SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ સભાના તેજ ઉતરતાં ગયાં જે વાત એના પ્રગટ થએલા રીપોર્ટ પરથી સ્પષ્ટ થાય છે. આજે તે આછું કાર્ય કરે છે, પણ તેના આશયો તે પાના પરજ રહ્યા છે. લાયબ્રેરી તરિકેનું કાર્ય પાટીઆ પર શોભે તેવું છે, બાકી પુસ્તકાલય તરિકેનું જીવન કંઈક પ્રકાશવાળું છે. એની પાસે ઉત્સાહી સભ્યો છે છતાં પારકી મોરલીએ નાચનારના જેવી દશામાં છે. સભા તરિકેના પ્રકાશનો સામાન્ય કક્ષાના છે. એના કાર્યની ઈતિકર્તવ્યતા માત્ર બે ચાર જયંતિની ઉજવણીમાં પૂરી થાય છે. એના કેટલાક સભ્યો અન્ય સહ જડાઈ જમણ પ્રસંગે પીરસવાનું કાર્ય ઉપાડી લે છે. તે સુધારણના અવકાશવાળું છતાં પ્રશંસનીય છે. ૫. શ્રી ભતીર્થ જેન મંડળ. શ્રી મહાવીર જૈન સભા પછીજ, આને જન્મ. એક બહેને તે બીજો ભાઈ. મુંબઈ વિભાગ છૂટે પડે તે આમાં સમાયો. એની મુખ્ય ઓફીસ મુંબાઈમાં છે છતાં કાર્ય પ્રદેશ સભ્યોના વિસ્તારને લીધે ખંભાત, અમદાવાદ અને મુંબઈમાં પથરાયેલું છે. શ્રીચૈત્ય વ્યવસ્થાપક કમિટિ, ભાષણ શ્રેણિ; પત્રિકા પ્રકાશન, હસ્તલિખિત માસિક સમાજ સેવક, અને કેળવણી ફંડ રૂપે હાલ તો તે કાર્ય કરે છે. સામાજીક સુધારણા અંગે એના ટ્રેકટે “જૈન લગ્નવિધિ-લગ્ન ગીત અને કુરિવાજ દર્પણ તથા દંપતીજીવન દિપિકાથી ભાગ્યે જ કોઈ અજ્ઞાન હશે. કાનુનપૂર્વક કાર્ય અને હિસાબની ચોખવટ હજી તેમાં ટકી રહી છે. એની સભ્ય સંખ્યામાં પ્રૌઢયુવકના સહકાર છે, કેળવાયેલાની સંખ્યા સારા પ્રમાણમાં છે. કેટલાયે સમજુ વૃદ્ધોના તેને આશીર્વાદ છે. તેની કાર્યપ્રણાલિ સુધારણના પથે હોવા છતાં સભ્ય ગણુ શ્રીમાળી જ્ઞાતિનો છતાં બીજી જ્ઞાતિઓ સહ તેને સંબંધ મીઠાશભર્યો છે. બાહ્ય દ્રષ્ટિથી જોતાં પ્રથમ દર્શને તેનું કાર્ય નજરે ન ચહે, એમાં મોટા ભાગના સભ્યોને ખભાત બહારને વસવાટ નિમિ
SR No.034536
Book TitleKhambatno Itihas Ane Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorStambhatirth Jain Mandal
PublisherStambhatirth Jain Mandal
Publication Year1984
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy