SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ સમ્રાટ અકબર તેને અતકાળ થયા. સસેરામમાં એક માલની પિરાધવાળુ' એક મનેાહર સરાવર છે, તેમાં એક સુંદર અને ઉચ્ચ મંદિમાં તેની સમાધિ હજી પણ છે. હવે આપણે હુમાયુ તરફ જોઈએ. દિલ્હીનું સિ ંહાસન ગુમાવી તે સિદેશમાં ગયા. ત્યાં તેની ઓરમાન માતાએ તેને પ્રીતિભાજન આપવાની વ્યવસ્થા કરી અને હુમાયુની સાથે પેાતાનાં અન્ય સગાંવહાલાં તથા ખધુઓને પણ પ્રીતિભાજનમાં ભાગ લેવા ખેલાવ્યાં ! ગૃહને પુષ્પમાળાઓ તથા દીપમાળાથી શણગારવામાં આવ્યું. –બાંધવાના હાસ્યવિતાથી ચાતરમ્ આનંદના તરગા ઉછળવા લાગ્યા; એટલામાં એક સૈાદ વર્ષની બાલિકા ઉક્ત ગૃહમાં આવી અને તેણીએ પોતાના સ્વાભાવિક રૂપથી ગૃહને અજવાળી દીધું ! હુમાયુ તેણીનું અસાધારણ રૂપ-માંદ જોતાંની સાથેજ મુગ્ધ થઈ ગયા ! આ સ્થળે તેણીના મનેાહર રૂપરાશિનું વર્ણન આપવાની અમારામાં શક્તિ નથી. સદ માં મુગ્ધ બનેલા સમ્રાટ્ હુમાયુ તે ખાલિકાનું પાણિગ્રહણ કરવા તૈયાર થયા. જો કે આજના હુમાયુ તે · પૂર્વના હુમાયુ રહ્યો નથી, આજે તે પેાતાનુ રાજ્ય ગુમાવી ખેડે છે અને સર્વસ્વ ધન-સપત્તિ પણ હારી એસીને એકાકી અવસ્થામાં આવી પડયા છે, છતાં તે પેલી સુંદરીનું પાણિગ્રહણુ કરવાની ઈચ્છાને રોકી શકયેા નહિ. તેના ભ્રાતા હિંદાલે હુમાયુના આ લગ્નસંબંધી વિચારની સામે પેાતાના સમ્ર વાંધા દર્શાવ્યા; તથાપિ ભ્રાતાના વિધામાત્રથી, સુદરીતુ પાણિગ્રહણ શું કાઇ ત્યજી શકે ! ખાલિકાની માતાએ પણ ખાલિકાના મનેાભાવા જાણી લખતે હુમાયુની સાથે લગ્ન કરી આપવાની સંમતિ દર્શાવી. ટુક સમયમાં શુભ લગ્નવિધિ સંપૂર્ણ થઈ. આ ખાલિકાનું નામ હમીદા બેગમ કુંવા મિરયમ માખાની હતું. હુમાયુના આ વિવાહથી હિંદાલ હુ ગુસ્સે થયા અને હુમાયુના પરિત્યાગ કરીને ચાહ્યા ગયા. હુમાયુ આશ્રય મેળવવા માટે અનેકાનેક સ્થાને રખડયા, પશુ કયાંય ઠેકાણું પડયું નહિ. આ અવસ્થામાં હુમાયુને જે કષ્ટ સહન કરવું પડયું' હતુ' તે ખરેખર વર્ણનાતીત હતુ. એક સમયને દિલ્હીના અધિપતિ આજે સૈન્ય વગરના, પૈસા વગરના, નાકર-ચાકર કે દાસ-દાસીવિનાના થઇ પડયેા હતા ! રહેવાને માટે એક નાની સરખી ઝુંપડી પણ નહાતી ! માકરા અને સૈનિકા પણ તેનાથી વિરુદ્ધ થઈ ગયા હતા. અધુરામાં પૂરૂ, આ વખતે .હમીદા બેગમ ગર્ભવતી હતી. તેણીને પણુ પાતાના પતિની સાથે આવી કંગાળ અવસ્થા માં સ્વામીની પાછળ પાછળ ધોડેસ્વાર થઇ રખડવું પડતું અને અનેક લેશેાપૂર્ણાંક જંગલા તથા નદીનાળાંએ નિત્ય ઓળ’ગવાં પડતાં. આખરે તે સિંધુપ્રદેશની સીમા ઉપર આવી રહેલા અમરકોટ નામના દુ` પાસે પહેચ્યાં. અમરકાટમાં તે સમયે હિંદુરાજ્ય હતુ. ઉકત હિંદુરાજને આ બે અતિથિએાની કરુણાજનક અવસ્થા નિહાળી બહુ લાગી આવ્યું, તેથી તેણે હુમાયુના અને તેની બેગમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy