનો ભાર જેમ જેમ હળ થતું જાય છે, તેમ તેમ તેનાં જ્ઞાનની માત્રા વધતી જાય છે અને જ્યારે તે મનુષ્યભવને પામે છે, ત્યારે તેને સંપ્રધારણ સંજ્ઞા પ્રાપ્ત થયેલી હોવાથી સારા-ખોટાને વિવેક કરી શકે છે. પરંતુ ‘મહાનુભાવ! તમે જુઓ છે કે આવી સુંદર સંજ્ઞા પ્રાપ્ત થયેલી હોવા છતાં ઘણા મનુષ્યો પિતાનું હિતાહિત સમજતા - નથી અને યચ્છા પ્રવૃત્તિ કર્યા કરે છે. જે મનુષ્ય એટલું સમજી જાય કે કર્મ અમારી પિતાની મિલ્કત કે મૂડી નથી,
અધ અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણા ] ૪૭, પણ અમારા કટ્ટર શત્રુની ફેજ છે અને તે અમને હાલ– હવાલ કરી નાખશે, તે તેઓ કર્મ બાંધવાથી દૂર રહે અને છેવટે દૂર ન રહે તે પણ જે કર્મ બાંધે તે ખૂબ ઢીલા આંધે, જેથી તેમને આગળ પર અનેક પ્રકારની યાતનાઓ ભોગવવી ન પડે.
એક વસ્તુ નિતાન્ત અહિતકારી છે, એમ જાણવા છતાં મનુષ્ય તેનો સર્વથા ત્યાગ કરી શકતા નથી, એ કેટલી શોચનીય સ્થિતિ છે? મીઠાના થોડા સ્વાદ ખાતર પ્રાણ ગુમાવનાર
શ્રીમંતપુત્ર એક શ્રીમંત ગૃહસ્થને પુત્ર એકાએક બીમાર પડ્યો અને હવે બચી શકશે નહિ, એમ લાગ્યું. સગાંવહાલાં કાળ કલ્પાંત કરવા લાગ્યાં. એવામાં કઈકે કહ્યું કે “અહીંથી છેડે દુર એક સંન્યાસી રહે છે અને તે બહુ જાણકાર છે, માટે તેમને બેલા. જે ટેકી લાગવી હશે તો લાગી જશે.'
માણસે દેડીને સંન્યાસી પાસે ગયા અને ખૂબ વિનંતિ કરીને તેને ઘરે લઈ આવ્યા. તેણે આ છોકરાની તબિયત તપાસીને કહ્યું કે “એક વાત તમારે કબૂલ હોય તે આ
છોકરાને દવા આપું.” માતાપિતાએ પૂછયું કે “એ વાત તે શું છે? સન્યાસીએ કહ્યું: “હું જે દવા આપીશ તેનાથી હું તમારો છોકરે જીવી જશે ખરો, પણ એને લવાણુનોમીઠાને સદાને માટે ત્યાગ કરવો પડશે.'
દર