Book Title: Aatmonnati Yane Sarvagna Pranit Syadvad Darshan Swarup
Author(s): Bechardas Durlabhdas
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 19
________________ ૧૫ એક લાખ રૂપીયાના હીરા ખરીદ્યા, જેણે હીરા જોયા નથી તે પૂછે કે ભાઈ આ હીરા લાખ રૂપીયાના છે તેની મને ખાત્રી કરી આપે।. તે હીરાની પરિક્ષા તે કલાક, બે કલાક કે આખા દિવસમાં શી રીતે શીખી શકે ? માટે આત્મજ્ઞાન રૂપી હીરાના ઝવેરીએ, આપણા જેવા કાચને ઓળખનારાને કલાક બે કલાકમાં શી રીતે પરિક્ષક બનાવે ? તેવું શીખવા માટે તેવા ઝવે રીઓની પાસે રહી, અભ્યાસ કરી અનુભવ મેળવે તેાજ આત્મરૂપી હીરાના પરિક્ષક અને, તેના ઉપર વિશ્વાસ બેસે તેાજ આત્મજ્ઞાનની ખેાજ કરવાની લાલસા થાય. આવા આત્મજ્ઞાની ઝવેરીએ ક્યાં છે? કેવી રીતે તેને ઓળખવા? તેની ઓળખાણ કરવા માટે તે તેના ઉપર વિશ્વાસ બેસવા માટે ધૃણાજ ઉદ્યમની જરૂર છે, તેવા ઉદ્યમવડે જ્ઞાનપ્રાપ્તિ છે, અને જ્ઞાન પ્રાપ્તિથીજ આત્માન્નતિ છે. જે વિદ્યાનાએ ધાર્મિક જ્ઞાન સ`પાદન કર્યું નથી, અને વ્યવહારિક જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેઓ ધાર્મિક જ્ઞાન સબધી પેાતાના મન સાથે પ્રશ્ન કરે તે પાતેજ જવાબ મેળવે તેથી કંઇ પ્રશ્નનું નિરાકરણ થઇ શકે નહિ. તેવું નાન શી રીતે થઇ શકે તેવા હેતુથી આપ્ત પુરૂષોએ જનસમાજના ઉપકાર માટે ઘણું ઘણે સ્થળે આગમેામાં બતાવ્યું છે, પરંતુ અનુ કે અલ્પન જીવા તેના લાભ જલદીથી લઇ શકે તે અશક્ય હોવાથી, તેમજ સાંપ્રતકાળે નાનપણથી ધાર્મિક કેળવણીના સસ્કાર નહિ પડેલા તેવા વ્યવહારિક કેળવણી પામેલા અને હાલમાં તેવીજ કેળવણી લેતા મનુષ્યને સત્ય ધર્મનું સ્વરૂપ અમુક અંશે સરલ રીતે સમજી શકાય, તેએની શકા દૂર થાય, સત્ય ધર્મ કયા છે તેનું સ્વરૂપ જણાય, તેવા હેતુથી પૂર્વાચાર્યાકૃત અનેક ગ્રંથામાંથી અવતરણ કરી આ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યેા છે. મારા જન્મ ખેારસદ તાલુકામાં અલારસા કરીને નાનું ગામ છે ત્યાં થયા હતા. મારા બાપદાદા માત્ર નામના જૈનધર્મી કહેવાતા હતા. અમારા ગામમાં કાઈ ને પશુ જૈન ધર્મનું એક અંશ પણ જ્ઞાન નહેતું, તેમજ દેરાસર તથા મુનિના આવાગમનના અભાવે મને પણ જૈનધર્મસંબધી કશી માહીતી ઘણી લાંખી મુદ્દત સુધી મળી નહિ. વળી બ્રાહ્મણુ પાટીદાર વિગેરે અન્યદર્શનીના સહવાસમાં રહેલ, તેમજ તેમનાં કથા પુરાણા વગેરે વારવાર સાંભળવામાં તથા વાંચવામાં આવતાં તેના ઉપર ઊંચી થયેલી હતી, જેથી તે ધર્મના સ્વીકાર કરેલેા. જેમ જેમ ઉમર વધવા લાગી તે જુદાં જુદાં પુસ્તકા ત્યા બુદ્ધિપ્રકાશ વિગેરે માસિકા તેમજ લાઇબ્રેરીનાં પુસ્તકા વાંચવામાં આવ્યાં તેમાં જુદા જુદા ધર્મની માહિતી થતાં જુદા જુદા ધર્મોમાં એક ખીજાની વિરૂદ્ધતા સમજાઇ; જુદા જુદા ધર્મના શ્વર ( દેવ ) જુદા જુદા, અને તેનાં તત્ત્વા વગેરે પણ જુદા જુદા સમ

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30