SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ પુતળાંઓની જેમ સ્થિર થઈ ગયા હતા, એટલામાં ફરીને આવેલી આફત ઓછી હેયની ! તેમ બીજી દુઃખદાયક ખબર કિલ્લામાંથી આવી. તેથી અમારા અને એકત્ર થએલ સર્વે લોકોના શોકને અવધિ થઈ ગયે ! તે ખબર એ હતી કે-“બાળકુમાર મરણ પામ્યા છે!” તે સાંભળી તમામ લોકો દુઃખસાગરમાં ડૂબી ગયા ! હાય ! હાય ! તે વખતે ફરી દુઃખદાયક કોલાહલ થયે. દુર્ભાગી કિશોરસિંહ અને વસુમતીની પ્રેમગ્રંથીના ફળ સ્વરૂપ બાળકુમાર પણ અમને છેડી ગ. સરદાર ! તે સમયે દૂર્ગમાં જે શેક અને રૂદન થયું તેનું સંપૂર્ણ તે શું પણ થોડુંએ વર્ણન કરવા હું અસમર્થ છું.” ફરી એક ક્ષણ સુધી રણમલ ચુપ થઈ ગયે-થોડી વાર પછી તે ફરીને બોલવા લાગ્યો-“કિશોર સિંહજીના મૃત્યુ પછી આ કલાની માલેકી દુર્જનસિંહ પાસે આવી. દુજેનસિંહ આ કિલાના માલેક થયા કે તરત જ આસપાસના પ્રદેશમાંથી પુષ્કળ લુંટારાઓને પકડી પકડીને ઘટતી શિક્ષાએ પહોંચાડ્યાઘણા ઘણા પ્રયત્ન કરવા છતાં કિશોરસિંહજીને ખૂની ન પકડાયો તે નજ પકડાયે. પછી તરતજ દુર્જનસિંહજીએ જે જગ્યાએ કિશોરસિં. હજી વિગેરેનાં ખૂન થયા તે જગ્યાએ તરતમાંજ પુષ્કળ દ્રવ્ય ખરચીને જગ્યાએ એક ઉંચા છતાં રમણીય સ્ફટિકસ્તંભ ચણજો. આપ તે સ્તંભ જે છે ખરો કે? પેલો જુઓ ! અહીંથી સામેની ઝાડીમાં દેખાય છે તેજ ફાટિકતંભ ! ” એમ કહી બારીમાંથી તે રફાકિસ્તંભ તરફ આંગળી કરી. તેજ સ્તંભ ! રણમલ, તમે જે હકીકત કહી તે ખરેખર બહુજ શેકજનક અને હૃદયભેદક છે, એમાં જરાએ શંકા નથી. આ હકીકત મેં આજેજ તમારા મુખે ક્રમવાર શ્રવણ કરી છે. વાર, પણ પછી શું થયું? તે મહિષબલી-મહત્સવની બાબતમાં કેમ છે? ” સરદાર સાહેબ ! હવે તમને તે જ વાત કહીશ. આ મહોત્સવ દરેક નવા વર્ષના પહેલા દિવસે જ ઉજવવાને બહુજ પ્રાચીનકાળથી શિવાજ ચાલ્યો આવે છે. તે દિવસે કિલ્લામાં મહાન ભોજન સમારંભ થાય છે. તે દિવસે દુર્ગાધિપતિએ ઉપવાસ કરવો જોઈએ અને પિતાના આશ્રિત મનુષ્ય જ્યાં સુધી જમી ન રહે ત્યાં સુધી સભામહેલમાં હાજર રહેવું જ જોઈએ. કિલ્લામાંના તમામ લોકો સારી રીતે જમી રહ્યા પછી તેણે જમવું જોઈએ.” આ રિવાજ બહુજ સારે છે, આ રિવાજથી પ્રજામાં ઉત્સાહ વધે છે અને પિતાના માલિકની બાબતમાં પ્રજાનું ચિત બહુજ શુદ્ધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034539
Book TitleLalitprabha Yane Ranvir Rajputono Rajyarang
Original Sutra AuthorN/A
AuthorUdaychand Lalchand Pandit
PublisherUdaychand Lalchand Pandit
Publication Year
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy