SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ બંગાળ-બિહાર-ઉડીસા અને ગેડ તરીકે પ્રસિદ્ધ હતો. અબુલફઝલે લખ્યું છે કે ઉક્ત હિંદુરાજ્યમાં ૧ર૯ જેટલા કિલ્લાઓ હતા. બંગાળ અને બિહારમાં પઠાણ રાજાએ કેવળ પિતાના બાહુબળવડેજ રાજય ચલાવતા હતા, એમ કહીએ તે અયોગ્ય નથી. તેમને મેટો ભાગ બુદ્ધિશકિતથી કિંવા રાજનીતિકળાથી છેક વિમુખ જ હતું. ભાગ્યેજ કેઈ પઠાણ રાજા સત્કાર્યદ્વારા પ્રજાવર્ગને આનંદ કે સંતોષ આપવાનો પ્રયત્ન કરતે, અર્થાત મારફાડ અને લૂંટ ફાટ સિવાય અન્ય રાજનીતિનું તેમને લેશમાત્ર જ્ઞાન ન હતું. આથી કરીને કઈ પઠાણ રાજા મૃત્યુ પામતાં પ્રજાવર્ગ દિલગીર થતે નહિ. રાજાના અભ્યદય કિવા અધઃપતન સાથે પ્રજાને બહુ સંબંધ નહોતે. રાજ્યનો કોઈ અમલદાર વિશેષ શક્તિવાન બની રાજ્યને ધણી થઈ બેસતે તે પ્રજા તેની સામે થયા વિના મંગે મોઢે નવા રાજાની સત્તા સ્વીકારી લેતી. પ્રજાની ઉપેક્ષાને લીધે જ છલિમાન જે રાજ્યનો એક સાધારણ નોકર બંગાળ અને બહારના સિંહાસન ઉપર વિરાજવાને સમર્થ થઈ શક હતો. તેનો એક હિંદુ સેનાપતિ કે જે કાળા પહાડના નામથી પ્રસિદ્ધ છે, તેણે ઇ. સ. ૧૫૬૦માં સર્વથી પ્રથમ ઉડીસા ઉપર વિજય મેળવી તે પ્રદેશ મુસલમાની સત્તા નીચે મૂકી દીધો હતો. તેણે પુરી અને જગન્નાથનાં મંદિરો લૂંટી લઇ અનેક મૂર્તિઓ નષ્ટ કરી હતી. ( છલિમાન જે કે બંગાળ, બિહાર અને ઉડીસાને નવાબ બન્યા હતા તેપણ તેણે સમ્રાટ અકબરની સાથે વૈરભાવ નહિ રાખતાં તેની તાબેદારી સ્વીકારી હતી. તે સમ્રાટની સત્તા નીચેજ રાજ્ય કરતા હતા, એમ પણ કહી શકાય. સમ્રાટ જે સમયે ગુજરાતની ચડાઈમાં રોકાયા હતા, તે સમયે નવાબ છલિમાન મૃત્યુ પામે. તેની પછી તેને પુત્ર દાઉદ રાજગાદીએ આવ્યો. તે બહુજ દારૂડિયે અને ઇન્દ્રિયાસકત હતા. તે પિતાની શકિતનું અભિમાન દર્શાવવા મોગલ સામ્રાજ્ય સામે લડવાને તૈયાર થયો. અમે પૂર્વે જ કહી ચૂકયા છીએ કે તે સમયે બંગાળી પ્રજા યુદ્ધવિદ્યાથી અજ્ઞાત નહોતી, તેમજ સાહસ અને બળ દર્શાવવામાં પણ ભીસ્તા. દાખવતી નહતી. પૂર્વકાળના બંગવાસીઓ વિષે જ્યારે અમે વિચાર કરીએ છીએ ત્યારે “શું આ તેજ બંગપ્રદેશ હશે એ અમને પ્રશ્ન ઉદ્દભવ્યા વિના રહેતો નથી. ટુઅર્ટ સાહેબ બંગાળાના ઇતિહાસમાં લખે છે કે –“તે સમયે બંગાળમાં ૪૦ હજાર અશ્વારોહી સેના, ૧ લાખ ૪૦ હજાર પદાતિકેનું સૈન્ય, ૨૦ હજાર બંદુકે, ૩૬૦૦ યુદ્ધહસ્તી તથા સેંકડો જલયુદ્ધોપયોગી નૌકાઓ હતી.” તે સમયે હિંદુ અને મુસલમાન બંગાળીઓ ભેદભાવરહિતપણે સૈન્યસંખ્યામાં ભરતી કરતા હતા. બંગાળી પ્રજા મૂળથી જ શોખીન અને કામળ પ્રજા છે, એમ કોણ કહી શકશે? ઉકત સમયે ખાંખાના મુનિમખાં જનપુરને શાસનકર્તા હતા. સમ્રાટની આજ્ઞા મળ્યા પછી યુદ્ધને માટે તે તૈયારીઓ કરી રહ્યો હતો. તેની તૈયારીની તપાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy