SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ બંગાળ-બિહાર-ઉડીસા અને ગાડ 133 હાજીપુર તાબે કરી લેવું સમ્રાટે મેગ્ય ધાર્યું. તેણે સિન્યથી ભરપૂર ત્રણ મોટી નિકાઓ હાજીપુર જીતી લેવા પટણાથી રવાના કરી. નૈકાઓ રવાના કર્યા પછી સમ્રાટ નદીકિનારે બેસી દૂરબીનની સહાયતાથી પિતાની સેનાની હિલચાલ તપાસી રહ્યો હતો. હાજીપુરમથી નવાબના સૈન્ય આવી મોગલેની સામે ટક્કર લીધી. બંને સેનાઓ વચ્ચે ભયંકર જળયુદ્ધ થયું. સમ્રાટ આ સઘળું શાંતભાવે તો હતું. તેને જયારે એમ જણાવ્યું કે બંને પક્ષે ખૂબ લડીને કંટાળી ગયા છે ત્યારે તેણે અન્ય ત્રણ મેટી નૈકાઓ પુનઃ પટણાથી રવાના કરી. નવું તાજું સૈન્ય આવી પહોંચતાં પરિભ્રાંત મોગલસૈનિકે પુનઃ ઉત્સાહમાં આવી જઈ ભયં. કર પરાક્રમપૂર્વક લડવા લાગ્યા. નૂતન ઉત્સાહ અને અમ્મલિત વેગને સર્વદા વિજયજ થાય છે. આ પ્રસંગે પણ તેમજ બન્યું. નવાબનું સૈન્ય નાશ પામ્યું અને મેગલેએ તરતજ હાજીપુર ઉપર અધિકાર મેળવ્યું. “હાજીપુર હાથમાંથી ચાલ્યું ગયું છે” એવા સમાચાર રાત્રિસમયે નવાબને મળ્યા. સઘળી આશા એકાએક પડી ભાંગવાથી નવાબ તેજ રાત્રીએ એક નોકામાં બેસી બની શકે તેટલી ઝડપથી નાસી ગયે. જાહનવી માતા બંગાળાના કલંકને પિતાના ખોળામાં લઈ અંધારી રાત્રિએ પણ બંગદેશ તરફ વહી ગઈ! નવાબની સમસ્ત ધનસંપત્તિ પટણામાંજ પડી રહી. “નવાબ નાસી ગયો છે” એવા સમાચાર ફેલાયા કે તરત જ તેના સિનિકે, સેનાપતિઓ અને પ્રધાન પિતતાને જીવ લઈને નાસી જવા લાગ્યા. બંગાળાનું વિપુલ સૈન્ય પિતાને જીવ બચાવવા જ્યાં ફાવે ત્યાં નાસી ગયું. નાયક અદશ્ય થશે એટલે જાણે કે બધુંજ ગયું, એમજ તે કાળે સિનિદ્રામાં મનાતું હતું. જાણે કે તેઓની સ્વદેશહિતૈપિતા કેવળ માત્ર નવાબની ખાતરજ હેયને ! પ્રાતઃકાળે સમ્રાટે સુંદર-મનહર પોશાક પહેરી વિજયી વેશે વાજતે ગાજતે પાટણ નગરીમાં પ્રવેશ કર્યો. જે અપરાધીઓએ મોગલસેનાની સામે થઈ સામ્રા જ્યને વધતા-ઓછા પ્રમાણમાં હાનિ કરી હતી તેમને ઉદારતાપૂર્વક ક્ષમા આપનારો ઢંઢેરે સમ્રાટે જાહેર કર્યો. પટણામાં માત્ર ચાર કલાક સુધી રહી નાગરિકોના જાન-માલની રક્ષા અર્થે રાજાએ જે વ્યવસ્થા કરવી જોઈએ તે સઘળી વ્યવસ્થા કરી વાળી અને ત્યારબાદ પિતે શું કરવું તેને નિર્ણય કરી, ઘેડા અશ્વારોહીઓને સાથે લઈ સમ્રાટ નગરીમાંથી બહાર નીકળે અને અશ્વપર બેસી નાસી ગએલા નવાબને પકડવા પ્રવૃત થયા. વર્ષાઋતુને લીધે નદીએ ભયંકરરૂપ લીધું હતું, રસ્તે પણ કાદવ અને ખાડા-ખાબેચીને લઇને કષ્ટદાયક થઈ પડે હતો. છતાં નવાબને પકડવા સમ્રાટ પિતે બહાર પડે. તે પુનઃ પુનઃ ઘેડાની સાથે નદીમાં ઝુકાવી નદી ઓળંગવા લાગે. વાયુવેગે અશ્વને ચલાવે અને રોજના લગભગ ૬૦ માઈલ કાપતે તે દરિયાપુરમાં આવી પહોંચ્યું; તથાપિ નવાબને પત્તો લાગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy