SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાણાશ્રી કુંભારાણનું વૃત્તાંત આ વખતે પિતે એક લાખ ઘોડા, ૧૪૦૦ હાથી અને સૈન્ય લઈ તેઓ દુશ્મનોના સામે થયા, પણ રાણા કુમ્યાના સિન્ય આગળ મુસલમાને ટકી શક્યા. નહિ. તે વખતે રાણા કુમ્ભાએ માળવાના મહમદ ખીલજીને બાંધીને ચિત્તોડ લાવ્યા. અને સૂર્યવંશીના નામને પોતે ઘણું જ ઉજજવલ કર્યું. અબુલફજલે પણ પિતાના લખેલા ઈતીહાસમાં રાણા માટે ઘણું જ સુંદર લખાણ લખ્યું છે. અને રાણાજીની શૂરવીરતા અને નીડરતા ફરી ફરીને તેને પિતાના ઈતિહાસમાં વખાણી છે. રાણા કુમ્ભામાં જેવી રીતે શૂરવીરતા હતી તેવી જ રીતે તેમનામ ઉદારતાનું પણ મહાન લક્ષણ હતું. તેને એજ કે મહમદ ખીલજીને છ મહિના જેલમાં રાખી પોતે મહમદ ખીલજીના પિતાના માન મર્તબા સાથે મુક્ત કર્યો, વળી રાણાજીએ વિજયની નિશાની તરીખે મહમદ ખીલજીની અન્ય વસ્તુએની સાથે તેના તાજને પોતે રાખે. આ પરાક્રમ રાણા કુમ્માનું સાધારણ ન કહેવાય આવી અનેક શૂરવીરતા ભરેલું જેનું જીવન રસમય છે. શૂરવીર રાણાજી હતા, તેવા રસિક શૃંગારે શોભતા; સરળતા જીવન તણું, શુદ્ધ પ્રેમમાં તે અર્પતા. જેવા સાહસીક હતા તેવા રસીક અને પ્રેમાળ પણ હતા. તેનું કારણ એ હતું કે ઝાલાવાડના સ્વામિની રાજકુમારીનું સગપણ રાઠોડના કુમાર સાથે થયું હતું. પણ તેનું લગ્ન થતાં પહેલાં તે રાજકુમારીનું પોતે હરણ કર્યું હતું, આવા વર્તનથી રાડ અને સુર્યવંશીને જે મિત્રાચારી હતી તે તદન તુટી ગઈ અને બંને વચ્ચે મોટું વેર ઉભું થયું. કર્મની ઘટના વિચિત્ર છે! શું ધારે અને શું થાય, પરંતુ ઝાલાકુમારીને પ્રેમ છેક સુધી રોડના રાજકુમાર સાથે કાયમ સુધી રહ્યો હતો, પણ નસીબના વેગે અને જણ એક એકને મળી શકયા ન હતા, છેવટે રાણા કુમ્ભા પોતાના પ્રભાવ વડે રાજ્ય જોગવી પોતાના પરાક્રમથી ઘણુ કિકલાઓ અને ઘણું મંદિર બંધાવી પિતાનું રાજ્ય ઘણું શેભાયમાન કર્યું. અને પિતાની કીર્તિ ચારે તરફ પ્રસરાવી દીધી આ વખતે મેવાડમાં અતુલ શાંતી અને સુખ અને વૈભવ હતા અને પ્રજામાં અનેક જાતનો આનંદ તથા પ્રેમ તરવરતાં, આવા સારા પ્રસંગના વખતમાં પણ વિધાતાએ એક નવિન ઘટના ઊભી કરી આવા નંદનવન ગણાતા મેવાડના આનંદમાં એક નર રાક્ષસે કુહાડીના હાથાનું કામ કરી પિતાની જાતને ધીક્કારવા લાયક બનાવી. આ કુકર્મ એવું બન્યું છે કે ભારતના ઈતિહાસમાં એક શ્રાપ રૂપ અને કલંક રૂપ ગણવામાં આવે છે. જ્યારે રાણું પોતાની વૃદ્ધાવસ્થામાં પોતાના જીવનમાં શાન્તિ ભોગવતા હતા અને પિતાના વભવમાં કોઈ જાતની સુનતા નહોતી ત્યારે મહારાણા કુંભા અપૂર્વ શાન્તિથી નિદ્રા લેતા હતા તે તકને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy