SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિ ૨૬૩ ઉપર વિવિધ વિષયના વિદ્વાન ખેસતા. માંચડાની નીચે–ભેાંયતળીએ પ્રેક્ષકા તથા શ્રોતાએ બેસીને ધમઁચર્ચા સાંભળી શકતા હતા. સમ્રાટ હિંદુ તથા મુસલમાન આદિ સ ધર્માવાળા મહા પડિત પુરુષોને ઉકત ધર્મસભામાં આવવાનું નિમંત્રણ કરતા હતા. ભારતવર્ષના અનેક પ્રસિદ્ધ વિદ્વાનેા તે ધ ચર્ચામાં ભાગ લેવાતે પધારતા હતા. સમ્રાટે ઇરાન જેવા દૂર દેશમાંથી અગ્નિ-ઉપાસક પારસી પુરાહિતાને, ખારસે માલથી અધિક દૂર આવેલી ગાવા નગરીમાંથી ક્રિશ્ચિયન ધર્મા/યને તથા ટિએટ જેવા દૂર દેશમાંથી ૌદ્ધધર્માવલખી મહાત્માઓને ભારે આદરસત્કારપૂર્વક પોતાના રાજ્યમાં તેડાવ્યા હતા. તેમાં તેને પુષ્કળ દ્રવ્યને વ્યય પણ કરવો પડયા હતા. ઉક્ત ધમદિરમાં બ્રાહ્મણા, બાહ્યો, દાર્શનિકા, નાસ્તિકા, ક્રિશ્ચિયના તથા મુસલમાના એ સ પાતપાતાના ધર્મવિચારાનુ મહત્ત્વ તથા અન્ય ધર્મોની ખામીએ બતાવવાના નિડરતાપૂર્વક પ્રયત્ન કરતા હતા. આ પ્રમાણે નિત્ય ધર્માંસબંધી ચર્ચા થવાથી અને સર્વ કાઇને સંપૂર્ણ સ્વતંત્રતાપૂર્વક ખેલવાની છૂટ મળવાથી વિભિન્ન ધર્માંની તથા ધર્માચારાની ખુલ્લીરીતે સમાલોચના થવા લાગી; અને એ રીતે જિજ્ઞાસુઓને માટે સત્યના મા ક્રમે ક્રમે સ્પષ્ટ અને સરળ નવા લાગ્યા. સમ્રાટ અખર ઉકત નૈયાયિકા અને વિદ્વાનેાની મધ્યમાં યેાગાસન વાળને શાંતભાવે ખેસતા અને ભિન્ન ભિન્ન ધર્માંની, ભિન્ન ભિન્ન મતોની તથા ભિન્ન ભિન્ન આચારા અને અનુષ્ઠાતાની સમાલાચના ધ્યાનપૂર્વીક સાંભળતા. ધ સભામાં આવનારા સધળા વિદ્વાન અને મહાત્મા પુરુષોને સમ્રાટ યેાગ્ય સન્માન આપતા; એટલુજ નહિં પણ પ્રસ ંગેાપાત તેમને તેમના ચુણા પ્રમાણે પુરસ્કાર વગેરે આપી ઉત્તેજન પણ આપતા. સમ્રાટના આવા વ્યવહારથી પ્રજાજનેતે અત્યંત આનંદ થાય એ સ્વાભાવિક છે. જે ધર્મસભાનુ અમે ઉપર વર્ણન કર્યું તેમાં મૌલવીએ ઇસ્લામધર્મનું સમન કરતા અને અમુલઝલ તેમની સામે ઇસ્લામધની વિરુદ્ધમાં ઉભા રહેતા અબુલક્ઝલની યુતિ તથા વિદ્વત્તાસામે માલવીએ વિશેષવાર ટકકર ઝીલી શકયા નહિ. તેમણે હવે સમ્રાટની હાજરીમાંજ અપશબ્દો તથા ધમકી આપવાના આરંભ કર્યાં. માલવીઓનુ` ક્ષુદ્ર જ્ઞાન તથા અસાધારણ અભિમાન ધર્માંસભામાં પ્રકટ થવા લાગ્યું. આથી ગુણાનુરાગી સમ્રાટ અક્બરની મોલવી પ્રત્યેની શ્રદ્ધા શિથિલ થવા લાગી. તે પોતેજ પાતાની અંદર લેશેા અને કાસા કરવા લાગ્યા. કુરાનના અમુક વાક્યના એક માલવી અમુક અર્થ કરે, તા અન્ય મોલવી તેનાથી છેક વિરુદ્ધજ અર્થ કરવા લાગ્યો. ખાદાઉની લખે છે કેઃ–“ સમ્રાટ પેાતાના ધાખા સમય એભાતખાનામાંજ જ્ઞાનીની સાથે વાર્તાલાપ કરવામાં પસાર કરતા. ખાસ કરીને શુક્રવારે તે તે સમસ્ત રાત્રિ જામત રહીને ધ ચર્ચા કરતા. ધર્માંની ચર્ચામાં કેટલીકવાર માલવી અપશબ્દો Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat 'www.unaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy