SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ સમ્રાટ અકબર નહિ. નવાખ`ધી કથા સમાચાર પણ મળ્યા નાહ. પાસેનાએ નાસતી વેળા ઘણાએ સુવર્ણાલંકારે ।, મૂલ્યવાન રત્નખચિત તલવારા તથા સ્વણુ મુકુટો આદિ કિમતી વસ્તુઓ રાજમાર્ગ ઉપર ફેંકી દીધી હતી. તે સમસ્ત વસ્તુઓ મેગલસૈનિકાએ લઇ લીધી. સમ્રાટને પટણા ખાતે નવાબના બહેાળા ધનભંડાર પ્રાપ્ત થયે હતા. સૈનિકાને પણ ભાગ્યના પ્રમાણમાં થાડુંધણું ધન પ્રાપ્ત થયુ. નવાબના પત્તા નહિ લાગવાથી સમ્રાટ દરિયાપુરથીજ પટણા તરફ્ પાા વળ્યો. દરિયાપુર સુધીના માર્ગમાં અકબરને નવાબના ૪૦૦ હાથીઓ મળી આવ્યા હતા, એ પણ પટણા ખાતે લઈ જવામાં આવ્યા. બંગાળ અને બિહારના શાસનકર્તાતરીકે ખાંનેખાના મુનિમખાંની નિમણુક કરવામાં આવી. અને તેના હાથ નીચે રાજા ટારમલ આદિ સેનાધિપતિઓને ખાકી રહેલા યુદ્ધની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાટે નિયુક્ત કરી સમ્રાટ પાતે દીલ્હી તરક્ રવાના થયા. સમ્રાટે હવે ધાર્મિ`ક વિષયામાં મુખ્ય લક્ષ આપવા માંડયું. ભારતના ભિન્ન ભિન્ન ધર્માનું સામજસ્ય કરી, એક નુતન ધર્મ પ્રવર્તાવવા, એ તેના ખાસ ઉદ્દેશ હતા. એ ઉદ્દેશની સિદ્ધિ અર્થે તેણે પ્રયત્ન કરવા માંડયા. સમ્રાટના સેનાપતિ ધીમે ધીમે મુંગેર, ભાગલપુર તથા ગૌડ ઉપર અધિકાર મેળવી, શત્રુની શોધમાં ઉડીસા તરફ આગળ વધવા લાગ્યા. મોગલ સેના જે સમયે વર્તમાન મેદિનીપુર જીલ્લા એળગવાના પ્રયત્ન કરી રહી હતી, તે સમયે અગાળા સેના માગલાને આગળ વધતા અટકાવવા ઉડીસામાંથી બહાર નીકળી આગળ વધી રહી હતી. બંને સેનાએ એક વિસ્તૃત મેદ્યાનમાં એકત્ર થષ્ઠ ! ભયંકર યુદ્ધના આરંભ થયા ! ખગાળીએ મહા પરાક્રમપૂર્વક યુદ્ધ કરવા લાગ્યા. તેમનું વીરત્વ જોઇ કુશળ ગણાતા મોગલ સૈનિકા અત્યંત આશ્રમુગ્ધ થયા. આ યુદ્ધમાં અનેક માગલ સૈનિકા તથા સેનાપતિએ નાશ પામ્યા, અનેકે ભયભીત થઈ પલાયન કર્યું. અંતે મુનીમખાં પણુ ઘાયલ થઇ રહ્યુક્ષેત્રમાંથી છટકી ગયા. આથી માગલસેનાના અગ્ર તથા મધ્યભાગે પરાજય સ્વીકારી નાસી જવાના આરંભ કર્યાં. ખ‘ગાળીઓના બાહુબળે આજે માગલસેનાનુ અભિમાન તોડી નાખ્યું. રાજા ટાડરમલ મેાગલસેનાનુ ડાભુ પડખું સાચવી યુદ્ધ કરતા હતા. તેણે મેગલસેનાની આ દુર્વ્યવસ્થા દૂરથી જોઇ અને ખેદપૂર્ણ અંતઃકરણપૂર્વક તે ત્યાં દોડી આભ્યા, તેણે એક યથાર્થ વીર પુરુષને શોભે તેવી રીતે અશ્વ ઉપર ઉભા થઇ રણક્ષેત્રના ભયંકર કાલાહલ ધ્વનિના ભેદ કરતાં સૈનિકાને સભેાધીને કહ્યું કેઃસામ્રાજ્યના સૈનિકા ! ભય પામશેા નહિ. પ્રધાન સેનાપતિ ખાસ કારણે રણક્ષેત્રમાંથી નાસી જાય તેથી ભય પામવાનું શું કારણ છે ? એવા સેંકડા સેનાપતિએ આવા યુદ્ધમાં પંચત્વ પામે તાપણુ શુ થયું? સામ્રાજ્યનું ગૈારવ આપણાજ હાથમાં છે, જે વિજય મેળવવાના છે તે આપણેજ મેળવવાના છે.” આ પ્રમાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ((
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy