SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦. સમ્રાટ અકબર સમયે બહુ પ્રખ્યાત હતા. તેમણે દિલ્હી તથા આગ્રા ખાતે જઈ સમ્રાટ અકબરને લાઠીની ભયંકર રમત દર્શાવી હતી. અકબર તેમની કુશળતા જોઈ મુગ્ધ થશે હતા. વસ્તુતઃ બંગવાસીઓને બે ભાગ લાઠીક્રીડાને બાલ્યાવસ્થામાંથી જ અભ્યાસ કરતે. આથી તેમનાં શરીર બળવાન થતાં, એટલું જ નહિ પણ તેમનામાં સાહસ અને હિંમતને પણ સંચાર થતો. અમે અમારી બાલ્યાવસ્થામાં અનેક કદાવર અને સાહસી લાઠીવાળાઓની લાઠીક્રીડા જોઈ છે. વર્તમાન જમાનામાં એવી ક્રિીડા જેવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થવું પ્રાયઃ અસંભવિત છે. જમીનદારોની ઉપર જે કે પઠાણનું રાજ્ય હતું, પણ પશ્ચિમમાં વિષ્ણુપુર અને પંચકેટમાં, દક્ષિણમાં સુંદરવનની પાસેના પ્રદેશમાં, પૂર્વમાં આસામ, ચદમ્રામ, નેય ખાલી તથા ત્રીવેરામાં અને ઉત્તરમાં કુચબિહારમાં મુસલમાની સત્તાઓ પ્રવેશ કર્યો નહોતે. તે સમયે કુચબિહાર અને ત્રીપુરાનું રાજ્ય લેશ પણ શક્તિહીન બન્યું નહેતું. અબુલ ફઝલે લખ્યું છે કે અકબરના સમયમાં પણ ત્રીપુરાના રાજા પાસે બે લાખ પદાતિકે અને એક હજાર હાથીનું સૈન્ય હતું. કુચબિહારના રાજા પાસે ૧ લાખ પદાતિ અને એક હજાર હાથીની સૈન્યસંખ્યા હતી. કામરૂપ પ્રદેશ એ કુચબિહારને આધીન હતો અને રંગપુરની અંતર્ગત આવેલા ગોલાઘાટ પર્યત કુચબિહારનું રાજ્ય વિસ્તાર પામ્યું હતું. આસામ પણ તે સમયે એક અતિ સમૃદ્ધિશાળી હિંદુરાજ્ય હતું. આરાકાન પણ એક પૃથક્ રાજ્ય હતું અને ચદમ્રામ બંદર તેને આધીન હતું. ઈ. સ. ના સત્તરમા સૈકામાં બનીઅર સાહેબે બંગાળામાં મુસાફરી કરીને લખ્યું છે કે “વર્તમાન લેખકે મીસર દેશને જ પૃથ્વીમાં સર્વથી સુંદર અને ફળકૂપરૂપે વર્ણવે છે; પરંતુ મારા વિચાર પ્રમાણે તે બંગાળા મીસરને પણ એક બાજુએ મૂકી દે તે રસાળ અને ફળપૂર્ણ છે. મનુષ્યના નિર્વાહને માટે અત્યાવશ્યક ગણાતી સામગ્રી અત્ર પુષ્કળ ઉત્પન્ન થાય છે. રેશમનાં અને સૂતરનાં વસ્ત્રો એટલાં બધાં ઉત્પન્ન થાય છે કે નવીન પ્રેક્ષકને તેથી આશ્ચર્ય થયા વિના રહે નહિ. હાલાંદવાસીઓ તે વસ્ત્રોને યુરોપ અને જાપાન તરફ રવાના કરે છે. તે સિવાય અન્ય અનેક દૂર પ્રદેશોમાં પણ તેની નિકાસ થાય છે. તે ઉપરાંત તે સમયે એક પ્રકારનું એવું શણ ઉત્પન્ન થતું કે અબુલ ફઝલના કહેવા પ્રમાણે તેમાંથી તૈયાર થએલું વસ્ત્ર સંપૂર્ણ રેશમના જેવું જ પ્રતીત થતું. બંગાળમાં એક દિવસે હીરાઓ પણ મળી આવતા હતા. બિહાર અથવા મગધનું પ્રાચીન ગૈરવ અમે આગળ વર્ણવી ગયા છીએ. બંગાળ અને બિહાર પઠાણોના તાબામાં ગયા પછી ઉડીસ પ્રાંત પ્રાયઃ ૪૦૦ વર્ષપર્યંત, પોતાના બાહુબળવડે હિંદુશકિતનું સંરક્ષણ કરી શકયા હતા. અકShબર તખ્તનશીન થયે તે સમયે પણ ઉડીસા પ્રાંત એક શકિતશાળી હિંદુરાજ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy