SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ પ્રાતઃકાળ થતાં પહેલાં તે એક બહુજ ભયંકર ખબર કિલ્લામાં આવી પહેચી. અમારા દયાળુ સ્વામિ અને સ્વામિનીનું રસ્તામાં ભયંકર રીતે ખૂન થયું હતું. તેઓ પુત્રના વ્યાધિની હકીકત જાણતાંજ આ તરફ આવવા રવાના થયા અને રસ્તામાં જ કેટલાક લુંટારૂ લોકોએ તેમને લુંટી લીધા અને અફસોસ ! કે તે ઘાતકી નરરાક્ષસોએ દેવસ્વરૂપ પતિપત્નીનું ઘાતકી રીતે ખૂન કરી નાંખ્યું હતું ! આ વાત કિલ્લામાં આવી પહોંચતાંજ હાહાકાર થઈ ગયો અને આખા કિલ્લામાં શોક અને ઉદાસીનતા છવાઈ ગઈ. તે સમયની શોકજાક અને દુઃખદ સ્થિતિનું વર્ણન મારાથી થઈ શકે તેમ નથી. દુર્જનસિંહે પણ પિતાને બંધુ માટે બહુજ શોક કર્યો. સર્વ આશ્રિત લેક રૂદન કરવા લાગ્યા અને તે સમયે આખા કિલાને શોકમય અને ભયાનક સ્વરૂપ પ્રાપ્ત થયું હતું. પછી આ કિલ્લામાંથી ઘણું મનુષ્યો જે જગ્યાએ મારા માલેકનું ખૂન થયું હતું ત્યાં ગયા. ત્યાંને ભયંકર દેખાવ જોઈ ઘણા લોકો મૂચ્છિત થઈ જમીન ઉપર પછડાઈ પડ્યા. ત્યાં છિન્નવિછિન્ન થએલી ત્રણ લાસ પડી હતી ! હાય-હાય! તે દેખાવ બહુજ દુઃખદાયક અને ભયાનક હતે. બિચારા ત્રણે નિરપરાધી પ્રાણીઓ અકાળે પરલેકે પ્રયાણ કરી ગયા હતા. તે લાસેની આસપાસની જમીન રક્તથી ભીંજાએલી હતી અને ચારે તરફ રક્તના છાંટા પડેલા હતા. અમારા દયાળુ માલેક ઉપર અને વસુમતીબા સાહેબના શરીર ઉપર પ્રાણઘાતક અનેક ઘા થયા હતા. તે શૂરવીર નરે પિતાના અને પોતાની ધર્મપત્નના પ્રાણ બચાવવા શત્રની સાથે બહુજ જબરદસ્ત ટક્કર ઝીલી હતી. તેમના અંગરક્ષકો ભયભીત થઈ પહાડોમાં ભટકતા સપડાયા. રાણુના શરીર ઉપરના તમામ દાગીનાઓ લુંટાશ લઈ ગયા હતા. ઘણે વખત સુધી રડવાને લીધે ત્યાં ગએલા લેકના શેકસથી ભરેલાં અંતઃકરણમાંથી શાક અને દુઃખને આવેગ ઓછો થતાં જ તેઓ તે લાસે આ કિલ્લાની પાસે લઈ આવ્યા. હવે અમો તે લાસે કિલ્લાની અંદર લાવીએ તેટલામાં તો કરીને એક દૈવી-અદ્ભુત-ચમત્કાર થશે. ઘણીજ સાવચેતીથી રાખેલાં તેજ સર્વાગકવચ અને શિરસ્ત્રાણ બને ફરી પૃથ્વી ઉપર આપોઆપજ પછડાયાં ! આ વખતે શાસ્ત્રાગારમાં બહુજ મોટે ધડાકો થયો અને તે ધડાકો થતાંજ કિલ્લામાંના તમામ લોકો ભયભીત થયા-ગભરાઈ ગયા ! તે વસ્તુઓ બહુજ સાવચેતીથી રાખેલી હોવા છતાં પણ પિતાની મેળે જ પૃથ્વી ઉપર શા કારણથી પછડાઈ પડે છે, એ બાબતમાં કોઈને કાંઈ પણ કલ્પના થઈ શકતી નહોતી, ઘણે વખત સુધી લોકે પત્થરના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034539
Book TitleLalitprabha Yane Ranvir Rajputono Rajyarang
Original Sutra AuthorN/A
AuthorUdaychand Lalchand Pandit
PublisherUdaychand Lalchand Pandit
Publication Year
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy