SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્રાટ અકબર ગયો અને ગુજરાતમાં આવીને વિદ્રોહીઓ સાથે મળી જઈને પિતાનું ગયેલું રાજ્ય પુનઃ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. સમ્રાટે તેના દમનાર્થે આ વેળા મિર્જા અબદુલ રહીમને ગુજરાત તરફ રવાના કર્યો. તેણે અમદાવાદની પાસે જ પરાક્રમપૂર્વક શત્રુઓને પરાજ્ય કર્યો અને ત્યારબાદ વિજયીષે અમદાવાદમાં પ્રવેશ કર્યો. તેણે આ વેળા પણ સર્વ અપરાધીઓને તેમના અપરાધ બદલ ક્ષમા આપી અને સમ્રાટને ઢઢેરે જાહેર કર્યો. જે બળવારેએ રાજ્યપ્રત્યે બેવફાઈ દાખવી અનેક મોગલસૈન્યને નાશ કર્યો હતો અને સામ્રાજ્યને મુશ્કેલીમાં ઉતાર્યું હતું, તેમને પણ સમ્રાટ અકબર ક્ષમા આપે છે, એમ એ ઢંઢેરામાં જણાવવામાં આવ્યું હતું. સમ્રાટની આવી સહૃદયતાવાળી શાસનનીતિ જોઈ ગુજરાતવાસીઓ બહુ આનંદ અને સંતોષ પામ્યા. તેઓ મેગલ સામ્રાજ્ય પ્રત્યે પ્રેમ અને ઉપકારની ઉંડી લાગણીથી જોવા લાગ્યા. ગુજરાતે પુનઃ શાંતભાવ ધારણ કર્યો. અબ્દુલ રહીમ જ્યારે આગ્રા ખાતે પાછો ફર્યો ત્યારે સમ્રાટે તેને “ખાંખાના”ની ઉપાધિ, પાંચ હજાર સેનાનું સેનાપતિપદ, એક ઉત્કૃષ્ટ અશ્વ, એક મનોહર ” પાષાક તથા એક કિંમતી હીરારત્નજડિત તલવાર ઉપહારરૂપે અર્પણ કરી. તે સિવાય જે જે સૈનિકેએ ઉકત યુદ્ધપ્રસંગે મહાવીરત્વ દર્શાવ્યું હતું તેમને પણ યથાયોગ્ય ભેટો આપી સંતુષ્ટ કર્યા. | ગુજરાતના શાસનકર્તાતરીકે પુનઃ મિજ આજીજ કોકાની નિમણુક કરવામાં આવી. તે તૃતીય મુજફરને કશી પણ શારીરિક હાનિ કર્યા સિવાય પિતાને તાબે કરવા શકિતમાન થયે; પણ કમનસીબ મુજફર પિતાની મેળે આત્મહત્યા કરી સદાને માટે દુઃખમાંથી મુક્ત થયા. મિર્જા આજીજ કેક બહુજ ડાહ્યો મનુષ્ય હતો. તે પોતાના સદ્દગુણબળે એક સામાન્ય સ્થિતિમાંથી આગળ વધ્યો હતું અને સામ્રાજ્યના એક અત્યજજવળ રત્નરૂપે ગણાયા હતા. તે સમ્રાટની એક ધાત્રીને પુત્ર હતું. સમ્રાટ તેને અંત:કરણપૂર્વક ચાહત હતા. તે અનેકવાર સમ્રાટ પ્રત્યે અવજ્ઞા દર્શાવતા હતા પરંતુ સમ્રાટ અકબર તેનાં એવાં આચરણો માટે બિલકુલ ખેદ કે ક્રોધ દર્શાવતે નહિ. અકબરને કોઈ પૂછતું કે-“ તમે મિજ આજીજ કાકાની અવજ્ઞા શામાટે સહન કરે છે ?” તે તે ઉત્તરમાં જણાવતે કે –“ આજીજ અને મારી વચ્ચે દૂધની જે સરિતા વહે છે તેનું હું ઉલંધન કરી શકતું નથી.” આજીજે બિહાર, ગુજરાત આદિ સ્થાને યુદ્ધક્ષેત્રમાં પોતાનું વીરત્વ દર્શાવી આપ્યું હતું. સમ્રાટે તેને “ખાને આજમ” ની ઉપાધિ પ્રદાન કરી હતી, તથા છેવટે સામ્રાજ્યના સર્વ પ્રધાન અમાત્યતરીકેનું પદ પણ અર્પણ કર્યું હતું. તેની એક પુત્રી સાથે પોતાના પુત્ર કુમાર મુરાદને તથા બીજી એક પુત્રી સાથે પૌત્ર ખુશરૂને સમ્રાટે વિવાહ કર્યો હતો અને તે નિમિત્તે તે તેને એક લાખ રૂપિયા આપ્યા હતા. સમ્રાટે પ્રવર્તાવેલા નૂતન ધર્મને આજે www.umaragyanbhandar.com Shree'Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy