SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્રાટ અકબર ધારણ કરે છે. અનેક નાની-મેટી નદીઓ તથા ઝરણુઓ દષ્ટિને તથા કર્ણને આનંદ આપતાં પર્વત ઉપરથી નીચે ખળખળ વહી રહ્યાં હોય છે. ત્યાંનાં હરાપાણી પણ બહુ ઉત્તમ અને સ્વાશ્ચકર લખાય છે. એમ કહેવાય છે કે પુણ્યપ્રતાપી મહારાજા હરિશ્ચદ્ર આ દુર્ગમાં રહીને જ એક કાળે પિતાને પુણ્યપ્રતાપ ભૂતળ ઉપર વિસ્તાર્યો હતો. તેમના પુત્ર હતાધના નામ ઉપરથી જ આ કિલ્લાનું નામ તાસગઢ પડયું છે. સમ્રાટ અકબરે રાજા માનસિંહની બંગાલ અને બિહારના શાસનકર્તાતરીકે જ્યારે નિમણુક કરી ત્યારે તેણે આ દુર્ગને સુધરવી અનેક માનેહર ઝરૂખાઓ તૈયાર કરાવ્યા હતા. રોહિતાશ્વની મૂર્તિ તથા મંદિર અને તે સિવાય બીજા પણ અનેક મદિરો તેણે જણાવ્યાં હતાં. આ મંદિરમાં એક મંદિર તે બહુજ મનહર અને જોવાલાયક હતું; પરન્તુ પાછળથી ઔરંગઝેબે ઉક્ત મંદિર તથા મૂર્તિ તેડાવી નાંખ્યાં હતાં. ત્યારબાદ બંગાલને હતભાગ્ય નવાબ મીર કાસીમ પણ બળવાન થતા જતા અંગ્રેજોના હાથમાંથી મુક્ત થવાની આશાએ પિતાના પરિવાર તથા ધનરત્ન સાથે આ દુર માંજ આવી રહ્યો હતો. અત્યારે આ કિલ્લે અંગ્રેજોના હાથમાં છે અને તે ઉજજડ જે છે. અમે જે સમયની વાત કરીએ છીએ તે સમયે ચિંતામણ નામને એક બ્રાહ્મણરાજા ઉક્ત દુર્ગને અધિકારી હતે. શેરશાહે બ્રાહ્મણરાજા પાસે આવી પિતાની વિપત્તિનું વર્ણન કર્યું અને આવા કષ્ટના સમયે પિતાને તથા પિતાના પરિવારને અને પિતાના ધનસંપત્તિને રક્ષણ આપવાની નમ્રતાપૂર્વક પ્રાર્થના કરી. ચિંતામણે પિતાની સંમતિ આપી એટલે મુકરર કરેલા દિવસે ૬૦૦ પાલખીઓ દુર્ગમાં દાખલ થઈ સઘળી પાલખીઓ વિવિધ ભરતવાળાં તથા જરીયાનવાળાં બહુમૂલ્ય મનહર વસ્ત્રોવડે ઢાંકેલી હતી અને પાલખીની આસપાસ અપૂર્વ વસ્ત્રાભૂષણ પાળી, અપ્સરા સરખી સહચરીઓ ધીમે ધીમે ચાલી રહી હતી! દુર્ગના રહેવાસીઓ કિવા પ્રેક્ષકોએ વિચાર કર્યો કે ખરેખર શેરશાહને પરિવાર બહુ મોટો હોય એમ લાગે છે !કાણ જાણે તેને કેટલી બેગમ હશે! સઘળી પાલખીઓ દુર્ગ માં દાખલ થઈ રહી કે તુરતજ તેમાંથી સૈનિકે બહાર કૂદી પડયા અને જોતજોતામાં કિલો પિતાને કબજે કરી લીધે. શેરશાહ હવે આ સ્થળે પોતાના પરિવારને તથા ધનભંડારને સુરક્ષિત રાખી નિર્ભયપણે દિવસ ગુજારવા લાગ્યો. ગૌડનગરીમાં રહીને હુમાયુ જે કાળે મેજ-મજ ભોગવી રહ્યો હતો તે કાળે દિલ્હીમાં કંઈ. જૂજ ખેલ ભજવાતું હતું. હુમાયુને ભાઈ હિંદલ હુમાયુની ગેરહાજરીને લાભ લઈ દિલ્હીનું સિંહાસન પચાવી પાડવાનું કાવતરું કરી રહ્યો હતે. હુમાયુએ જેવા આ સમાચાર સાંભળ્યા કે તુરતજ તે સૈન્યસહિત આગ્રા તરફ રવાના થયા. તે જ્યારે ચૌષાની સીમામાં દાખલ થયા ત્યારે તેને જણાયું કે શેરશાહ આગળથી જ તેને માર્ગ રોકીને બેઠો હતો. આથી હુમાયુને આગળ વધવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy