SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્રાટ અકબર પણ વાપરતા અને પિતાપિતામાંજ આત્મકલહ કરવા મંડી પડતા હતા. એક મુસલમાને હજરત મહંમદ સાહેબની નિંદા કરી હતી તેથી તથા બીજા એકે શીઆ મત ગ્રહણ કર્યો હતો એવા શક ઉપરથી અબ્દુલનબીએ ઉક્ત ઉભય મનુષ્યોને મારી નખાવ્યા હતા. આવી રીતે સદેહમાત્રથી મનુષ્યોને પ્રાણ લે, એ બહુ જ અનુચિત કર્મ છે, એમ સિદ્ધ કરવા એક મુસલમાને એક પુસ્તક પ્રકટ કર્યું. આથી મૌલવીઓ મુખ્ય બે ભાગમાં વહેંચાઈ ગયા અને એકબીજાને નિંદવા લાગ્યા. કેટલાક મૂલવીઓ અન્યાયને ન્યાયનું રૂપ આપી તથા અસત્ય વાતને સત્યને સુંદર પિષાક પહેરાવી સમ્રાટને છેતરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. એક માલવી જે વાતને ધર્મસંગત ઠરાવવાનો પ્રયત્ન કરતે, તેજ વાતને અન્ય મોલવી ધર્મવિરુદ્ધ ઠરાવવાનો પ્રયત્ન કરતો. આવી રીતે મુખ્ય મૌલવીઓમજ ફાટપુટ થવાથી સાધારણું મુસલમાન-સમાજ ઈસ્લામધર્મ પ્રત્યે શંકાશીલ બન ગયે. સમ્રાટનું અંતઃકરણ બહુજ ઉદાર અને ઉન્નત હતું. સત્ય વાતનું ગ્રહણ કરવાને તે સર્વદા તૈયાર હતા, પરંતુ તેનામાં જેવી જોઈએ તેવી પરિપકવ વિચારશક્તિ નહિ હોવાથી, તેમજ તે સર્વદા નીચ અને અવિશ્વાસી મનુષ્યો દ્વારા ઘેરાયેલ રહેતું હતું તેથી, તેના મન ઉપર શંકાનાં આવરણે ચડવા લાગ્યાં. પરિણામ એ આવ્યું કે ઇસ્લામ ધર્મની મજબૂત દિવાલમાં સેંકડો તડે અને ચીરાઓ પડવા લાગ્યા. બાદાઉની પોતે પણ સમ્રાટ અકબરના સમયમાં એક મૌલવીતરીકેનું કામ કરતો હતો, પરંતુ તે પણ પિતાની બુદ્ધિશક્તિ તથા યુક્તિશક્તિદ્વારા સમ્રાટને ઈસ્લામધર્મનું યથાર્થ માહાસ્ય સમજાવી શક્યા નહતા અને તેથી જ તેને સમ્રાટની વિદ્વત્તા ઉપર આક્ષેપ કરે પડ્યો હોય એમ લાગે છે. મૌલવીઓને રાજ્યની ત્રીજોરીમાંથી પૈસા સંબંધી મદદ આપવામાં આવતી હતી. તેઓ એટલા બધા સત્તાધારી બની ગયા હતા કે ધર્મને નામે લેકે ઉપર જુલમ ગુજારવો એ તેમના મનને રમત વાત થઈ પડી હતી. કોઈ મુસલમાને કુરાનની અમુક આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે, કે અમુકે ધર્મની આજ્ઞાસંબંધી ના અભિપ્રાય બહાર પાડે છે, એમ સાંભળતાંની સાથે જ તેઓ પોતાની મરજી પ્રમાણે તેને મારી નખાવતા હતા. આ બાબતની માહિતી મળતાં અત્યંત ખેદ પામીને સમ્રાટે એવા જુલમી મેલવીઓના હાથમાંથી ધર્મસંબંધી અધિકાર પડાવી લેવાનો વિચાર કર્યો હતો. અબુલફઝલ વગેરેને પણ એમજ લાગ્યું કે ધર્મસંબંધી સધળા અધિકારો માલવીઓ પાસેથી લઈને સમ્રાટના હાથમાં સેપવામાં આવે, તેજ દેશનું કલ્યાણ થાય અને બહુ ધર્મોને સંમિલિત કરવાને યત્ન ૫ણ તોજ સફળ થાય. છેવટે શેખ મુબારક અને અબુલફઝલ આદિના પ્રયત્ન અને પરિશ્રમથી ધર્માધિકાર સંબંધી ધારેલે ફેરફાર થયો. એક જાહેર S બહાર પાડી તેમાં જણાવવામાં આવ્યું કે –“ x x x અમે એમ કરાવી Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy