Book Title: Aatm chaitanyani Yatra
Author(s): Kumarpal Desai
Publisher: Buddhisagarsuri Jain Samadhi Mandir

View full book text
Previous | Next

Page 5
________________ અપૂર્વ ભવિષ્ય દર્શન યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ આજથી એકસોથી પણ વધુ વર્ષ પૂર્વે ઈ. સ. ૧૯૧૧ (વિ. સં. ૧૯૬૭)માં લખેલું આ કાવ્ય એમનું અપૂર્વ ભવિષ્યદર્શન દર્શાવે છે. ભગવાન મહાવીરના શબ્દોથી જગતમાં સ્વાતંત્ર્ય આવશે એમ સૂચવીને જાણે અહિંસક માર્ગે આઝાદ થયેલા ભારતનો સંકેત આપતા ન હોય ! ભારતની આઝાદી પછી વિશ્વના અનેક દેશો અહિંસાના માર્ગે ચાલીને આઝાદ થયા. મહાવીરના શબ્દો એટલે કે અહિંસાથી જગતમાં સ્વાતંત્ર્યનો પ્રકાશ રેલાયો. આ કાવ્યરચના કરી ત્યારે દેશ અંગ્રેજોની ગુલામી તળે કચડાયેલો હતો અને તે સમયે દેશની આવનારી આઝાદીનો અણસાર અહીં વ્યક્ત થાય છે. માનવજાતની કરુણા કેવી થાપશે એનો એમણે ખ્યાલ આપ્યો છે. યોગવિદ્યાના શિખરે બિરાજમાન યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી વિજ્ઞાનનો મહિમા કરે છે. એ કહે છે કે વિજ્ઞાનની ઘણી શોધોથી અત્યાર સુધી જે પ્રગટ થયું નહોતું એવી અદભુત વાતો પ્રગટ થશે અને આપણે જોઈએ છીએ કે જગતમાં વિજ્ઞાને અનેક ક્ષેત્રોમાં નવાં નવાં સંશોધનો કર્યા છે. યોગનિષ્ઠ આચાર્યનો એ સમય રાજ-રજવાડાંનો સમય હતો અને ત્યારે રાજાશાહી ચાલી જશે એમ કહે છે અને જગતમાં ઉદ્યોગો અને કળાનું સામ્રાજ્ય સ્થપાશે એવી વાત કરે છે. આશ્ચર્યની વાત એ છે કે એમણે લખ્યું કે એક ખંડના સમાચાર બીજા ખંડમાં પળવારમાં પહોંચી જશે અને આજે આપણે મોબાઈલ, કમ્યુટર અને ટેલિવિઝનથી આનો સાક્ષાત અનુભવ કરી રહ્યા છીએ. - આજના વિશ્વમાં ન્યાયનો મહિમા છે, માનવ અધિકારનો મહિમા છે, વ્યક્તિ સ્વાતંત્ર્યનો મહિમા છે એનું દર્શન યોગનિષ્ઠ આચાર્યશ્રીએ આપ્યું છે અને ભગવાન મહાવીરનાં તત્ત્વો જેવાં કે અહિંસા, અનેકાંત, અપરિગ્રહનો મહિમા થશે એવી એમની ભવિષ્યવાણી આજે સાચી ઠરતી લાગે છે. કેટલીક વ્યક્તિઓ પોતાના યુગને જોતી હોય છે, તો કેટલીક વ્યક્તિઓ વર્તમાન યુગને પાર આવનારા યુગના પ્રકાશને જોતી હોય છે. આવી વિભૂતિને ક્રાંતદર્શી એટલે કે પેલે પારનું જોનાર કહે છે. યોગનિષ્ઠ આચાર્યશ્રીની ક્રાંતદર્શીતા આ કાવ્યમાં પદે પદે પ્રગટ થાય છે. | એક દિન એવો આવશે એક દિન એવો આવશે, એક દિન એવો આવશે. મહાવીરના શબ્દો વડે, સ્વાતંત્ર્ય જગતમાં થાવશે. એક દિન...૧ | સહુ દેશમાં સ્વાતંત્ર્યના શુભદિવ્ય વાદ્યો વાગશે, બહુ જ્ઞાનવીરો કર્મ વીરો, જાગી અન્ય જગાવશે. એક દિન...૨ અવતારી વીરો અવતરી, કર્તવ્ય નિજ બજાવશે, અશ્રુ લ્હોઇ સૌ જીવનાં, શાંતિ ભલી પ્રસરાવશે. એક દિન...૩ | સહુ દેશમાં, સહુ વર્ણમાં, જ્ઞાનીજનો બહુ ફાવશે, ઉદ્ધાર કરશે દુ:ખીનો, કરુણા ઘણી મન લાવશે. એક દિન...૪ | સાયન્સની વિદ્યા વડે, શોધો ઘણી જ ચલાવશે; જે ગુપ્ત તે જાહેરમાં, અભુત વાત જણાવશે. એક દિન...૫ રાજા સકલ માનવ થશે, રાજા ને અન્ય કહેવાશે, હુન્નર, કળા સામ્રાજ્યનું, બહુ જોર લોક ધરાવશે. એક દિન...૩ | એક ખંડ બીજા ખંડની, ખબરો ઘડીમાં આવશે, ઘરમાં રહ્યા વાતો થશે, પર ખંડ ઘર સમ થાવશે. એક દિન...૭ | એક ન્યાય સર્વે ખંડમાં, સ્વાતંત્ર્યતામાં થાવશે, બુધ્યળેિ પ્રભુ મહાવીરનાં, તત્ત્વો જગતમાં વ્યાપશે. એક દિન...૮ (iv)

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 201