SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ મેવાડના અણમલ જવાહિર યાને આત્મબલિદાન ભયંકર ભાવના જાગી છે. ત્યાં રાજબલિ કયાંથી લાવવો? સૌ વિમાસણમાં પડયા. સંગ્રામસિંહનો પુત્ર ઉદયસિંહ રાજકુટુંબમાં શેષ હતા, પરંતુ તેઓ તે બાળક હતા તે ખડગ ધારણ કરી સંગ્રામમાં શી રીતે જઈ શકે ? આવા વિચારથી સૌ ગમગીન થઈ ગયા ત્યાં તે “દેવલાધિપતિ” વાઘજી તેમની સમક્ષ આવી ને ઉંચે સ્વરે બોલ્યા, “શું આ હૃદયમાં સિસોદીયા કુળનું પવિત્ર રક્ત વહેતું નથી? તો બધા રાજબલિ માટે શા સારૂં ચીંતા કરી રહ્યા છે? આજે હું પ્રાણાર્પણ કરી દેવીની આજ્ઞાનું પાલન કરીશ. આ શબ્દ સાંભળી સર્વની ચિંતા નિવૃત થઈ અને રાણાશ્રીએ વાઘજીને સિંહાસન પર બેસાડયા. થોડા વખત સુધી મેવાડનું રાજ્ય ભોગવી તેમણે પીળાંવસ્ત્રો પરિધાન કર્યા. તેમની સાથે અનેક રાજપુતોએ પણ પીળાં વસ્ત્રો પહેર્યો અને સામતે, સરદારો અને મુખ્ય મુખ્ય સેનાપતિઓની સદાને માટે વિદાય લીધી. કારણકે મેવાડનાં છત્ર ચમ્મરરૂપી મસ્તકપર બિરાજમાન રહ્યા હતા. તેથી વાઘજી રાવલના મસ્તક પર વિજયવંતિ અને ઉજજવલ એંગી૮ ધરીને રાજપુતો મહાગ સહિત ગગનભેદી વીરનાદ કરતા શત્રુઓની સામા ગયા. આ તરફ રાજકુમાર ઉદયસિંહને બુન્દીના વિશ્વાસપાત્ર રાજા શૂરથાનને સેંપવામાં આવ્યા. અને સર્વ રાજપુતો કેસરીયાં કરી ત્યાહામ કરી આગળ વધ્યા. મારે! કાપ!ના ભીષણ નાદથી આકાશ ગજવી મુક્યું. અને માતૃભૂમિ માટે પ્રાણના મેઘા બળીદાન આપવા માંડયા. જયભવાની? જ્યભવાની? જય એકલીંગજી? આ પ્રમાણે બોલતા બોલતા પોતે માતૃભૂમિ ખાતર શહીદ થવા લાગ્યા. પણ જેમ જેમ સમય થતે ગયે. તેમ તેમ રાજપુતોને વિજયની આશા ઓછી થતી ગઈ. પણ નિરાશ ન બન્યા ભાવીની જેવી મરજી, અને તે રાજપુતનાં જ લેહીની તરસી હોય ત્યાં બીજે છે ઉપાય? તેથી ચિત્તોડના કિલામાં મોટો ખાડો ખેદ અને દારૂગોળો ભર્યો અને રાણી કર્ણાવતી તથા તેર હજાર રજપુત રાણુઓ હસતે વદને અગ્નિમાં કુદી પડી, અને હસ્તે વદને ભસ્મિભૂત થઈ ગઈ. હાય ! કર વિધાતા! શે ગુન્હો આ વીર વિરાંગનાઓને રાજપુતે મરણઆ થઈ કેસરીયા કરી માતૃભૂમિ માટે નીકળ્યા હતા અને તમામ ચીંતા, સુખસાહબી અને વૈભવને નાસ કરીને નીકળ્યા હતા. તે રાજપુતોને પણ વિધીને વિચાર આવ્યો નહીં, આખરે બધા રાજપુત મરણ પામ્યા. આ યુદ્ધમાં ૩૨૦૦૦) બત્રીસ હજાર રજપુતો અને ૧૩૦૦૦ તેર હજાર રાજપુત રમણીઓના ભોગ લેવાયા ત્યારે બહાદુર શાહ સુલતાન ચિત્તોડને સંપૂર્ણ વિજય મેળવી ચિત્તોડમાં પ્રવેશ કરી શકો, પણ તે વખતે તેમની ૨૮. ઇંગી એ મહારાજા બાપારાવલનું એક રાજચિન્હ છે, એક કાછડ ઉપર પ્રાયઃ બે હાથ લાંબુ એક ચામડું બાંધે છે, અને તેના ઉપલા ભાગ પર શુતરમુર્ગ અને વચમાં સુવર્ણને સૂર્ય હેય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy