SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ રાણા રત્નસિંહનું વૃત્તાંત લાબ્રાખની સહાયથીજ ચિત્તોડને નાશ સુલતાન બહાદુરે કર્યો હતો. અને પોતાનું જુનું વૈર લીધું હતું. આ વખતે રાજપુતો જે થોડા ઘણુ રહ્યા હતા તે પણ હતાશ થઈ ગયા. દુશ્મને એ તોપનો મારો ચલાવી રાજપુતને ઘાણ વળવા માંડશે. હવે ચિત્તોડનું રક્ષણ કોણ કરશે તે સવાલ ઉભા થયે પણ કહેવતમાં કહ્યું છે કે “બહુ રત્ના વસુંધરા”ની માફક જોત જોતામાં વિરવર દુર્ગારાવ તથા સરો અને દંદુ નામના બે સરદારે પોતાના માણસ સાથે અચળ પહાડની માફક આવી ઉભા રહ્યા અને પોતે પ્રતિજ્ઞા કરી કે “પ્રાણાન્ત પણ મેવાડની રક્ષા કર્યા વગર હઠવું નહીં” ધન્ય છે એ વીરોને ? જ્યાં સુધી આ ભડવીરેએ પિતાના પરાક્રમ વડે મુસલમાનને ખુબ હંફાવ્યા સાધારણ સભ્ય કયાં સુધી ટકી શકે? અભુત પરાક્રમ બતાવી આ વીરોએ પિતાનો પ્રાણ ત્યાગ કર્યો. વિજયી મુસલમાનો સિંહનાદ કરતા આગળ વધવા લાગ્યા. તે વખતે એક પ્રચંડ શક્તિવાળી ચંડિકા સ્વરૂપ એક સ્ત્રી હાથમાં ભાલે, તરવાર, ઢાલ લઈ રણચંડીનું સ્વરૂપ ધારણ કરી યુદ્ધના મોખરે આવી ને ઉભી રહી. અને એક સ્ત્રી અંદર રહી. આ સ્ત્રી કેઈ નહીં પણ રાઠોડ કુળમાં જન્મેલી અને સિદિઆ કુળમાં પરણેલી રાણી જવાહીરબાઈ હતી, વીરનારી જવાહરબાઈ રણચંડીકાનું સ્વરૂપ ધરી. છિદ્રમા રેકી ઉભી રહી. અને મુસલમાને આગળ વધતા હતા તેમના ઉપર મહારાણીએ પિતાની લેહી ભુખી તલવારથી હજારો મુસલમાનના પ્રાણ લીધા. અને ભાલાથી પણ અસં. ખ્યાના પ્રાણ લીધા. બહાદુર સુલતાન, રાણી જવાહીરબાઈનું પરાક્રમ જોઈ અજાયબ થયા. વાહ! ધન્ય છે એ વિરાંગનાને! અચાનક જવાહરબાઈ ઉપર કેટલાક સૈનીકેએ હુમલો કર્યો અને છેવટે એ મહામાયા જગદંબાદેવી જવાહરબાઈએ પોતાના પ્રાણ ત્યાગ કર્યો. અને સ્ત્રીઓની બહાદુરીને પાઠ જગતની આગળ ધરતી ગઈ. સબળા નર અબળા તણી, કિંમત કદિ કરતાં નથી, અબળા બને જ્યારે પ્રબળા, ત્યારે કેઈથી ડરતી નથી, અબળા તણા ઈતિહાસ તે, સબળાથી પણ છે શોભતા, હિન્દની અબળા થકી, ભલભલા જૂઓ થરથરતા. હવે મેવાડને બચવાની આશા કઈ પણ જાતની રહી નહિ, સરદાર નિસ્તેજ થઈ ગયા, અને હવે મેવાડનું રક્ષણ શી રીતે કરવું તેને ગુંચવાડે સૌના દિલમાં થઈ રહ્યો. ત્યારે કિલ્લા પરથી અવાજ થયો કે “રાજબલિ તૈયાર કરો.” જ્યાં ઉંચે જુએ છે તે ચિત્તોડની અધિષ્ઠાત્રી દેવીને માનવરૂધીરનું પાન કરવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy