________________
સહુ સમાવી દે’ જેવી ભાવનાવાળાં કાવ્યો મળે છે, તો ‘સાગર’, ‘આંબો’ કે ‘પધારો, મેઘમહારાજ !” જેવાં પ્રકૃતિને ઉદ્દેશીને રચાયેલાં કાવ્યો પણ મળે છે. જ્યારે ‘સાબરમતીમાંથી ગ્રાહ્યશિક્ષણ’, ‘આત્માની તૃષ્ણા પ્રતિ ઉક્તિ’, ‘શુદ્ધ ચેતના સતીની આત્મસ્વામી પ્રતિ ઉક્તિ” જેવાં આધ્યાત્મિક ભાવનાઓને અનુલક્ષીને થયેલાં કાવ્યસર્જનોય સાંપડે છે. એમની પાસે શીઘ્રકવિત્વ હોવાથી કેટલાક પત્રોના પ્રત્યુત્તર તેઓએ પદ્યમય આપ્યા હતા. એમણે વિ. સં. ૧૯૭૧ના ભાદરવા વદ એકમે ‘અહીં ઝટ મેઘ વર્ષાવો” નામનું કાવ્ય લખ્યું અને કવિ કહે છે કે, “આ કાવ્ય કર્યા બાદ ભાદરવામાં વર્ષા થઈ અને તેથી ગુજરાતમાં દુષ્કાળ પડવાનો હતો તેને સ્થાને સુકાલ થયો.”
કવિએ લખેલું ‘સ્મશાન’ વિશેનું કાવ્ય તો વિશેષ નોંધપાત્ર છે, તે એ દૃષ્ટિએ કે ૨૪૦ પંક્તિ જેટલું લાંબું કાવ્ય આ વિષય પર ભાગ્યે જ કોઈએ લખ્યું હશે. કાવ્યનો અંત “ફાગુ'ને યાદ કરાવે તે રીતે વૈરાગ્યરસમાં આવે છે. તેઓ કહે છે –
પ્રગટે વાંચ્યાથી વૈરાગ્ય,
બાહ્યાભ્યતર પ્રગટે ત્યાગ; હોવે શિવસુંદરીનો રાગ,
શાશ્વત સુખનો આવે લાગ. આધિ, વ્યાધિ સહુ નાસે દુઃખ,
અંતરમાં પ્રગટે શિવસુખ; રત્નત્રયીની પ્રાપ્તિ થાય,
| ચારિત્રી થઈ શિવપુર જાય. ભણે ગણે જે નર ને નાર,
ધર્મી થાવે તે નિર્ધાર; બુદ્ધિસાગર’ મંગલમાળ,
પામે થાવે જયજયકાર.” એક કાવ્યમાં એમણે “ભગુ, તવ જીવનની બલિહારી” કહીને “જૈનપત્રના અધિપતિ ભગુભાઈ ફતેહચંદને સ્નેહાંજલિ અર્પી છે. સ્નેહાંજલિમાં વિદેહ પામેલ વ્યક્તિ વિશે આદર દર્શાવવામાં આવે છે. પણ ક્યારેક આવી સ્નેહાંજલિ આદરને બદલે અતિશયોક્તિમાં સરી જતી હોય છે. આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીએ લખેલી સ્નેહાંજલિમાં એમણે ભગુભાઈના નિર્ભય અને સુધારક વ્યક્તિત્વને બિરદાવ્યું છે, સાથે સાથે એમના વિરોધીઓએ એમને સપડાવીને જેલમાં ભૂલે મોકલ્યા, પરંતુ ભવિષ્યમાં એમની કિંમત થશે એમ તેઓ સ્પષ્ટ કહે છે. બારબાર વર્ષ સુધી આકરા સંજોગોમાં ‘જૈનપત્ર ચલાવ્યું અને ક્યારેય કોઈ બદલાની આશા રાખી નહિ, એ સદ્ગુણને કવિ દર્શાવે છે. પરંતુ એની સાથોસાથ, ભગુભાઈના દોષો તરફ આંખમિચામણાં કરતા નથી. તેઓ કહે છે –
રાજા હોય કે રંક, સાધુ હોય કે શ્રાવક, જૈન હોય કે અજૈન, એ દરેકને યોગનિષ્ઠ આચાર્યશ્રીએ ઉપદેશ આપ્યો. ક્યારેક તો સામે પગલે જઈને પણ ! સાચા ધર્મની આડે પોતાનું માન-અપમાન કદી ન લાવતા, આથી જ બધી કોમ એમનો આદર કરતી અને
તેઓ અઢારે આલમના અવધૂત તરીકે જાણીતા થયા.