SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન લાભ લઈ આ નર રાક્ષસે પોતાની પિશાચીક ભાવના પુરી કરવાને રાણા કુમ્ભાની છાતીમાં ખંજર મારી તેને પ્રાણ લીધે. આ પ્રાણ લેનાર કેણ હતો? પિતાને જ પુત્ર હતા, નર રાક્ષસ, શયતાન હતા. અને રાક્ષસ કુળ કલકેજ આવું ઘેર ઘાતકી કામ કર્યું હતું. આ પ્રમાણે સં. ૧૫૩૫ (ઈ. સ. ૧૪૬૮) માં આ ભયંકર કૃત્ય થયું અને પિતાના જ હાથથી પિતાના જન્મદાતા પિતાને સંહાર કર્યો એ પાપીનું નામ આપણને ઉચારવામાં દોષ છે. અને તેનું નામ બેલી આપણે પાપમાં પડવું નથી. એ પાપી પતૃઘાતક તે ઉદે (ઉદયકરણ) જ હતો. ઘણું ઈતિહાસકારોએ આ નરપીચાશને હલાગી, નરહંતા વિગેરેની ઉપમા આપી છે. પરંતુ આવા દુષ્ટ કૃત્યથી પાપી લાંબા કાળ રાજ્ય ભોગવી શકતા નથી કારણુંકે પિતાના દુષ્ટ કૃત્યથી પોતાની પ્રજામાં પણ તે એક નરપીચાસ તરીકે ઓળખાતો હતે અને તેના માટે કોઈને પણ માન નહોતું, છેવટે પિતાના બચાવને રસ્તે એક પણ તેની પાસે રહ્યો નહીં ત્યારે એક નીચ માણસની મિત્રાચારી કરી, ક૫ટમય મિત્રાચારીથી પોતાની જાળમાં ફસાવવા માટે એ પાપી ઉદાએ દેવડા નામના માંડલિક રાજાને આબુ પર્વત ઉપર સ્વતંત્ર રાજા કરી સ્થા. વળી તેણે જોધપુરના રાજાને સાંભર, અજમેર તથા નીકટના કેટલાક પ્રગણું આપી દીધાં છતાં પણ તે દુષ્ટને ખટકે ગયે નહીં, પિતાની લાલસા પુરી પાડવા પૈસા આપી મિત્રાચારી વેચાતી લેવા પ્રયત્ન કર્યા પણ તેમાંય તે ફાવ્યું નહીં અને પિતાની મુરાદ પાર પડી નહીં, કહ્યું છે, કે– દુષ્ટ કર્મને બદલે કદિ, કઈ દિવસ મળતું નથી, કુકર્મોની જ્યાં ભાવના, આશય કદિ ફળતા નથી. પિતા તણી કરી ઘાત, ને રાજ્ય સંપતિ મેળવી, પણ ભાગ્યમાં નહિં ત્યાં, જુઓ સંપત્તિ નહિં ભોગવી. ભાગ્ય કુટે, સો ખૂટે, શારૂં જગત બદલાય છે, સારા નઠારા કૃત્યને, બદલ જરૂર સમજાય છે. આટલી પરિસ્થિતિમાં પણ એ નીચ પાપી છેવટે પોતાની અસલ જાત પર આવી પ્રજા પર અત્યાચાર કરવા માંડે, અને ઘણું જાતના જુલ્મો કરી સતાવવા માંડ, આખરે તેના જુલમથી રાજ્યની સંપત્તિને નાશ થવા માંડે. અને પ્રજાની પાયમાલી થવામાં બાકી રહી નહીં. આ દુષ્ટ એ ફક્ત પાંચ વરસની પિતાની નીચ કારકીદના લીધે ક્ષણ પણ શાંતી ભેગવી શકે નહીં. આખરે સઘળા સરજાએ તેને ત્યાગ કર્યો જ્યારે એ હતભાગીને કોઈ રસ્તે ન જડ ત્યારે યવન દિલ્હી બાદશાહ પાસે ગયે અને તે નાલાયકે પિતાની પુત્રી આપવાનું વચન આપી બાદશાહની સહાય માગી, પરંતુ ભગવાને આ દુરાચારીને દૂર કરી ભયંકર કલંકથી બાપા રાવલના કુળને બચાવી લીધું અને તે કુળનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy