SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાત અને મિજ આજીજ કેકા ૧૨૩ ખરૂં? મોગલસેનાને પલાયન કરતાં નથી આવડતું એમ શત્રુને દર્શાવી આપે. મારી ખાત્રી છે કે તેમાં આપણે વિજય થયા વિના રહેશે નહિ.” એટલામાં રણવાદને ગંભીર ધ્વનિ થયા. મેગલસેના શત્રુપક્ષને નાશ સાધવા સજજ થઇ અને શ્રેણીબદ્ધભાવે ઉભી રહી. મેગલ સૈન્યની આવી દઢતા પ્રત્યક્ષ નિહાળી વિદ્રોહીઓ આશ્ચર્ય તથા ભય પામ્યા. તેમણે વિચાર કર્યો કે ટેકરીની મધ્યમાં આવું પુષ્કળ સૈન્ય હેવું જોઈએ. સૈનિકને અમુક ભાગજ શ્રેણીબદ્ધ થઈને આપણી સામે ઉભો રહ્યો છે, બાકીનું સૈન્ય ટેકરીમાં છુપાઈ રહેલું હશે. આ વિચાર કરી તેમણે પૂર્વ સંકલ્પને ત્યાગ કર્યો અને ત્યાંથી નાસી જવાને તૈયાર થયા; પરંતુ સમ્રાટ અકબર તેમને ત્યાંથી સહિસલામત નાસી જવા દે તેમ પણ નહેતું; તેથી તે એક માત્ર પોતાની સાહસિકતા ઉપર આધાર રાખી, પિતાની નાનકડી સૈન્યસંખ્યા સાથે વિપક્ષને યથાયોગ્ય દંડ આપવા તેમની પાછળ દોડયા. શત્રુને થોડે દૂર સુધી હાંકી કહાડી ત્યાંથી સમ્રાટ સ્વસ્થાને પાછો આવ્યો. દુઃખ કે વિપત્તિ સમ્રાટ અકબરને કદાપિ વિચલિત કરી શકી નહતી; તેમજ સાહસે કદાપિ સમ્રાટને પરિત્યાગ કર્યો હતો. સમયસૂચકતા દર્શાવવામાં પણ સમ્રાટ કદિ વિલંબ કર્યો નહતું. ત્યારબાદ સમ્રાટે એજ રણક્ષેત્રમાં ઈશ્વરની પાસે કૃતજ્ઞતા દર્શાવી છશ્વરની ઉપાસના કરી. ગુજરાતને બળવે શાંત કરી ૪૩ મે દિવસે સમ્રાટે પુન: આગ્રામાં પ્રવેશ કર્યો. સમ્રાટની કાર્ય કુશળતા તથા અપરિમેય શ્રમશીલતા જોઈ સર્વને બહુ આશ્ચર્ય થયું. ઇસ૧૫૭૪-૭૫ માં ગુજરાતમાં એક ભયંકર દુકાળ પડયો હતો. દુકાળની સાથે મહામારી આદિ વિવિધ રંગપરંપરા પણું હાહાકાર વર્તાવી રહી હતી. ગુજરાતની પ્રજાને મોટે ભાગ આત્મરક્ષા અર્થે સ્વદેશમાંથી તે સમયે બહાર નીકળી ગયા હતા. એ દુકાળ માત્ર છ મહીના પર્ય તજ ચાલ્યો હતો. સમ્રાટે દુષ્કાળપીડિત મનુષ્યને ધન તથા ઔષધ વગેરેની સહાયતા આપવામાં અપરિસીમ ધનને ભોગ આપવામાં લેશમાત્ર સકેચ સે નહેતા. ' મિજ આજીજ કેકાની થેડા દિવસ બાદ બદલી કરવામાં આવી. પુનઃ વિદ્રોહીઓએ સારી તક જોઈ ગુજરાતમાં બળ ઉઠાવવાની હીલચાલ કરી અને ખંભાતનગરીના કિલ્લા ઉપર ઘેરો ઘાલ્યો. ઉક્ત વિદ્રોહ શાંત કરવા સમ્રાટ અકબરે રાજા ટોડરમલને રવાના કર્યો. રાજા ટોડરમલના આગમનના સમાચાર સાંભળી બળવાખોરો ભય પામીને તથા ઘેરે ઉઠાવી લઈને ત્યાંથી પલાયન કરી ગયા. છેવટે રાજા ટોડરમલની સાહસિકતા અને બુદ્ધિકુશળતાના પરિણામે એકેએક વિદ્રોહી પરાજિત થયા અને ગુજરાતમાં પુન: શાંતિની સ્થાપના થઈ. ડા દિવસ પછી ગુજરાતને અધિપતિ તૃતીય મુજફર કે જેને સમ્રાટે સમાનપૂર્વક આગ્રા ખાતે મોકલી આપ્યો હતો. તે અકસ્માત આગ્રામાંથી નાસી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy