SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ તભૂત છે. બાકી આંતરિક દષ્ટિયે છેલ્લા દાયકામાં તેને જે પ્રચારકાર્ય કર્યું છે અને નિડરતાથી જે નવિન ભાવના ફેલાવી છે, તેના ફળ બેસવા શરૂ થઈ ચૂક્યા છે. મોઢેથી મંડળને ગણે છે કોણ? એમ ધમંડ કરનાર વ્યક્તિઓ પણ તેના દરેક કાર્યનું સાવચેતીથી નિરીક્ષણ કરે છે. એને દાબી દેવા કેટલાય પાસા ગોઠવવા છતાં અખંડપણે મંડળને ટકી રહેલ જોઈ મનમાં કોઈક બલ્યા પણ કરે છે. એની શક્તિનું એ માપ. જેન યુવક મંડળ. મહાવીર જૈન સભાના કેટલાક કાર્યો પ્રત્યે અણગમો ધરાવનાર ઉગતા જુવાને ખાસ કરી દેતારવાડાના અને આજુ બાજુના–ની નાની શરૂઆત. પાછળથી કેટલાક સમજુ પણ ભલ્યા; છતાં સાગરના પાણીને ઓટ પણ ભરતી પછી નક્કી હોય છે તેમ હાલ તેની પ્રવૃતિ સાવ મંદ છે. શરૂઆતમાં પૂજાનું, દેરી ગુંથવાનું, પીરસવાનું કાર્ય ઉપાડી એમાંથી રાત્રિશાળા ચલાવવા માંડી. સ્થંભણુજીની પ્રતિષ્ઠા વેળાએ સુપ્રમાણમાં સેવા પણ કરી યુવાનીના વેગની ખાત્રી કરી આપી. છતાં નિયામકના પ્રેરકબળ વિના એ આજે સુષુપ્તદશામાં છે. શ્રી નેમિ પ્રભાકર મંડળ. આ પણ સભાના કાર્યથી કેટલીક બાબતમાં રિસાયેલા યુવકનું મંડળ; છતાં યુવક મંડળ અને આમાં ફેર ઘણો. યુવક મંડળના સભ્યોમાં સામાન્ય કક્ષાના છતાં સેવાભાવી સભ્યો, જ્યારે આમાં મધ્યમ કક્ષાના સમજ ધરાવતાં છતાં સંકુચિત મનોદશાવાળા સભ્યો અને એકમાં નિડરતા તે બીજામાં ઘમંડ. કામ કર્યા છતાં પ્રથમમાં ગજારવ ઓછો જ્યારે કામ નહિં જેવું છતાં પાછળમાં ગર્જના વધારે. એ બધા કરતાં પણ ટપી જાય તેવી વાત એ કે પ્રથમ સભ્ય થાય A તાજ પછી બંધારણ વાંચવાનું મળે. કાર્ય કરતી દરેક સંસ્થાઓથી Shree Sudharmaswami Ganbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034536
Book TitleKhambatno Itihas Ane Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorStambhatirth Jain Mandal
PublisherStambhatirth Jain Mandal
Publication Year1984
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy