SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ 'ગાળ-બિહાર ઉડીસા અને ગાડ ૧૩૫ પેાતાના સૈન્યને ઉત્સાહિત કરી, પાતે વીરમદથી મદ્દોન્મત્ત થઇ, અસીમ સાહસ અને અદમ્ય તેજપૂર્વક, પેાતાની રાજપૂત સેનાને સાથે લઇ રાજા ટોડરમલ સામા પક્ષ ઉપર તૂટી પડયા. મોગલ સૈનિકા કે જે નાસી જવાને તત્પર થયા હતા તેઓ પણ રાજાની સાથે જોડાયા. રાજા ટાડમલની સામે ટકી રહેવું એ શું સહજ વાત છે ? તેના પરાક્રમરૂપી પ્રવાહને અટકાવવા એ શુ સામાન્ય વાત છે ? પ્રથમ જયથી ઉલ્લાસ પામેલી પણ નાયકવિનાની પઠાણ સેના હવે થાકીને પાછી નાસવા લાગી. નવાએ પેાતેજ પ્રથમ નાસીને સેનાને નાસવાના માર્ગ દર્શાવી આપ્યા! બંગાળીઓએ આ રક્ષેત્રમાં એવું પરાક્રમ દર્શાવ્યું હતું અને એટલા બધા મોગલ સૈનિકાના વધ કર્યાં હતા કે આજે પણ તે રણુસ્થળ “ મેગલમારી ’” ના નામથી લૉકામાં પ્રસિદ્ધ છે. ઉક્ત માગલમારી જંગલ આજે પણ અગાળાના પરાક્રમને પ્રકટ કરી રહ્યું છે ! 66 નવાબ દાઉદ કંટક તરફ નાસી ગયા. ત્યાં ગયા પછી તેણે પુન: સૈન્ય એકત્ર કરવાના પ્રયત્ન ન કર્યાં. આથી મંગાળી અલ્પ સમયમાંજ નિરાશ અને ઉત્સાહૅહીન થઈ ગયા. નવામે સમ્રાટ અક્બરની તાબેદારી સ્વીકારવાની તત્પરતા દર્શાવી; પણ ટાડરમલે જણાવ્યું કે પડાણાને જો ક્ષમા આપીને મુક્ત કરવામાં આવશે તેા પુનઃ તક મળતાં તેએ શત્રુતા દર્શાવ્યા વિના રહેશે નહિ; પરંતુ મુનિમખાંએ છેલ્લા યુદ્ધ સમયે બંગાળી પ્રજાનુ' જે વીસ્ત્ય અનુભવ્યું હતું તેથી તે નવાખની સાથે વધારે વાર શત્રુતા દર્શાવવાની હિંમત કરી સકયા નહિ. તેણે રાજા ટેડિમલના વાંધાને બિલકુલ વજન ન આપતાં નવાખની સાથે સંધિ કરી લીધી. રાજાને આથી નારાજ થવાનું કારણ મળે તે સ્વાભાવિક છે. તે મુનિમખાં પ્રતિ ચ્યવના દર્શાવી ત્યાંથી આગ્રા તરફ ચાલી નીકળ્યેા. આ પ્રમાણે બંગાળા અને બિહાર મોગલ સામ્રાજ્યમાં મળી ગયાં. માત્ર એક ઉડીસા પ્રાંત નવાખના હાથમાં રહ્યો. સંધિના ચિન્હસ્વરૂપ એક બહુમૂલ્ય રત્નખચિત તલવાર ખાનેખાનાએ નવાબને ભેટ આપી. ત્યારબાદ મુતિમખાંએ ગૌડ તરફ્ પ્રયાણુ કર્યું. મોગલસેના વર્ષોમાં ભજાતી અને માની મુશ્કેલીથી હેરાન થતી છેવટે ગાડમાં દાખલ થઇ. ગાડ તે સમયે બંગાળ, બિહાર અને ઉડીસાની રાજધાની હતી, શાલા અને સંપત્તિની લીલાભૂમિ હતી. મોગલસેનાના પ્રવેશ ખાદ કમનસીબે અલ્પ સમયમાંજ મહામારી ફાટી નીકળી. જ્વર આદિ રાગથી નિત્ય હજારો મનુષ્યા મૃત્યુ પામવા લાગ્યાં. હિંદુ શમને અગ્નિદાહ આપે તથા મુસલમાનના શમને ખરસ્થ કરે એવુ કાઇ મનુષ્ય રહ્યું નહિ. સ` નિવાસી પાતપેાતાના પ્રાણને બચાવવા સ્નેહ-મમતાને તિલાંજલિ આપી . નગરીમાંથી નાસી જવા લાગ્યા. શબની વ્યવસ્થા ક્રાઇ કરે તેમ ન હેાવાથી હજારા મુડદાં નિત્ય નદીમાં તણાતાં મૂકવામાં આાવ્યાં. સડી જતાં શખામાંથી નીકળતી દુર્ગંધને Shree Shanaswami yahbrendar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy