SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ બાલ્યકાળ બીજે કઈ માર્ગ રહ્યો નહિ. અને તેણે ગંગા નદીના ઉત્તર તીર ઉપર પહોંચવા માટે નાનાં નાનાં હેડકવડે એક સેતુ બાંધવાને હુકમ ફરમાવ્યું. આ સેતુ હજી તૈયાર થતો હતો એટલામાં એક રાત્રિએ શેરશાહે પિતાની છાવણીમાંથી ગુપચૂપ બહાર નીકળી ત્રણ તરફથી મેગલ સેનાને ઘેરી લીધી અને તેને સંપૂર્ણ પરાજિત કરી. હુમાયુને સમસ્ત ધનભંડાર તથા તેની અગણિત રમણીઓ શેરશાહના પંજામાં સપડાઈ ! હવે આત્મરક્ષા કરવાને અન્ય એક પણ ઉપાય નથી, એમ ધારી હુમાયુ પિતાના અશ્વ સાથે ગંગામાં કૂદી પડ્યા. મહાકટે માંડમાંડ તે એક મશકને આશ્રય લઈને ગંગાની પાર પહોંચ્યો. ત્યાર બાદ આગ્રામાં જઈ, સૈન્ય એકઠું કરી, શેરશાહની સામે યુદ્ધ કરવા માટે પુનઃ તે પૂર્વ તરફ આગળ વધ્યા. ગંગાતીરે કાન્યકુબજની પાસે ઉભય યે દ્ધાઓ વચ્ચે ભયંકર યુદ્ધ થયુંપરંતુ તેમાં પણ સુશિક્ષિત ગણાતી મોગલ સેના બિહારીઓ દ્વારા પરાજિત થઈ અને હુમાયુ દિલ્હીનું સિહાસન ગંગા નદીમાં વહેતું મૂકી જીવ લઈને નાસી ગયો. આ પ્રમાણે ચૌદ વર્ષ ની ટુંકી અવધિમાં મેગલ સામ્રાજ્યનું પતન થયું; અને પુનઃ પઠાણ રાજ્યને આરંભ થયો. (ઈ. સ. ૧૫૪૦) શેરશાહ હવે દીલ્હીની ગાદીએ આવ્યો. તેણે પિતાના સામ્રાજ્યને વિસ્તાર કરવા માટે અનેક પ્રયત્ન કરવા માંડ્યા. તેણે પોતાસગઢની પાસે પર્વત ઉપર પતાના નામે શેરગઢ નામને કિલ્લો તૈયાર કરાવ્યો શાસનપદ્ધતિસંબંધે પણું ઘણું સુધારાઓ કર્યા. રાજમાર્ગ ઉપર ચોક્કસ જગ્યાએ ઘોડેસ્વાર નિમી દીધા અને તેમને મુસાફરોના જાન-માલનું રક્ષણ કરવાની આજ્ઞા ફરમાવવામાં આવી. રક્ષણ કરવા ઉપરાંત એ ઘોડેસ્વારોને બીજું પણ એક કામ કરવાનું હતું અને તે એ કે રાજય તથા વ્યાપાર સંબંધી સમાચાર, પોતાની નજીકના ઘેડેસ્વારને પહોંચાડવા અને તેણે વળી બીજાને પહોંચાડવા. એ રીતે ઉક્ત સમાચાર ધારેલે સ્થાને પહોંચાડવા. ટપાલનો બંદોબસ્ત ભારતવર્ષમાં જે કોઈએ પ્રથમ કર્યો હોય તો તે શેરશાહેજ કર્યો હ, એમ કહેવું જોઈએ. જો કે પ્રથમ એ બંદોબસ્ત કરવામાં આવ્યા હતા, પણ તે માત્ર રાજકીય સમાચાર માટે જ હતું. વ્યાપારસંબંધી સમાચાર ફેલાવવાનું કાંઈ સાધન નહોતું. ઈનબતૂતા નામને એક મુસાફર કે જેણે સૈદમા સૈકાના મધ્ય ભાગમાં ભારતની મુસાફરી કરી હતી, તે લખે છે કે:-“ રાજમાર્ગ ઉપર આઠ આઠ માઈલને અંતરે ઘેડેસ્વાર ઉભા રહી રાજકીય સમાચારો લઈ જાય છે. કોઈ કાઈ સ્થળે તે એક એક માઇલના અંતરે પદાતિકે ઉભા રહે છે અને તેઓ બે હાથ જેટલી એક લાંબી લાકડીને છેડે બાંધેલી પીત્તળની ઘંટડીઓને ધ્વનિ કરતા કરતા રાજકીય સમાચાર લઈને દોડી જાય છે.” શેરશાહે પૂર્વ બંગાળના નારગાંવથી લઈને તે ઠેઠ સિંધુનદર્યત એક સુંShદર અને વિશાળ રાજમાર્ગ તૈયાર કરાવ્યો હતો. માત્ર પાંચ વર્ષ રાજ્ય કર્યા પછી દર એ ળ રાજમામ તૈયાર Shree Sudharnaswami Gyanblandat-Omara, Surat ww.umalagyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy