Book Title: Aatmonnati Yane Sarvagna Pranit Syadvad Darshan Swarup
Author(s): Bechardas Durlabhdas
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 14
________________ ચેથી યાત્રામાં શુદ્ધ દેવતત્વ અને ગુરૂતત્ત્વનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેની અંદર શુદ્ધ દેવસ્વરૂને લગતા વિષ, પંચમહાવ્રત, દશવિધ યતિધર્મ, સત્તર ભેદી સંયમ, નવવિધ બ્રહ્મચર્યની ગુપ્તિ વગેરે ગુરૂતત્વને પલ્લવિત કરનારા વિષયે, શુદ્ધ ધર્મનું સ્વરૂપ, નૈતિક ધર્મ અને આત્મિક ધર્મનું વિવેચન, જ્ઞાન, દર્શન અને ચારિત્રનું સ્વરૂપ, નવતનું પ્રતિપાદન અને તત્ત્વસિદ્ધિને માટે ઉપયોગી એવા પ્રમાણેનું વિવેચન કરી તે યાત્રાની સમાપ્તિ કરવામાં આવી છે. પાંચમી યાત્રામાં મનુષ્ય જીવનની ઉત્તમતા શાથી છે? આ જગત શી વસ્તુ છે, જગતની વિચિત્રતાનું કારણ શું છે, કર્મોનું સામર્થ્ય કેવું છે? ક્રિયા માર્ગનું સ્વરૂપ, આત્યંતર તપને પ્રભાવ, અને સાધુપદની મહત્તા વિગેરે રમણીય વિષયો પ્રતિપાદન કરવામાં આવ્યા છે. છઠ્ઠી યાત્રામાં ધર્મી દુઃખી થાય છે, અને પાપી સુખી થાય છે. એ પ્રશ્ન ઉપર કરવામાં આવેલ દૃષ્ટાંત સહિત સમાધાન, પુણ્ય અને પાપની ચતુર્ભાગીનું સવિસ્તર સ્વરૂપ અને આત્મોન્નતિના માર્ગોના સુબોધક ભેદ આપી પ્રસ્તુત વિષયોને મનોહર બનાવવામાં આવ્યા છે. સાતમી યાત્રામાં રસાયણ વિદ્યા ઉપરથી જૈન ધર્મના નિયમો અને સિદ્ધાંતની સાબીતી કરી આપી છે. જેમાં ઉકાળેલા પાણીથી થતા લાભો, પૃથ્વી અને વનસ્પતિમાં જીવોની અસ્તિ, પદાર્થોનું અનાદિપણું, પુલોની રસાયણ શાસ્ત્રથી સિદ્ધિ, પુલોની શક્તિની ફોટોગ્રાફના દૃષ્ટાંતથી સાબીતી વગેરે વગેરે પરચુરણ પરચુરણ દષ્ટાંતથી બતાવી વિષયને પૂર્ણ કરવામાં આવ્યો છે. એકંદર સર્વ રીતે આ લેખના આત્માનતિ એ નામને સાર્થક કરવામાં આવ્યું છે. જેન સિદ્ધાંતમાં ઉત્કૃષ્ટ રીતે મેળવવા યોગ્ય આત્મોન્નતિજ પ્રરૂપિત કરેલ છે. જેનામાં એ મહાન ગુણને પાદુર્ભાવ થયેલ હોય છે, તેનામાં બીજા સર્વ સદ્દગુણ સ્વતઃ પ્રાપ્ત થઈ આવે છે. એ આત્મોન્નતિને સાધનારા મનુષ્યની દષ્ટિમાં એવી કઈ દિવ્યતા દેખાય છે કે જે ઉપરથી આ વિશ્વના શ્રેયસાધક માર્ગો ખુલ્લી રીતે જોઈ શકાય છે. સમ્યગદષ્ટિ કે સમ્યગ્રદર્શનનું રહસ્ય પણ તેમાં જ ચરિતાર્થ થાય છે. આત્મોન્નતિના સાધકને આ સંસાર દુઃખમય ભાસે છે, તેની મનોવૃત્તિ સત્યની શોધમાં પ્રવર્તે છે, અને સર્વ દુઃખનું આદિ કારણ અજ્ઞાન છે એવો નિશ્ચય કરાવે છે. તે આત્મન્નતિ નહિ મેળવનારને માટે એક મહાત્મા લખે છે કે, જે હૃદયમાં આત્મનતિ સાધવાના સુવિચાર પ્રગટ થતા નથી. તેમની માનસિક શક્તિ કવિચારોથી બગડે છે. અગ્ય આચાર કે આહાર વિહારથી શારીરિક શક્તિ

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30