SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ બંગાળ-બિહાર-ઉડીસા અને ગેડ ૧૨૯ શિખરે પહોંચ્યું હતું. રાજા દેવપાળના સમયમાં બંગાળીઓ દિગ્વિજય અર્થે બહાર પડયા હતા અને તેમણે કામરૂપ તથા ઉડીસાને વિજય કર્યો હતે. હિમાલયથી લઈને વિંધ્યાચળ પર્યત સમસ્ત આર્યાવર્ત ઉપર વિજય-પતાકા ફરકાવી હતી; એટલું જ નહિ પણ તેઓએ યુદ્ધાથે કાંજ દેશમાં પણ પ્રવેશ કર્યો હતો. આ કાંબોજને પ્રદેશ પર્શ આની ઉત્તર-પૂર્વ દિશાઓમાં આવેલો છે. એક દિવસે બંગાળીઓએ જ ઉડીસા (ઓરીસા) માં બંગાળી રાજવંશની પ્રતિષ્ઠા કરી હતી, અને તે રાજવશે–ગંગાવંશે પોતાને પ્રબળ પ્રતાપ પૃથ્વીતળ ઉપર વિસ્તાર્યો હતો. બંગાળીઓએ એકવાર ચિરકુમારવત (આજીવન બ્રહ્મચર્યવ્રત) સ્વીકારી, સુખ-ઐશ્વર્યને તૃણવત લેખી બૌદ્ધધર્મોપદેશકતરીકેનું પવિત્ર કર્તવ્ય અંગીકૃત કર્યું હતું. બંગાળ પૂર્વપુરુષ એકવાર હિમાલયને ઓળંગીને ટીબેટ, ચીન અને મંગેલીયાપર્યત ગયા હતા અને ત્યાં પિતાના અગાધ પાંડિત્યને, પરેપકાર વ્રતને તથા હૃદયની પવિત્રતાને પરિચય આપી સમસ્ત પ્રદેશના અધિવાસીઓમાં પરમપૂજ્ય મનાયા હતા. અત્યારે બંગાળી પ્રજા જેવી બીકણ, કાયર, નિરુદ્યમી તથા નિરુત્સાહી ગણાય છે તેવી પૂર્વે નહતી. પ્રાચીન રાજા તરીકે બલ્લાલસેન બંગાળમાં પ્રસિદ્ધ છે. તેણે બંગાળી પ્રજાના અનેક વિભાગે પાડી દેશનું મહા અનિષ્ટ કર્યું છે. તેના એક વંશધર લાક્ષ્મણેયના સમયમાં પઠાણ સેનાપતિ બખતીયાર ખીલજીએ ઇ. સ. ૧૧૯૯ માં ગડ અને નવીપ ઉપર અધિકાર મેળવ્યો, એટલે તે લક્ષ્મણેય સપરિવાર ત્યાંથી નાસી ગયો અને વિક્રમપુરમાં આશ્રય લીધો. ત્યારબાદ તેના વંશજોએ ઉક્ત નગરીમાં ૧૨૦ વર્ષપર્યત એજ્ય કર્યું હતું. આવી રીતે જ્યારે પશ્ચિમબંગાળ-પ્રદેશ મુસલમાનના તાબામાં હતા તે સમયે પણ પૂર્વબંગાળા રવાધીન હતો અને તે ઉક્ત પ્રસંગ પછી ૧૨૦ વર્ષપર્યત પાતાની સ્વાધીનતા સાચવી રહ્યો હતો. પશ્ચિમ બંગાળ જે કે પઠાણોને તાબે હતો, પણ ત્યાંના અનેક હિંદુ જમીનદારો બહુજ શક્તિસંપન્ન લેખાતા હતા. તૈમુરના હલ્લા પછી અર્થાત ઈ. સ. ના ૧૫ મા સૈકાના પ્રારંભમાં રાજા ગણેશે પડાને હરાવી બંગાળાનું સિંહાસન લીધું હતું. તેના વંશજોએ પાછળથી મુસલમાન ધર્મ સ્વીકાર્યો હતો અને બંગાળામાં ૪૦ વર્ષપર્યત રાજ્ય કર્યું હતું. પઠાણોના અવસાન સમયે અને મેગલેના અભ્યદય સમયે બંગાળામાં “દ્વાદશ ભૌમિકે ” ની સત્તા પ્રવર્તતી હતી. તેઓ તે કાળે અત્યંત શક્તિશાળી ગણતા હતા. તેઓની પાસે સૈન્યની સારી સંખ્યા હતી, તેમજ નૈકાઓ પણ હતી. તેમના રાજયકાળમાં પ્રજા પિતાની પાસે હથીઆરે રાખી શક્તી હતી અને તે માટે તેમને કઈ કર કે દંડ ભરે પડતો નહતા. તેઓ પોતાના રાજાની આજ્ઞા મળતી કે તુરતજ ઢાલ, તલવાર આદિ શસ્ત્રો લઈ યુદ્ધાર્થે બહાર નીકળી પડતા. બંગાળના “લાડીવાળા ” તે Shree Sudhatten att ha en Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy